Money9: નાણાકીય વર્ષ 2023-24નું થર્ડ ક્વાર્ટર કોર્પોરેટ ઇન્ડિયા માટે ઘણું શાનદાર રહ્યું છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર કંપનીઓના નફામાં 10 ટકાથી વધુ.. પરંતુ આવકમાં 10 ટકાથી ઓછો ગ્રોથ જોવા મળ્યો છે. જો કે નિફ્ટીની 50 કંપનીઓના પ્રદર્શન કેવું રહ્યું છે? કયા સેક્ટર્સે સારું અને કયા સેક્ટર્સે ખરાબ પ્રદર્શન કર્યું છે? ત્રિમાસિક પરિણામોના આધારે હવે કયા સેક્ટર્સ કે શેરોમાં ખરીદી કરવી જોઇએ?…આવો સમજીએ…
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલના જણાવ્યા અનુસાર ડિસેમ્બર ક્વાર્ટર એટલે કે થર્ડ ક્વાર્ટરમાં નિફ્ટી-50ની કંપનીઓનો ગ્રોથ વાર્ષિક આધારે 17 ટકા રહ્યો છે જ્યારે અનુમાન 11 ટકાથી થોડુંક વધારે રહેવાનું હતું. પરંતુ ઇન્ડેક્સના નફાના ગ્રોથમાં માત્ર 5 કંપનીઓનો જ 56 ટકા ફાળો રહ્યો છે. જેમાં Tata Motors, HDFC Bank, Tata Steel, ICICI Bank અને JSW Steelના નામ સામેલ છે. જ્યારે FY24ના પ્રથમ 9 મહિનામાં એટલે કે એપ્રિલથી ડિસેમ્બરની વાત કરીએ તો નિફ્ટી-50 કંપનીઓના નફાનો ગ્રોથ વાર્ષિક આધારે 26 ટકા રહ્યો છે.
હવે પ્રશ્ન એ છે કે ત્રિમાસિક પરિણામો બાદ બ્રોકિંગ હાઉસ દ્વારા કોઈ શેરને અપગ્રેડ અથવા ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે? ડિસેમ્બર ક્વાર્ટરના પ્રદર્શનના આધારે, મોતીલાલ ઓસવાલે ટાટા મોટર્સ, કોલ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, સિપ્લા અને ભારતી એરટેલના FY25ના અંદાજિત નફામાં સૌથી વધુ વધારો કર્યો છે.
તો પરિણામોથી થયેલી નિરાશા બાદ, મોતીલાલ ઓસવાલે FY25 માટે UPL, LTIમાઇન્ડટ્રી, ITC, ડિવીસ લેબ્સ અને HULના અંદાજિત નફામાં સૌથી વધુ ઘટાડો કર્યો છે.
આ તો વાત થઇ નિફ્ટી-50 કંપનીઓના ત્રિમાસિક પરિણામોની…પરંતુ એ સમજવું પણ જરૂરી છે કે પસંદગીના સેક્ટર્સનું પ્રદર્શન કેવું રહ્યું છે.
ત્રીજા ક્વાર્ટરમાં, 3,381 કંપનીઓની આવકમાં વાર્ષિક ધોરણે 8.2 ટકાનો ગ્રોથ થયો છે, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં, આ કંપનીઓની આવક વૃદ્ધિ 17.3 ટકા એટલે કે બમણાથી પણ વધુ હતી. FY24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવક વૃદ્ધિ 5.3 ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં 5.9 ટકા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં 8.2 ટકા રહી છે… જોકે, બેંકો અને NBFCs સિવાય, કંપનીઓની આવક વૃદ્ધિ માત્ર 0.9 ટકા, 1.6 ટકા અને 4.5 ટકા રહી છે.
પરંતુ આવકથી વિપરીત, નફાની વૃદ્ધિ ખૂબ જ મજબૂત રહી છે…ક્વાર્ટર દરમિયાન આ કંપનીઓના નફાનો ગ્રોથ 25 ટકા રહ્યો..જોકે તે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 2.2નો નાનો બેઝ હતો. નોંધનીય છે કે FY24ના ત્રણેય ત્રિમાસિક ગાળામાં કંપનીઓના નફાનો ગ્રોથ 10 ટકાના મનોવૈજ્ઞાનિક સ્તર કરતાં વધુ રહ્યો છે.
આ રીતે, કંપનીઓના નફાનો ગ્રોથ એનાલિસ્ટ્સના અંદાજ કરતાં વધુ સારો રહ્યો છે… ઓટો, ફાઇનાન્શિયલ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર-ફાર્મા, ટેલિકોમ, બિલ્ડિંગ મટિરિયલ, મેટલ અને ઓઇલ-ગેસ ક્ષેત્રની કંપનીઓના પરિણામો અંદાજ કરતાં સારા રહ્યા છે. બ્રોકિંગ હાઉસ પ્રભુદાસ લીલાધરના જણાવ્યા અનુસાર, માંગમાં ઘટાડાની અસર quick service restaurants એટલે કે QSRs, રિટેલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીઓના ત્રિમાસિક પરિણામોમાં જોવા મળી હતી. આ સિવાય 26 ક્વાર્ટર બાદ પ્રથમ વખત આઈટી સેક્ટરની કંપનીઓની આવકમાં થોડો ઘટાડો જોવા મળ્યો. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, અગાઉના ક્વાર્ટરમાં ઊંચી વૃદ્ધિ નોંધાવનાર ઘણી કંપનીઓએ આ ક્વાર્ટરમાં નિરાશ કર્યા, જ્યારે ઘણી સારી કંપનીઓએ તાજેતરના મહિનાઓમાં પ્રથમ વખત ગ્રોથમાં સારી વૃદ્ધિ નોંધાવી છે.
HoR, સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટના HoR સંતોષ મીણાના જણાવ્યા અનુસાર, “PSU બેંકોના પરિણામો સૌથી મજબૂત રહ્યા છે… ઓટો, કન્ઝમ્પશન, કેપિટલ ગુડ્સ, હોટલ અને ફાર્મા સેક્ટરની વૃદ્ધિ પણ સારી રહી છે…જ્યારે કેમિકલ સેક્ટરની કંપનીઓએ સૌથી વધુ નિરાશ કર્યા છે..IT કંપનીઓના પરિણામો અપેક્ષા મુજબના હતા, કોઈ પોઝિટિવ સરપ્રાઇઝ નહોતું, તેમ છતાં આ શેરોમાં તેજી જોવા મળી પરંતુ કેટલીક પસંદગીની સરકારી બેંકોમાં સારા પરિણામો હોવા છતાં, માર્જિન પર દબાણની આશંકાએ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું”
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ત્રિમાસિક પરિણામોના આધારે કઈ કંપનીઓના શેર ખરીદવા જોઈએ? સંતોષ મીણા માને છે કે પરિણામોના આધારે, તમે SBI, Cipla, આર્કિઅન કેમિકલ, Sonata Software and Engineers Indiaમાં ખરીદી કરી શકો છો. 6-12 મહિનામાં SBI માટે 880થી 1000 રૂપિયા, સિપ્લામાં 1700 રૂપિયા અને સોનાટા સોફ્ટવેરમાં 1100 રૂપિયાનો ટાર્ગેટ શક્ય છે…જ્યારે 12 થી 15 મહિનાના દ્રષ્ટિકોણથી આર્કિઅન કેમિકલમાં 1000 રૂપિયા અને એન્જિનિયર્સ ઈન્ડિયામાં 310 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરી શકાય છે.”
એકંદરે, ત્રીજા ક્વાર્ટરમાં સતત ત્રીજી વખત કંપનીઓના નફામાં 10 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી છે… જો કે, ક્વાર્ટર દરમિયાન સારી કામગીરી ધરાવતી કંપનીઓની યાદીમાં આ વખતે કેટલાક ફેરફારો પણ જોવા મળ્યા છે. પરંતુ 6 થી 15 મહિનાના દ્રષ્ટિકોણથી પરિણામોને આધાર માનીને પસંદગીની કંપનીઓની મદદથી પોર્ટફોલિયો તૈયાર કરી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો