Money9: ગૌરવ શેરબજારમાં 15,000 રૂપિયાનું રોકાણ કરવા માંગે છે….પરંતુ જો તે રિલાયન્સ, L&T, TCS અને HUL જેવી મોટી કંપનીઓના શેર પસંદ કરે છે, તો 15,000 રૂપિયામાં તે માત્ર 5 થી 6 શેર જ ખરીદી શકશે…ગૌરવ ઓછી કિંમતના શેર ખરીદવા માંગે છે જેથી કરીને તે વધુ સંખ્યામાં શેર ખરીદી શકે પરંતુ તે માત્ર એવી કંપનીઓના શેર્સમાં જ રોકાણ કરવા માંગે છે જેના ફંડામેન્ટલ્સ સારા હોય અને જે લાંબા ગાળે સ્ટેડી રિટર્ન આપવાની ક્ષમતા ધરાવતા હોય.
તો જો ગૌરવની જેમ, તમે પણ ઓછી કિંમતના, સારા સ્ટોક્સ શોધી રહ્યા છો, તો તમે 200 રૂપિયાથી નીચેની કિંમતના આ સ્ટોક્સ પર એક નજર નાંખી શકો છો અને તેને કેવી રીતે ઓળખવા તે પણ જાણી લો.
આ શેરોમાં મોટા ભાગે મિડ સાઇઝ કંપનીઓના શેર છે જેમ કે HUDCOની શેર પ્રાઇસ 74.70 રૂપિયા, IOCનો ભાવ 89 રૂપિયા, GSFCના એક શેરની કિંમત 175.80 પૈસા, રેઈન ઇન્ડસ્ટ્રીઝ 162.40 પૈસાનો છે અને મણપ્પુરમ ફાઇનાન્સના
એક શેરની કિંમત 154.30 પૈસા છે.
આ કંપનીઓને PE એટલે કે પ્રાઇસ ટૂ અર્નિગ મલ્ટીપલના હિસાબે પસંદ કરવામાં આવ્યા છે. PEની ગણતરી કરવા માટે કોઇ કંપનીના શેરના ભાવને EPS એટલે કે શેર દીઠ નફા દ્વારા ભાગવામાં આવે છે… EPS એ છેલ્લા 12 મહિના કે કોઇ એક નાણાકીય વર્ષની સાથે-સાથે આવનારા 12 મહિના કે આવતા નાણાકીય વર્ષનો પણ હોઇ શકે છે. આ પાંચેય શેર છેલ્લા 12 મહિનાના હિસાબે 10થી ઓછાના PE એટલે કે પ્રાઇસ ટૂ અર્નિગ્સ મલ્ટીપલ પર ટ્રેડ થઈ રહ્યા છે.
કોઈપણ શેરના વેલ્યૂએશનનું મૂલ્યાંકન કરવા માટે ઘણાબધા મલ્ટીપલનો ઉપયોગ કરવામાં આવે છે…તેથી PE ઉપરાંત, આ શેર્સને PBV એટલે કે પ્રાઇસ ટુ બુક વેલ્યૂ મલ્ટીપલના હિસાબે પણ પારખવામાં આવે છે. PBV અથવા પ્રાઇસ ટુ બુક વેલ્યુની ગણતરી કરવા માટે, કોઇ કંપનીના શેરની કિંમતને બુક વેલ્યુથી ભાગવામાં આવે છે..બુક વેલ્યૂ વાસ્તવમાં કોઇ કંપનીની એસેટ્સ અથવા પ્રોપર્ટીની કુલ વેલ્યૂ હોય છે. કોઈપણ શેર માટે એકથી ઓછી PBVને વેલ્યૂએશનના હિસાબે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ત્રીજી વાત જે તમારે ચેક કરવાની છે તે છે તેની ડિવિડન્ડ યીલ્ડ એટલે કે પ્રાઇસના રેશિયોમાં તે શેર કેટલા ટકા ડિવિડન્ડ આપી રહ્યો છે… ઉદાહરણ તરીકે, જો તમે કોઇ શેર 150 રૂપિયામાં ખરીદો છો અને એક વર્ષની અંદર જો તમને 15 રૂપિયા ડિવિડન્ડ મળે છે તો તે શેરની ડિવિડન્ડ યીલ્ડ 10 ટકા થશે.
આવા જ સસ્તા 5 બેંકિંગ શેરોમાં બેંક ઓફ ઈન્ડિયા, પીએનબી, યુનિયન બેંક, બેંક ઓફ બરોડા અને ફેડરલ બેંકનો સમાવેશ થાય છે… જે એકથી ઓછા કે એકની આસપાસના PBV પર ટ્રેડ કરી રહ્યાં છે.
તો ગૌરવ ક્યાં રોકાણ કરે.. કારણ કે 200 રૂપિયાથી નીચેની કિંમતમાં ઘણાં સારા સ્ટોક્સ મળી રહ્યાં છે. જ્યારે અમે મંત્રી ફિનમાર્ટના સ્થાપક અરુણ મંત્રીની સામે આ 10 શેરોનું લિસ્ટ મૂક્યું ત્યારે તેમણે સલાહ આપી કે “સારા ડિવિડન્ડ યીલ્ડ મુજબ IOC, GSFC અને રેઈન ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત બેંકિંગ શેરોમાં યુનિયન બેંક, બેંક ઓફ બરોડા અને ફેડરલ બેંકને પસંદ કરી શકાય છે. આ સિવાય અરુણ મંત્રીએ નીચી કિંમતવાળા કેટલાક અન્ય શેરો વિશે પણ જણાવ્યું. નોન-બેંકિંગ શેરોમાં નાલ્કો અને એલ એન્ડ ટી ફાઇનાન્સને પોર્ટફોલિયોમાં સામેલ કરી શકો છો. ફક્ત બેંકિંગ શેર્સમાં રોકાણ કરવું છે તો IDFC ફર્સ્ટ અને બેંક ઑફ મહારાષ્ટ્રમાં 2-3 વર્ષના હોરાઇઝનથી રોકાણ કરી શકાય છે.
તો જો તમે પણ ગૌરવની જેમ 200 રૂપિયાથી નીચેની કિંમતના સસ્તા અને સારા શેરોનો પોર્ટફોલિયો બનાવવા માંગતા હોવ, તો અરુણ મંત્રી દ્વારા સૂચવેલા શેરોને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછા 2 થી 3 વર્ષ માટે રોકાણ કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો