Money9 Gujarati:
GST collection in February 2024: GSTથી સરકારને થતી આવક વધી રહી છે. ફેબ્રુઆરીમાં સરકારી તિજોરીમાં GST પેટે 1.68 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. ફેબ્રુઆરી 2023ની સરખામણીએ GSTની આવક 12.5 ટકા વધારે છે. GSTથી થતી આવક સતત બારમા મહિને 1.5 લાખ કરોડ રૂપિયાની ઉપર રહી છે. 2024ના પ્રથમ મહિનામાં 1.72 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન નોંધાયું હતું, તેની સરખામણીએ ફેબ્રુઆરી મહિનામાં GST કલેક્શન ઘટ્યું છે.
ફેબ્રુઆરી 2024માં GSTમાં થયેલો વધારો સ્થાનિક વ્યવહારોમાંથી GSTમાં થયેલી 13.9 ટકા વૃદ્ધિ અને માલની આયાતમાંથી GSTમાં થયેલી 8.5 ટકા વૃદ્ધિને આભારી છે, એમ સરકારે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે.
ગુજરાતમાં GST પેટે ફેબ્રુઆરી 2024માં 11,029 કરોડ રૂપિયાની આવક થઈ છે. 2023ના ફેબ્રુઆરીમાં ગુજરાતમાં GSTથી થતી આવક 9,574 કરોડ રૂપિયા હતી. એટલે કે, વાર્ષિક ધોરણે ગુજરાતની GST આવક 15 ટકા વધી છે. રાજ્યોની વાત કરીએ તો, સૌથી વધુ GST કલેક્શન સાથે મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરી 2024માં 27,065 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે, જે ફેબ્રુઆરી 2023ના 22,349 કરોડ રૂપિયાના GST કલેક્શનની સરખામણીએ 21 ટકા વધારે છે. 12,815 કરોડ રૂપિયાના GST કલેક્શ સાથે કર્ણાટક બીજા નંબરે છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં સરકારને GST પેટે કુલ 18.40 લાખ કરોડ રૂપિયા મળ્યા છે અને હવે માર્ચ મહિનાનું GST કલેક્શન બાકી છે. 2017-18માં એક મહિનાની સરેરાશ GST આવક 1 લાખ કરોડ હતી. પરંતુ નાણાકીય વર્ષ 2023-24માં GSTની માસિક સરેરાશ વધીને 1.67 લાખ કરોડ થઈ છે.
ફેબ્રુઆરી 2024 માટે રિફંડની GST આવક નેટ રૂ. 1.51 લાખ કરોડ હતી જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 13.6 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. “ચાલુ નાણાકીય વર્ષ માટે ફેબ્રુઆરી 2024 સુધીમાં રિફંડની GST આવક ચોખ્ખી રૂ. 16.36 લાખ કરોડ છે જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 13.0 ટકાની વૃદ્ધિ છે. એકંદરે, GST આવકના આંકડા સતત વૃદ્ધિની ગતિ અને હકારાત્મક કામગીરી દર્શાવે છે,” એમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
Central Goods and Services Tax (CGST): ₹31,785 crore
State Goods and Services Tax (SGST): ₹39,615 crore
Integrated Goods and Services Tax (IGST): ₹84,098 crore, including ₹38,593 crore collected on imported goods
Cess: ₹12,839 crore, including ₹984 crore collected on imported goods
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો