Money9: ફૉર્મ્યુલા ગુરુમાં આજે આપણે જાણીશું કે EPS એટલે Earning Per Share શું હોય છે? અને તેની મદદથી તમે એ કેવી રીતે શોધી શકો કે કંપની નફો કરે છે કે નહીં?
આવક પ્રતિ શેર…જેવું કે નામ પરથી જ ખબર પડે છે કે આ ફાઇનાન્સિયલ રેશિયો આપણને કંપનીના 1 શેર પાછળની આવક દર્શાવે છે. EPS રેશિયો દ્વારા આપણે એ સમજી શકીએ છીએ કે કોઇ કંપની એક નિશ્ચિત સમયગાળામાં કેટલો નફો કરી રહી છે. EPS જેટલી વધારે તેટલી સારી માનવામાં આવે છે. હાઇ EPSથી આપણને કંપનીની મજબૂત નાણાકીય ક્ષમતા અંગે ખબર પડે છે.
EPSની ગણતરી કેવી રીતે થાય છે
EPSની ગણતરી કેવી રીતે થાય છે. તો તેના માટે કંપનીની નેટ ઇનકમમાંથી પ્રીફર્ડ ડિવિડન્ડને બાદ કરવામાં આવે છે. પ્રીફર્ડ ડિવિડન્ડને નફામાંથી એટલા માટે ઘટાડી દેવામાં આવે છે કારણ કે તેની ચુકવણી કોમન શેર હોલ્ડરને નથી કરવામાં આવતી પરંતુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને જ કરવામાં આવે છે. હવે વધેલા આંકડાને કંપનીની કુલ આઉટસ્ટેડિંગ શેરની સંખ્યા વડે ડિવાઇડ કરવામાં છે. જે આંકડો મળે તેને જ આવક પ્રતિ શેર અથવા તો EPS કહેવાય છે.
હવે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે કંપની X લિમિટેડની આવક 1 લાખ રૂપિયા છે. કંપનીનું ઑપરેટિંગ એક્સપેન્ડિચર 60 હજાર રૂપિયા છે તો કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ થયો 40 હજાર રૂપિયા..હવે જો કંપનીનો વ્યાજ ખર્ચ 10 હજાર રૂપિયા છે તો કંપનીનો EBIT (એબિટ) થયો 30 હજાર રૂપિયા..આની પર જો 30 ટકા ટેક્સ લાગે તો કંપનીની નેટ ઇનકમ વધી 21 હજાર રૂપિયા.
હવે જો કંપનીનું પ્રીફર્ડ ડિવિડન્ડ 1,000 રૂપિયા છે અને તેના કુલ આઉટસ્ટેન્ડિંગ શેર 2,000 છે તો X Limited ની EPS હશે 21,000 – 1,000/2,000 = 10 રૂપિયા પ્રતિ શેર.
આનો અર્થ એ થયો કે કંપની 1 વર્ષમાં 1 શેર પર 10 રૂપિયા કમાય છે અને જો તમારી પાસે કંપનીના 100 શેર છે તો તમારી 1 વર્ષની અર્નિંગ થઇ 1,000 રૂપિયા. જો કે કંપનીની પાસે એ અધિકાર હોય છે કે તે પૂરા પૈસા શેર ધારકોને ડિવિડન્ડ તરીકે ચૂકવે કે કંપનીના વિસ્તરણ પર ખર્ચ કરે કે પછી આવકનો કેટલોક ભાગ ડિવિડન્ડ સ્વરૂપે આપે અને બાકી વધેલા પૈસાનું રોકાણ ભવિષ્યની યોજના પર કરે.
અન્ય બાબતો પણ ચકાસો
તો આ રીતે તમે તમારી પસંદગીનું સેક્ટર નક્કી કરી અને તે સેક્ટરની કંપનીઓ સાથે તુલના કરીને પોતાના રોકાણ માટે જેની EPS વધારે હોય તેવી કોઇ કંપનીની પસંદગી કરી શકો છો.
તો જતાં જતાં તમને એ પણ જણાવી દઇએ કે EPS રેશિયો કોઇ કંપની વિશે જાણવાનો મહત્વપૂર્ણ આંકડો ગણાય છે તેમાં કોઇ બેમત નથી પરંતુ આ આંકડો જ અંતિમ છે તેવું ન માની લેવું. એટલે રોકાણ કરતાં પહેલા બાકીના માપદંડો પર કંપનીને ચકાસો અને સમજી વિચારીને જ શેર બજારમાં રોકાણ કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો