Money9: શું તમને પણ લાગે છે કે લાર્જ કેપ એટલે કે દિગ્ગજ શેર્સં જેને તમે વારંવાર ભલામણોમાં સાંભળતા હશો તે શેરમાં પૈસા લગાવવા એટલે નફાની ગેરંટી? શું તમને પણ લાગે છે કે આવા શેરમાં રોકાણ કરીને ભૂલી જવું જોઇએ?…જવાબ છે..નહીં. તમારે આવું બિલકુલ આમ ન કરવું જોઈએ…. ચાલો તમને આની સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવીએ…
એક વર્ષ પહેલા, વિકાસને તેની કંપનીમાંથી બોનસ મળ્યું અને કોઈની સલાહ પર તેણે તેના બધા પૈસા કેટલીક કંપનીઓના શેરમાં રોકી દીધા… પરંતુ આજે તેને પસ્તાવો થઈ રહ્યો છે કારણ કે તેણે જે શેરમાં રોકાણ કર્યું હતું તે શેર ખુબ ખરાબ હાલતમાં છે. હકીકતમાં આ શેર્સે છેલ્લા એક વર્ષમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટીને અંડરપફોર્મ કર્યું છે. એટલે કે, નિફ્ટી કરતાં પણ ઓછું રિટર્ન આપ્યું છે…એક્ચ્યુઅલી વિકાસને કોઇકે સલાહ આપી હતી કે અલગ-અલગ સેક્ટરના દિગ્ગજ શેરમાં પૈસા લગાવી દો અને લગાવીને પછી ભૂલી જાઓ.
વિકાસની જેમ, ઘણાબધા લોકો એક્સપર્ટ્સની ભલામણોના આધારે જાયન્ટ શેર્સમાં પૈસા લગાવીને પછી ભૂલી જાય છે…પરંતુ આ શેર્સ વિશે ચર્ચા કરતા પહેલા…એ સમજીએ કે દિગ્ગજ શેર શું હોય છે અને કોઈ સ્ટોકને દિગ્ગજ કેમ કહેવામાં આવે છે?
માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો અનુસાર, માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોચની 100 કંપનીઓને લાર્જ કેપનો દરજ્જો આપવામાં આવે છે. આ સિવાય કોઇપણ સેક્ટરમાં સૌથી વધુ પ્રોડક્ટ્સ, સૌથી વધુ આવક, ઉત્પાદન ક્ષમતા, માર્કેટ શેર અથવા આવક અને નફાની વૃદ્ધિ અનુસાર પણ દિગ્ગજનો દરજ્જો આપવામાં આવે છે…
અને વિકાસે ખરીદેલા શેર બે પ્રકારના છે -એક એ જે નિફ્ટીની તુલનામાં ઓછા ચાલ્યા છે. એટલેકે છેલ્લા એક વર્ષમાં જેણે પોઇઝિટવ રિટર્ન આપ્યું છે પરંતુ ઇન્ડેક્સની સરખામણીમાં ઓછું. છેલ્લા એક વર્ષમાં જ્યાં નિફ્ટીએ અંદાજે 11 ટકાનું રિટર્ન આપ્યું છે તો બીજી તરફ Bajaj Finance, HDFC Bank, SBI અને TCSએ 2 થી 9 ટકાનું જ રિટર્ન આપ્યું છે. બીજી બાજુ હેવેલ્સ, HUL, Asian Paints, SRF, Pidilite, D-Mart, Page Industries અને UPL જેવા શેરની યાદી ઘણી લાંબી છે જેણે નિફ્ટીની તુલનામાં 18 ટકા સુધીનું નેગેટિવ રિટર્ન આપ્યું છે.
પહેલા આ શેરના અંડરપર્ફોર્મન્સનું કારણ સમજીએ અને પછી જાણીએ કે આ શેરમાં શું કરવું જોઇએ. એગ્રોકેમિકલ સેકટરની કંપની UPLના શેરને Q1FY24ના પરિણામો બાદ નબળી માંગ અને ઋણમાં ઘટાડો ન થવા પર સ્પષ્ટતા ન હોવાના કારણે બ્રોકર્સે ડાઉનગ્રેડ કર્યો. તો Q4FY23ના નફામાં 59 ટકાના ઘટાડા અને નબળી માંગની આશંકાએ Page Industries પર એનાલિસ્ટે નેગેટિવ રેટિંગ આપ્યું. આ ઉપરાતં ખર્ચ વધવાથી માર્જિનમાં ઘટાડો અને અંદાજ કરતાં ઓછો નફો રહેવાથી D-Martના શેરનું પણ ધોવાણ થયું છે. બીજીબાજુ કોમ્પિટિશ અને વધતા ખર્ચના કારણે Pidilite પર બ્રોકર્સ વધારે બુલિશ નથી.
હવે સૌથી મોટો સવાલ એ છે કે આ ગગડી ગયેલા લાર્જ કેપ શેર્સમાં શું કરવું જોઇએ? Market Expert અંબરીશ બાલિગાના જણાવ્યા અનુસાર કેમિકલ, રિટેલ કે FMCG સેક્ટરના દિગ્ગજોએ કોવિડ બાદ બુલ રનમાં આઉટપર્ફોર્મ કર્યું હતું. એટલે કેટલાક સેક્ટર્સમાં અંડરપર્ફોર્મન્સ હતું, ખાસ કરીને જે કંપનીઓના પરિણામોએ નિરાશ કર્યા હતા. આ જ રીતે વપરાશમાં ઘટાડો અને કોમ્પિટિશન વધવાથી FMCG શેરમાં ધોવાણ થયું હતું. જો કે હવે સ્પેશ્યાલિટી કેમિકલ સાથે જોડાયેલા કેટલાક શેર્સમાં પિકઅપ થઇ રહ્યું છે. ખાસ કરીને જે ગ્લોબલ લીડર્સછે. એટલે UPL, Pidilite, SRF, Asian Paints અને હેવેલ્સમાં હવે કોન્ટ્રા buying એટલે કે બજારમાં ઘટાડાથી ઉલટું ખરીદીનો સારો સમય હોઇ શકે છે.
તો કુલ મળીને દિગ્ગજ શેર્સ પણ બજારને અંડરપર્ફોર્મ કરી શકે છે. એટલે વિકાસની જેમ કોઇપણ શેરમાં આંખ મીચીને રોકાણ ન કરો અને રોકાણ કર્યા બાદ ભૂલી જવાની ભૂલ તો ક્યારેય ન કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો