શેરબજારમાં 1,300 પોઈન્ટ્સની ઉથલપાથલઃ જાણો આગામી સપ્તાહ કેવું રહેશે?

BSE Sensex 599 પોઈન્ટ્સ વધીને 73,088એ બંધ રહ્યો જ્યારે NSE Nifty50 ઈન્ડેક્સ 151 પોઈન્ટ્સ વધીને 22,147ના લેવલં બંધ રહ્યો હતો.

Election, Market holiday alert, Stock market holiday news, trading holiday, BSE, NSE, Mumbai, Lok Sabha elections, parliamentary elections, Money9 Gujarati

Money9 Gujarati:

19 એપ્રિલે સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી. સવારે બજારો ખુલતાની સાથે પટકાયા હતા, પરંતુ દિવસના અંતે પ્લસમાં બંધ રહ્યા હતા. BSE Sensex 599 પોઈન્ટ્સ (0.83 ટકા) વધીને 73,088એ બંધ રહ્યો હતો જ્યારે NSE Nifty50 ઈન્ડેક્સ 151 પોઈન્ટ્સ (0.69 ટકા) વધીને 22,147ના લેવલં બંધ રહ્યો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી કારણ કે, 1,502 શેર્સ વધ્યા હતા જ્યારે 1,763 શેર્સ ઘટ્યા હતા અને 81 શેર્સમાં કોઈ ફેરફાર થયો નહોતો.

સેન્સેક્સમાં આજે 1,300 પોઈન્ટ્સથી પણ વધારે ઊથલપાથલ થઈ હતી. ગુરુવારના બંધની સરખામણીમાં 490 પોઇન્ટ નીચે અને 673 પોઇન્ટ તૂટી ચૂકેલો સેન્સેક્સ 673 પોઇન્ટની આકર્ષક રિકવરી સાથે 73000ની સપાટી ક્રોસ કરીને 73,162 પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. એટલું જ નહિં, મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી. નિફ્ટી50 પણ 145 પોઇન્ટના ઉછાળા સાથે 22000ની સાયકોલોજિકલ સપાટી તેમજ 22,100 પોઇન્ટની મજબૂત ટેકાની સપાટી સાથે 22,140 પોઇન્ટની સપાટી આસપાસ રમતો જોવા મળ્યો હતો.

 

 

Published: April 19, 2024, 18:02 IST