નિકાસ સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં કેવી વ્યૂહરચના અપનાવવી જોઈએ?

નિફ્ટીએ નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 29 ટકા રિટર્ન આપ્યું છે. પરંતુ શું મજબૂત આર્થિક વૃદ્ધિ અને શેરબજારની તેજીના કારણે એક્સપોર્ટના કામકાજ સાથે સંકળાયેલી કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો છે

નિકાસ સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં કેવી વ્યૂહરચના અપનાવવી જોઈએ?

Money9: છેલ્લા એક વર્ષમાં ભારતીય શેરબજારનું પ્રદર્શન શાનદાર રહ્યું છે…

નિફ્ટીએ નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 29 ટકા રિટર્ન આપ્યું છે… જે વિશ્વભરના શેરબજારોની યાદીમાં બીજા સ્થાને છે…

બજારના સારા દેખાવ પાછળના સૌથી મોટા કારણો સંસ્થાકીય રોકાણકારોની ખરીદી, વધુ સારા વિદેશી સંકેતો અને મજબૂત આર્થિક ડેટા છે…

પરંતુ શું મજબૂત આર્થિક વૃદ્ધિ અને શેરબજારની તેજીના કારણે એક્સપોર્ટના કામકાજ સાથે સંકળાયેલી કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો છે?

નિકાસ સાથે જોડાયેલી કંપનીઓના શેરનું પ્રદર્શન કેવું રહ્યું છે? આ શેરોમાં વ્યૂહરચના કેવી હોવી જોઈએ? આવો સમજીએ…

નાણાકીય વર્ષ 2023-24માં ઓવરઓલ એક્સપોર્ટ 790 અબજ ડોલર રહેવાનો અંદાજ છે… જે ગયા વર્ષના સમાન સમયગાળાના 777.6 અબજ ડોલરથી અંદાજે 1.5 ટકા વધુ છે…

જો કે, આ આંકડામાં લગભગ 345 અબજ ડોલર સર્વિસ એક્સપોર્ટ પણ સામેલ છે. દેશની કુલ નિકાસમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો લગભગ 44 ટકા છે…

સર્વિસ સેક્ટરને બાદ કરતાં, FY24માં એક્સપોર્ટનો આંકડો અંદાજે 445 અબજ ડોલર રહેવાની ધારણા છે… જે ગયા વર્ષ કરતાં લગભગ 1.3 ટકા ઓછો છે…

જો કે, આ આંકડો યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે UNCTAD ના 2023 માં વસ્તુઓના ગ્લોબલ ટ્રેડમાં 5 ટકાના ઘટાડાના અનુમાનથી સારો છે.

ભારતમાં FY24ના બીજા છમાસિક એટલે કે ઓક્ટોબર 2023થી નિકાસમાં સુધારો શરૂ થયો છે…

પ્રથમ છ મહિનામાં એટલે કે એપ્રિલ-સપ્ટેમ્બર 2023 દરમિયાન, નિકાસમાં વાર્ષિક ધોરણે 9 ટકાનો ઘટાડો થયો હતો…

આ સિનેરિયોમાં ભારતમાંથી વસ્તુઓની નિકાસમાં સામેલ કંપનીઓના શેરોએ કેવું પ્રદર્શન તે પહેલા જાણીએ..

એક્સપોર્ટ સંબંધિત શેરોને ચાર મુખ્ય કેટેગરીઝ અથવા સેક્ટર્સમાં વિભાજિત કરી શકાય છે…

પ્રથમ એવી કંપનીઓ છે જે તેમની આવકનો મોટો હિસ્સો નિકાસમાંથી કમાય છે… તેમાંથી RIL અને ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે… પરંતુ રાજેશ એક્સપોર્ટ્સ છેલ્લા 5 વર્ષથી રોકાણકારોને નિરાશ કરી રહી છે…

બીજું સેક્ટર છે ટેક્સટાઈલ…

આ ક્ષેત્રની કંપનીઓએ છેલ્લા 5 વર્ષની સાથે સાથે છેલ્લા 1 વર્ષમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે… ખાસ કરીને બોમ્બે ડાઈંગના શેર, જેણે એક વર્ષમાં રોકાણકારોને 170 ટકા રિટર્ન આપ્યું છે…

ત્રીજી કેટેગરી ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીના બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓની છે.

આ કંપનીઓના શેરનું એક વર્ષનું પ્રદર્શન સારું છે…5 વર્ષથી હોલ્ડિંગ કરનારા રોકાણકારોને ગોલ્ડિયમ ઈન્ટરનેશનલના શેરોએ 1103 ટકા એટલે કે 12 ગણાથી વધુ રિટર્ન આપ્યું છે…

આમાં મોટાભાગે સોનાના કિંમતોમાં ભારે ઉછાલાની પણ અસર છે.

3 એપ્રિલના રોજ સ્થાનિક બજારમાં સોનું પ્રથમ વખત 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકને વટાવી ગયું હતું…

ચોથી કેટેગરી ફૂડ સેક્ટરની કંપનીઓની છે…

આમાં ચોખા તેમજ રેડી ટુ ઇટ અથવા પેકેજ્ડ ફૂડના ધંધા સાથે સંકળાયેલી કંપનીઓનો સમાવેશ થાય છે… KRBL સિવાયની આ સેક્ટરની અન્ય કંપનીઓએ રોકાણકારોને 1 અને 5 વર્ષમાં ઠીકઠાક રિટર્ન આપ્યું છે.

હવે એ સમજીએ કે આગામી વર્ષ એટલે કે FY25 માટે પરિસ્થિતિ કેવી દેખાઇ રહી છે?

લગભગ 6 મહિનાથી ચાલી રહેલું રેડ સીનું સંકટ અને 2 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને જોતા આ વર્ષ પડકારજનક લાગી રહ્યું છે.

રેડ સી સંકટથી નૂરભાડાં અને શિપ ટર્નઅરાઉન્ડ સમયમાં વધારો થયો છે…

આ સંકટને કારણે એશિયા, ઉત્તર-પશ્ચિમ આફ્રિકા અને યુરોપમાંથી ઘણી કોમોડિટીના ટ્રેડમાં શિફ્ટ થવાની સંભાવના છે…

વૈશ્વિક ફુગાવો તેમજ વ્યાજ દરમાં ઘટાડાથી નિકાસ પર સકારાત્મક અસર થવાની સંભાવના છે…

આવી સ્થિતિમાં, સૌથી મહત્વની વાત એ છે કે નિકાસ સંબંધિત કંપનીઓના શેરમાં સ્ટ્રેટેજી કેવી રીતે તૈયાર કરવી જોઈએ?

સ્ટોક માર્કેટ એક્સપર્ટ સંતોષ સિંહનું માનવું છે કે નિકાસ સાથે જોડાયેલી કંપનીઓમાંથી ટેક્સટાઈલ સેક્ટરમાં 6-12 મહિનાના દ્રષ્ટિકોણથી રોકાણની ઘણી સારી તક છે.

ટેક્સટાઈલ સેક્ટરમાં વેલસ્પન ઈન્ડિયાને 200 રૂપિયા, ટ્રાઈડેન્ટને 60-65 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી શકાય છે… આ ઉપરાંત વેલસ્પન કોર્પની આવકનો નોંધપાત્ર હિસ્સો નિકાસમાંથી આવે છે..આ શેરમાં 25-30 ટકાઅપસાઇડ શક્ય છે…અને ચોખાના બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓમાં KRBL પ્રાઇસ વાઈઝ સારી દેખાઈ રહી છે..જ્યાં 30-40 ટકા અપસાઇડ માટે રોકાણ કરી શકાય છે.

એકંદરે, FY25 માં એક્સપોર્ટમાં સુધારા માટે ફુગાવો અને વ્યાજ દરોમાં ઘટાડો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ ઉપરાંત, જિયોપોલિટિકલ ટેન્શન પણ ઓછું અથવા સંપૂર્ણપણે સમાપ્ત થવું ખૂબ જ જરૂરી છે.

આવી સ્થિતિમાં નિકાસ સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી સાવચેત રહેવાની જરૂર છે. અને રોકાણ સલાહકારની સલાહથી પસંદગીના શેરોમાં જ પોઝિશન બનાવવામાં સમજદારી રહેશે…

Published: April 18, 2024, 18:42 IST