Reliance Jio Q4 Results: અંબાણીની કંપનીનો નફો 13% વધીને Rs 5,337 કરોડ થયો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમે માર્ચ-2024 ક્વાર્ટરમાં બજારની અપેક્ષા મુજબ પરિણામ જાહેર કર્યાં છે. કંપનીની આવક 11% જ્યારે નફો 13% વધ્યો છે.

Reliance Jio Q4 Results, Reliance, Ambani, Mukesh Ambnai, Jio, Telecom, Airtel, Vodafone, 4G, 5G, Mobile, Money9 Gujarati

Money9 Gujarati:

Reliance Jio Q4 Results: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં નફામાં 13 ટકા વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ જાન્યુઆરી-માર્ચ 2024 સુધીના ત્રણ મહિનામાં 5,337 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે માર્ચ-2023 ક્વાર્ટરમાં 4,716 કરોડ રૂપિયા હતો.

Q4માં આવક 11% વધી

ભારતની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ કંપની જિયો ઈન્ફોકોમે ડિસેમ્બર-2023માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 5,208 કરોડ રૂપિયા હતો. માર્ચ-2024 ક્વાર્ટરમાં કંપનીની આવક 11 ટકા વધીને 25,959 કરોડ રૂપિયા થઈ હતી, જે માર્ચ-2023 ક્વાર્ટરમાં 23,394 કરોડ રૂપિયા હતી.

નાણાકીય વર્ષમાં નફો કેટલો વધ્યો?

નાણાકીય વર્ષ 2023-24માં રિલાયન્સ જિયોનો ચોખ્ખો નફો 20,607 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022-23ની સરખામાણીએ કંપનીના નફામાં 12.6 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022-23માં રિલાયન્સ જિયોનો નફો 18,299 કરોડ રૂપિયા હતો.

દેશની સૌથી મોટી કંપની

રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા 47 કરોડને વટાવી ગઈ છે અને તે દેશની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની છે. રિલાયન્સ જિયો માત્ર ટેલિકોમ સેવાઓ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બ્રોડબેન્ડ, ઓટીટી ઉપરાંત અન્ય ડિજિટલ સેવાઓ પણ આપે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે, સપ્ટેમ્બર-2016માં ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. કંપનીએ દેશભરમાં એક સાથે 4G નેટવર્ક લોન્ચ કર્યું હતું અને હવે તે 5G નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે. માત્ર 8 વર્ષના સમયગાળામાં જ મુકેશ અંબાણીના ગ્રુપ માટે રિલાયન્સ જિયો મજબૂત આવક નોંધાવતી થઈ ગઈ છે.

 

Published: April 22, 2024, 19:16 IST