કેટલી ટેક્સ ડિમાન્ડ થશે માફ? ઓનલાઇન ચેક કેવી રીતે કરશો?

નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ રજૂ કરેલા વચગાળાના બજેટમાં નાના tax payersને રાહત આપી હતી અને વર્ષોથી પેન્ડિંગ TAX DEMAND પાછી ખેંચવાની જાહેરાત કરી હતી...

કેટલી ટેક્સ ડિમાન્ડ થશે માફ? ઓનલાઇન ચેક કેવી રીતે કરશો?

Money9: સરકારે નાની અને જૂની ટેક્સ ડિમાન્ડને પાછી ખેંચવાની શરૂઆત કરી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ રજૂ કરેલા વચગાળાના બજેટમાં નાના કરદાતાઓને રાહત આપી હતી અને વર્ષોથી પેન્ડિંગ ટેક્સ ડિમાન્ડ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી… હવે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે CBDT એ આ સંદર્ભે આદેશ જાહેર કર્યો છે. કેટલી રકમની ટેક્સ ડિમાન્ડ કેન્સલ કરવામાં આવી રહી છે…કેવી રીતે તમે ટેક્સ ડિમાન્ડ ઓનલાઈન ચેક કરી શકો છો…આવો આ અંગે તમામ માહિતી મેળવીએ..

નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં એવા કરદાતાઓને રાહત આપી જેમના પર ટેક્સની બાકી બોલતી હતી. સીતારમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં નાની-મોટી, નોન-વેરિફાઇડ અથવા વિવાદિત ટેક્સ ડિમાન્ડ છે… જેમાંથી ઘણાં કેસો તો 1962ની પહેલાના છે.

આનું પરિણામ એ છે કે પ્રામાણિક કરદાતાઓને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને પછીના વર્ષોમાં રિફંડ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ પગલાથી 1 કરોડ કરદાતાઓને ફાયદો થશે.

નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, “હું નાણાકીય વર્ષ 2009-10 સુધી 25,000 રૂપિયા અને નાણાકીય વર્ષ 2010-11 થી 2014-15 સુધી 10,000 રૂપિયા સુધીની બાકી ડાયરેક્ટ ટેક્સ ડિમાંડને પાછી ખેંચવાનો પ્રસ્તાવ મૂકું છું…”

આને સરળ ભાષામાં સમજીએ તો જેમની ટેક્સ ડિમાન્ડ આ સમયગાળા દરમિયાનની છે અને મોનિટરી લિમિટની મર્યાદામાં છે તેને માફ કરવામાં આવશે.

હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે સીબીડીટીએ આ અંગે આદેશ બહાર પાડ્યો છે..જે મુજબ, જૂની ટેક્સ ડિમાન્ડને માફ અથવા રદ કરવા માટે કરદાતા દીઠ 1 લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે ડિમાન્ડ 31 જાન્યુઆરી, 2024 સુધી બાકી છે…તેમાં આવકવેરા ઉપરાંત વેલ્થ ટેક્સ, અને ગિફ્ટ ટેક્સ સાથે સંબંધિત ડિમાન્ડ કવર થશે. 1 લાખ રૂપિયાની મર્યાદામાં ટેક્સ ડિમાન્ડની મૂળ રકમ, વ્યાજ, દંડ, ફી, સેસ અથવા સરચાર્જનો સમાવેશ થાય છે…

સીબીડીટીએ તેના આદેશમાં કેટલીક બાબતોની સ્પષ્ટતા કરી છે…

ઉદાહરણ તરીકે, આ છૂટ tax deducted at source એટલે કે TDS અને tax collected at source એટલે કે TCS ડિમાન્ડ પર લાગુ નહીં પડે.

આ મુક્તિ કરદાતાને ‘ક્રેડિટ’ અથવા ‘રિફંડ’ ના કોઈપણ દાવાનો અધિકાર નથી આપતી.

ઉપરાંત, આ છૂટથી ટેક્સપેયર સામે ચાલી રહેલી, શરૂ થયેલી અથવા સંભવિત ફોજદારી કાનૂની કાર્યવાહી પર નહીં થાય.

કોઈપણ કાયદા હેઠળ જો કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો… તો તેનાથી ઇમ્યુનિટી એટલે કે બચાવ કે છુટકારો નહીં મળે.

CBDTના આદેશ બાદ, એવા લોકોની જૂની ટેક્સ ડિમાન્ડને માફ અને રદ્દ કરી દેવામાં આવશે જે એલિજિબિલિટી ક્રાઇટેરિયાને પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં કરદાતા આવકવેરાની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જઈને સ્ટેટસ ચેક કરી શકે છે.

આના માટે, તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાંખીને લોગ ઇન કરવું પડશે…ત્યારબાદ પેન્ડિંગ એક્શનમાં રિસ્પોન્સ ટુ આઉટસ્ટેન્ડિંગ ડિમાન્ડ પર જઈને ટેક્સ ડિમાન્ડનું સ્ટેટસ ચેક કરી શકો છો.

રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ આપેલી માહિતી મુજબ કુલ 35 લાખ કરોડ રૂપિયા સાથે સંકળાયેલી 2.68 કરોડ ટેક્સ ડિમાન્ડને લઈને વિવિધ પ્લેટફોર્મ પર વિવાદ ચાલી રહ્યો છે.

2.68 કરોડ ડિમાન્ડમાંથી, 2.1 કરોડ ડિમાન્ડ એવી છે જે 25,000 રૂપિયાથી ઓછી છે… કુલ 2.1 કરોડ ડિમાન્ડમાંથી, 58 લાખ ડિમાન્ડ નાણાકીય વર્ષ 2009-10ની અને અન્ય 53 લાખ માંગણીઓ 2010-11 થી 2014-15ના સમયગાળાની છે.

મલ્હોત્રાએ કહ્યું, “ 25,000 રૂપિયા અને 10,000 રૂપિયાની 1.1 કરોડ ટેક્સ ડિમાન્ડ છે… તેની વેલ્યૂ 3,500 કરોડ રૂપિયાથી ઓછી છે. સરકારના આ નિર્ણયથી નાના કરદાતાઓને મોટી રાહત મળશે…સાથે જ નાની ટેક્સ ડિમાન્ડમાં આવકવેરા વિભાગને જે મોટા ખર્ચા થાય છે તેમાં પણ ઘટાડો થશે.

ટેક્સ ડિમાન્ડ સંબંધિત તમારા મનમાં કોઇપણ જાતના પ્રશ્નો હોય અથવા ચિંતા થતી હોય, તો તમે 1800 309 0130 પર કૉલ કરી શકો છો અથવા taxdemand@cpc.incometax.gov.in પર ઇમેઇલ કરીને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

Published: March 7, 2024, 11:49 IST