તમારું રોકાણ tax deduction માટે પાત્ર છે કે નહીં, એ કેવી રીતે ખબર પડે?

જે રીતે પગાર, પ્રોફેશન અથવા બિઝનેસમાંથી થતી આવક પર ટેક્સ લાગે છે, તે જ રીતે વ્યાજની આવક પર પણ ટેક્સ લાગે છે... જો કે , વ્યાજની આવક પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે. પણ કેવી રીતે..આવો જોઇએ આ વીડિયોમાં.

તમારું રોકાણ tax deduction માટે પાત્ર છે કે નહીં, એ કેવી રીતે ખબર પડે?

Money9: રોકાણના એવા ઘણા રસ્તાઓ છે જે વ્યાજમાંથી કમાણી કરાવે છે જેમ કે બચત ખાતું, ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ વગેરે. જે રીતે પગાર, પ્રોફેશન અથવા બિઝનેસમાંથી થતી આવક પર ટેક્સ લાગે છે, તે જ રીતે વ્યાજની આવક પર પણ ટેક્સ લાગે છે… જો કે , વ્યાજની આવક પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે…પણ શરત એટલી કે તમે તેના માટે લાયક હોવા જોઇએ… વ્યાજની આવકના કિસ્સામાં, સામાન્ય વ્યક્તિની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકો, એટલે કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને વધુ લાભ છે. આવો સમજીએ કે તમારું રોકાણ ટેક્સ ડિડક્શન માટે પાત્ર છે કે નહીં અને તેનાથી તમને કેટલો લાભ મળી શકે છે.

સેવિંગ્સ એકાઉન્ટ એટલે કે બચત ખાતું લગભગ દરેક વ્યક્તિ પાસે હોય છે… ઘણા લોકો પાસે એક કરતાં વધુ સેવિંગ્સ એકાઉન્ટ હોય છે. ખાતા જેટલા વધુ, વ્યાજ પણ એટલું વધારે. આવી સ્થિતિમાં ટેક્સની જવાબદારી પણ એટલી જ વધી જાય છે.

આવકવેરા અધિનિયમની કલમ 80TTA હેઠળ, વ્યક્તિ બેંકના બચત ખાતામાં રાખેલા નાણાં પર મેળવેલા વ્યાજ પર ડિડક્શનનો દાવો કરી શકે છે…એક નાણાંકીય વર્ષમાં સેવિંગ્સ એકાઉન્ટ્સમાંથી મળેલા 10,000 રૂપિયા સુધીના વ્યાજ પર કર મુક્તિ લઈ શકાય છે. કપાતની આ મર્યાદા દરેક બચત ખાતા માટે અલગ અલગ નથી પરંતુ તમામ બેંકો અને પોસ્ટ ઓફિસોના બચત ખાતાઓમાંથી મળેલા વ્યાજની રકમના કુલ સરવાળા પર લાગુ થાય છે.

આ કપાત 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો અને HUF એટલે કે હિંદુ અવિભક્ત કુટુંબ માટે છે…સેક્શન 80TTA માં ટાઇમ ડિપોઝિટ એટલે કે FD અને RD કવર નથી થતી…

બચત ખાતાનું વ્યાજ 10 હજાર રૂપિયાથી વધુ હશે તો 10,000થી વધુની રકમ પર ટેક્સ વસૂલવામાં આવશે. કરદાતાએ એક નાણાકીય વર્ષમાં તમામ બચત ખાતાઓમાંથી મળેલી વ્યાજની રકમ ‘ઇનકમ ફ્રોમ અધર સોર્સિસ’ માં દર્શાવવી પડશે. ડિડક્શન બાદ બાકી રહેલી વ્યાજની રકમ તમારી કમાણીમાં ઉમેરવામાં આવશે… જેના પર ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ભરવાનો રહેશે…

વરિષ્ઠ નાગરિકો માટે આવકવેરા કાયદામાં એક વિશેષ કલમ 80TTB છે… કલમ 80TTB હેઠળ, વરિષ્ઠ નાગરિકો બચત, ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ ખાતામાં થાપણો પર મેળવેલા વ્યાજ પર 50,000 રૂપિયા સુધીના ડિડક્શનનો દાવો કરી શકે છે. આનો અર્થ છે કે વરિષ્ઠ નાગરિકની 50,000 રૂપિયા સુધીની વ્યાજની આવક કરવેરાના વ્યાપમાંથી બહાર રહે છે.

60 વર્ષથી ઓછી ઉંમરના લોકો, હિંદુ અનડિવાઇડેડ ફેમિલી એટલે કે HUF અને નોન-રેસિડેન્ટ ઇન્ડિયન એટલે કે NRI ને સેક્શન 80TTBનો લાભ નથી મળતો.

વ્યાજની આવક પર ટેક્સ છૂટનો ફાયદો મેળવવા માટે, તમારે આવકવેરા રિટર્ન એટલે કે ITR ફાઇલ કરતી વખતે વ્યાજ વિશે માહિતી આપવી પડશે… તમારે બેંક સ્ટેટમેન્ટ, ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ અને ફોર્મ 26AS દ્વારા વ્યાજની આવકની પુષ્ટિ કરવી જોઈએ. કોઇપણ પ્રકારની વિસંગતતા હોય તો તમારે તરત જ બેંક અથવા આવકવેરા વિભાગની ફિડબેક સિસ્ટમને જાણ કરવી જોઈએ અને તેને સુધારવા માટે કહેવું જોઈએ…

જો તમે 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ છો, તો ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDમાંથી મળતું વ્યાજ તમારા માટે સંપૂર્ણપણે ટેક્સેબલ છે… વરિષ્ઠ નાગરિકની જેમ, તમે કલમ 80TTBનો લાભ નથી મેળવી શકતા… ઘણા લોકો બેંક ડિપોઝિટમાંથી વ્યાજ કમાયેલા વ્યાજની માહિતી ઇનકમ ટેક્સ રિટર્નમાં ભૂલથી અથવા જાણી જોઈને નથી આપતા… તમારે આનાથી બચવું જોઈએ કારણ કે તમે તેને તમારા રિટર્નમાં દર્શાવો કે ન દર્શાવો..આવકવેરા વિભાગ પાસે તમારી કમાણીની માહિતી હોય છે…જાણી જોઇને આવક ન બતાવવી તમને ભારે પડી શકે છે…

 

Published: April 5, 2024, 19:46 IST