BSEના આ 25 શેર્સમાં T+0 settlement થશે: SBI, Bajaj Auto અને Tata Groupની 3 કંપની સામેલ

T+0 settlement માટે કોઈ પણ રોકાણકાર ભાગ લઈ શકશે, પરંતુ બ્રોકર્સ માટે મર્યાદા રાખવામાં આવી છે. આ સેટલમેન્ટમાં કારોબાર માટે સવારે 9.30થી બપોરે 1.30 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

T+0 settlement, BSE, Tata, NSE, stock markets, Indian stocks, Market news, Ambuja Cements, SBI, Vedanta, ONGC, BPCL, LIC, Stock Trading, Share trading, Trader, Investor, News, News in Gujarati, Money9 Gujarati

Money9 Gujarati:

શેરબજારમાં જે દિવસે શેર વેચો કે ખરીદો જ દિવસે પૈસા કે શેર જમા થઈ જાય તેવી વ્યવસ્થાને ટી પ્લસ ઝીરો સેટલમેન્ટ કહે છે. ભારતના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ BSE પર 28 માર્ચથી T+0 settlement શરૂ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જે તેના માટે 25 શેરની પસંદગી કરી છે. અંબુજા સિમેન્ટ્સ, બજાજ ઓટો, BPCL, LIC હાઉસિંગ, નેસલે, SBI, ONGC, વેદાંતા સહિતની 25 કંપનીના શેર્સમાં ટી પ્લસ ઝીરો સેટલમેન્ટ થઈ શકશે. Tata Groupની ઈન્ડિયન હોટેલ્સ, ટાટા કમ્યુનિકેશન્સ અને ટ્રેન્ટને પણ ટી પ્લસ ઝીરો સિસ્ટમમાં સામેલ કરવામાં આવી છે.

T+0 સેટલમેન્ટ માટે સવારે 9.30 વાગ્યાથી બપોરના 1.30 વાગ્યા સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે, બપોરે 1.30 વાગ્યા સુધીમાં કરેલા સોદાનું સેટલમેન્ટ તે જ દિવસે સાંજે 4.30 વાગ્યા સુધીમાં થઈ જશે.

25 શેર્સની યાદી

1. Ambuja Cements Ltd.

2. Ashok Leyland Ltd.

3. Bajaj Auto Ltd.

4. Bank of Baroda

5. Bharat Petroleum Corporation Ltd

6. Birlasoft Ltd

7. Cipla Ltd.

8. Coforge Ltd

9. Divis Laboratories Ltd.

10. Hindalco Industries Ltd.

11. Indian Hotels Co. Ltd.

12. JSW Steel Ltd.

13. LIC Housing Finance Ltd.

14. LTI Mindtree Ltd

15. MRF Ltd.

16. Nestle India Ltd.

17. NMDC Ltd.

18. Oil and Natural Gas Corporation

19. Petronet LNG Ltd.

20. Samvardhana Motherson International Ltd

21. State Bank of India

22. Tata Communications Ltd.

23. Trent Ltd.

24. Union Bank of India

25. Vedanta Ltd

 

T+0 settlement માટે લાંબા સમયથી તૈયારી ચાલી રહી હતી. ત્રણ મહિના અગાઉ સેબીએ કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું અને 12 જાન્યુઆરી સુધીમાં તેના માટે હિતધારકો પાસેથી સૂચનો અને ભલામણો મંગાવવામાં આવ્યા હતા.

21 માર્ચે સેબીએ T+0 સેટલમેન્ટ માટે નીતિઓનું માળખું બહાર પાડ્યું હતું. સેબીએ જણાવ્યું હતું કે 28 માર્ચથી આ સેટલમેન્ટના બીટા વર્ઝનની શરૂઆત કરવામાં આવશે અને તેના માટે 25 શેરની પસંદગી કરવામાં આવશે.

T+0 સેટલમેન્ટ માટે મર્યાદિત સંખ્યામાં બ્રૉકર્સને સામેલ કરવામાં આવશે, પરંતુ રોકાણકાર માટે કોઈ મર્યાદા નથી.

અત્યારે ભારતનાં શેરબજારો પર સામાન્ય રીતે T+1 સેટલમેન્ટને અનુસરવામાં આવે છે. તેની શરૂઆત 2021માં થઈ હતી. પહેલા 2003થી 2021 સુધી T+2 સેટલમેન્ટ થતું હતું. 2002થી 2003 સુધીના એક વર્ષ માટે T+3 સેટલમેન્ટ લાગુ કરવામાં આવ્યું હતું. 2002 અગાઉ T+5 સેટલમેન્ટનું પાલન કરવામાં આવતું હતું.

Published: March 27, 2024, 19:31 IST