Money9: NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ. તે એક સરકારી રિટાયરમેન્ટ સ્કીમ છે. 18 વર્ષથી ઉપરની ઉંમરનો કોઇપણ ભારતીય આ ખાતુ ખોલાવી શકે છે. NPSમાં રોકાણ કરીને રિટાયરમેન્ટ પ્લાનિંગ અને ટેક્સ સેવિંગ બન્ને કામ એક સાથે કરી શકાય છે. 31 જાન્યુઆરી 2023 સુધી દેશમાં NPS સબ્સ્ક્રાઇબરની સંખ્યા 1 કરોડ 69 લાખ 74 હજાર 190 હતી… NPSમાં બે પ્રકારના ખાતા હોય છે. ટિયર-1 ખાતામાં લોક ઇન પીરિયડ હોય છે, પરંતુ તેમાં ટેક્સ બેનિફિટ મળે છે. જ્યારે ટિયર 2 એકાઉન્ટમાંથી સરળતાથી પૈસા કાઢી શકાય છે. જો કે તેમાં ટેક્સ છૂટ નથી.
આવકવેરા કાયદાની કલમ 80CCD(1B) હેઠળ NPSમાં રોકાણ કરવા પર 50,000 રૂપિયાનું એડિશનલ ડિડક્શન મળે છે. આ કપાત સેક્શન 80Cની છૂટની ઉપર છે. 80C હેઠળ દોઢ લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ છે. આશીષ જેવા ઘણાં લોકો, જેમની 80Cની લિમિટ EPF કોન્ટ્રીબ્યૂશન, વીમા પોલિસી, PPF અને બાળકોની ટ્યૂશન ફીમાં જ સમાપ્ત થઇ જાય છે. તેમના માટે NPSમાં રોકાણ કરીને કુલ 2 લાખ રૂપિયાની રકમ પર ટેક્સ બચાવવાનો વિકલ્પ ખુલ્લો છે.
રિટાયરમેન્ટના સમયે કે 60 વર્ષની ઉંમર બાદ NPSમાં યોગદાન કરનારા વ્યક્તિ કુલ જમા રકમના 60 ટકા પૈસા કાઢી શકે છે. આની પર કોઇ ટેક્સ નથી. બાકીની 40 ટકા રકમથી એન્યુટી એટલે પેન્શન પ્લાન ખરીદવો પડે છે. આ એન્યુટી જ્યારે પણ તમારા હાથમાં આવે છે તો તે સંપૂર્ણ રીતે ટેક્સેબલ હોય છે. બાળકોના અભ્યાસ, લગ્ન કે ઘર ખરીદવું, બીમારી જેવા ઉદ્દેશો માટે વ્યક્તિ પોતાના કોન્ટ્રીબ્યૂશનના 25 ટકા સુધી આંશિક ઉપાડ કરી શકે છે.
NPSમાં મોંઘવારી અને સ્મોલ સેવિંગ સ્કીમને મ્હાત આપવાની ક્ષમતા છે. તેમાં રોકાણકારોના પૈસા ઇક્વિટી, કોર્પોરેટ ડેટ, સરકારી જામીનગીરી અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં લાગે છે. એક્ટિવ ચોઇસ ઓપ્શન પસંદ કરીને જાતે નિર્ણય કરી શકાય છે કે તમે કઇ કેટેગરીમાં કેટલું રોકાણ ઇચ્છો છો. જે લોકો ઉંમરની સાથે એસેટ લોકેશનમાં ફેરફાર ઇચ્છે છે તેઓ ઓટો ચોઇસ ઓપ્શનની સાથે જઇ શકે છે. રોકાણકાર પોતાનો પેન્શન ફંડ મેનેજર પણ પસંદ કરી શકે છે.
ઉદાહરણથી સમજીએ NPSના રિટર્નનો હિસાબ
આશીષની ઉંમર 30 વર્ષ છે. તે 60 વર્ષની ઉંમરમાં રિટાયર થશે. જો તે દર મહિને NPSમાં 5,000 રૂપિયાનું રોકાણ કરે છે તો 60 વર્ષની ઉંમરમાં તેનું કુલ રોકાણ 18 લાખ રૂપિયા થશે. 10 ટકા વાર્ષિક અંદાજીત રિટર્ન ગણીએ તો 60 વર્ષે તેના રિટાયરમેન્ટ કોર્પસમાં અંદાજે 1 કરોડ 14 લાખ રૂપિયા હશે. જેમાં 68.3 લાખ રૂપિયા તેને એકસાથે ટેક્સ ફ્રી મળશે. બાકી 45.5 લાખ રૂપિયાથી એન્યુટી લેવા પર 6 ટકાના દરે તેને 22,793 રૂપિયાનું અંદાજીત પેન્શન મળશે. માની લો કે દર મહિને આ 5,000 રૂપિયાનું જો આશીષ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે તો વાર્ષિક 12 ટકા રિટર્નના હિસાબે 30 વર્ષ બાદ તેને 1 કરોડ 76 લાખ રૂપિયાથી વધુ મળશે. તેમાં રોકાણની રકમ 18 લાખ અને બાકીના 1 કરોડ 58 લાખ રૂપિયાનું રિટર્ન મળશે. એટલે કે NPSની તુલનામાં 60 લાખ રૂપિયા વધુ મળશે..
આશીષની મૂંઝવણ તો દૂર થઇ ગઇ. NPSમાં રોકાણ ટેક્સ પણ બચાવે છે. વૃદ્ધાવસ્થામાં એકસાથે પૈસા તથા પેન્શન પણ આપે છે. ઇક્વિટી માર્કેટ સાથે જોડાયેલું હોવાના કારણે તેમાં લાંબાગાળામાં સારુ રિટર્ન મળી શકે છે. જો કે, તેમાં પૈસા લાંબાગાળા સુધી હોલ્ડ રહે છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે તેને કાઢી શકો છો. રોકાણ પર વધુ રિસ્ક ન લેવા માંગતા લોકો માટે NPS યોગ્ય વિકલ્પ સાબિત થઇ શકે છે. પોતાના ભવિષ્યની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને NPSમાં રોકાણ કરવું જોઇએ..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો