Money9: ટેલીકોમ કંપનીઓએ છેલ્લા કેટલાક મહિનામાં ટેરિફના દરોને વધાર્યા છે અને તેની અસર પહેલા ક્વાર્ટરમાં ટેલીકોમ કંપનીઓના ARPU પર જોવા પણ મળી. મોટાભાગની ટેલીકોમ કંપનીઓ પોતાની ARPU વધારે સારી કરવા માંગે છે અને 5Gની તૈયારીઓ પણ પૂરજોશમાં છે. ફિચ સહિત તમામ રેટિંગ એજન્સીઓના કહેવા મુજબ, આવતા 12 થી 18 મહિનામાં ટેલીકૉમ કંપનીઓ ટેરિફમાં 25 ટકા સુધીનો વધારો કરવાની છે અને 5Gના દરો 4Gથી વધુ રહેવાની શક્યતા છે, જેથી કરીને તેમની ARPUમાં સુધારો થઇ શકે. જાણકારોના મતે એરટેલની ARPU, જે હાલ 183 રૂપિયા છે, તે વધીને 210 રૂપિયા થઇ શકે છે.
ARPU એટલે શું?
ARPU એટલે Average Revenue Per User. આ ટર્મનો ઉપયોગ ખાસ કરીને ટેલીકોમ સેક્ટરમાં થાય છે. કોઇ એક એક્ટિવ યૂઝર પાસેથી એક ચોક્કસ સમયગાળામાં થતી એવરેજ આવકને ARPU એટલે કે પ્રતિ યૂઝર એવરેજ આવક કહે છે. ARPU થી પ્રતિ યૂઝર થતી કમાણીના આધારે પ્રોફેટિબિલિટી કે નફાનો સંકેત મળે છે. ગુરુ સમજાવે છે કે એક સારી ARPUનું કોઇ ધોરણ નથી કારણ કે તે લોકેશન, ઇન્ડસ્ટ્રી અને પ્રાઇસિંગ મૉડલના હિસાબે બદલાઇ શકે છે.
કંપનીઓ ARPUની મદદથી કુલ આવકમાં યોગદાન આપનારા પરિબળોને માપે છે. આનાથી કંપનીઓને પોતાની ગ્રોથની પેટર્નનું મૂલ્યાંકન કરવામાં મદદ મળે છે. અને પોતાની સફળતાની પ્રતિસ્પર્ધીઓ સાથે તુલના કરવામાં મદદ મળે છે. ચાલો હવે આને કેલ્ક્યુલેટ કરવાનું પણ શીખી લઇએ.
કેવી રીતે ગણતરી થાય
ARPU = કુલ આવક/તે સમયગાળા દરમિયાન કુલ એક્ટિવ યુઝર્સની સંખ્યા. માની લો કોઇ કંપનીની માસિક આવક 200 કરોડ રૂપિયા છે અને કંપનીના એક્ટિવ યુઝર્સની સંખ્યા એક કરોડ છે. તો આ સ્થિતિમાં કંપનીની ARPU 200 રૂપિયા થશે.
ARPU = 200 કરોડ રૂપિયા / 1 કરોડ ગ્રાહક = 200 રૂપિયા પ્રતિ ગ્રાહક
ઘણીવાર ટેલીકોમ કંપનીઓના પરિણામો આવે ત્યારે તેમની ARPU અંગે માહિતી તમે જોઇ કે સાંભળી હશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ટેલીકોમ કંપનીઓએ પોતાના કોલના ભાવ વધાર્યા છે. જેનાથી તેમની ARPUમાં વધારો જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં પણ તમારા કોલ અને નેટના ભાવમાં વધારો થવાની સંભાવના છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો