આવક વેરા વિભાગે FY25 માટે Tax કલેક્શન, રિફન્ડ મંજૂરીનો વચગાળાનો એક્શન પ્લાન જાહેર કર્યો

આવક વેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે રિફન્ડ મંજૂરી, એસેટ રીલિઝ અને કમ્પાઉન્ડિંગ પ્રપોઝલ માટે સમયમર્યાદા નક્કી કરી છે. એક્શન પ્લાનમાં TDS અને અપીલ પ્રોસેસ પર ધ્યાન આપવામાં આવ્યું છે.

આવક વેરા વિભાગે FY25 માટે Tax કલેક્શન, રિફન્ડ મંજૂરીનો વચગાળાનો એક્શન પ્લાન જાહેર કર્યો

Money9 Gujarati:

આવક વેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનો એક્શન પ્લાન જાહેર કર્યો છે. TDS શોર્ટ-પેમેન્ટના કેસ શોધવા પર અને અપીલ પ્રોસેસ ઝડપી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવક વેરા વિભાગની યોજના છે.

એક્શન પ્લાનમાં રિફન્ડ એપ્રૂવલ અને એસેટ રીલિઝ માટે સમયમર્યાદા નક્કી કરવાનો સમાવેશ થાય છે. કમ્પાઉન્ડિંગ દરખાસ્તોને પણ એક્શન પ્લાનમાં સામેલ કરવામાં આવી છે. એટલું જ નહીં, એવા કેસોની ઓળખનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં જપ્ત કરાયેલી સંપત્તિઓ રિલીઝ થવાની છે અને તેને 30 જૂન, 2024 સુધીમાં રિલીઝ કરવાની છે.

1 એપ્રિલ, 2020 પહેલા અને પછી દાખલ કરવામાં આવેલી અપીલોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એક્શન પ્લાનમાં એ પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે કે ઓછામાં ઓછી 150 અપીલ 30 જૂન સુધીમાં ઉકેલવી જોઈએ અને 31 માર્ચ, 2024 સુધી પેન્ડિંગ રહેલી કમ્પાઉન્ડિંગ દરખાસ્તોને અંતિમ સ્વરૂપ આપવું જોઈએ.

કરદાતાઓએ હવે તેમના સંબંધિત આકારણીઓને લગતા બાકી રિફંડ માટે આકારણી અધિકારી (assessing officer) સમક્ષ અરજી કરવાની જરૂર છે.

આ સક્રિય અભિગમનો ઉદ્દેશ્ય રિફંડ પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે, કરદાતાઓને નોંધપાત્ર રાહત આપવાનો છે અને કર વહીવટની કાર્યક્ષમતા વધારવા માટે માળખાગત ફ્રેમવર્કને પ્રોત્સાહન આપે છે.

આ યોજનાનો ધ્યેય 1 એપ્રિલ, 2024 થી પ્રાપ્ત થયાના એક મહિનાની અંદર શૂન્ય/લોઅર TDS અથવા TCS પ્રમાણપત્રોની અરજીના રિઝોલ્યુશનને ઝડપી બનાવવાનો છે, જેનાથી કરદાતાઓના રોકડ પ્રવાહને ફાયદો થશે. 30 જૂન, 2024 સુધીમાં મોટા અને નાના વાંધાઓના પતાવટને લક્ષ્યાંક રાખીને ઓડિટ વાંધા ઠરાવોને પ્રાથમિકતા આપવામાં આવે છે.

 

 

Published: April 11, 2024, 22:02 IST