પ્રત્યક્ષ કરની ચોખ્ખી આવક 20% વધીને Rs 18.90 લાખ કરોડને પાર થઈ

ચાલુ નાણાકીય વર્ષની 17 માર્ચ સુધીમાં સરકારનું Net direct tax collection વધીને Rs 18.90 લાખ કરોડને પાર થઈ ગયું છે, જેમાં કોર્પોરેશન ટેક્સ, વ્યક્તિગત આવકવેરા (Personal Income Tax) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સામેલ છે.

પ્રત્યક્ષ કરની ચોખ્ખી આવક 20% વધીને Rs 18.90 લાખ કરોડને પાર થઈ

Money9 Gujarati:

સરકારને ચાલુ નાણાકીય વર્ષની 17 માર્ચ સુધીમાં 18.90 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન મળ્યું છે. આ કલેક્શન 19.88 ટકા વધારે છે, એમ સરકારે 19 માર્ચે જાહેર કરેલા ડેટા પરથી જાણવા મળે છે.

આવકવેરા વિભાગના ડેટામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, 18,90,259 કરોડ રૂપિયાના નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં (17 માર્ચ સુધીમાં) કોર્પોરેશન ટેક્સ (CIT) 9,14,469 કરોડ રૂપિયા (રિફંડની ચોખ્ખી રકમ) અને વ્યક્તિગત આવકવેરા (PIT)નો સમાવેશ થાય છે, જેમાં 9,72,224 કરોડના સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) સહિતની રકમ પણ સામેલ છે.
ચાલુ નાણાકીય વર્ષમાં 17 માર્ચ સુધીમાં આવક વેરા વિભાગે લગભગ 3.37 લાખ કરોડ રૂપિયાનું રિફન્ડ ઈશ્યૂ કરી દીધું છે.

રિફન્ડને એડજસ્ટ કરતાં પહેલાં કુલ આંકડાની સરખામણી કરીએ તો, ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 22.27 લાખ કરોડ રૂપિયા થાય છે, જે એક વર્ષ અગાઉના સમયગાળાની તુલનાએ 18.74 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2023-24ની 17 માર્ચ સુધીમાં પ્રત્યક્ષ કર વસૂલાતના કામચલાઉ આંકડા દર્શાવે છે કે ચોખ્ખું કલેક્શન 18,90,259 કરોડ રૂપિયા થયું છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 15,76,776 કરોડ રૂપિયા હતું. આ વખતે નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીએ, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 19.88 ટકા વૃદ્ધિ થઈ છે.”

ઉલ્લેખનીય છે કે, સરકારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના સુધારેલા અંદાજમાં ચાલુ નાણાકીય વર્ષ માટે 19.45 લાખ કરોડ રૂપિયાનો આંકડો આપ્યો હતો. 1 ફેબ્રુઆરી બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24 માટે 19.45 લાખ કરોડ રૂપિયાનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન થવાનો અંદાજ બાંધ્યો હતો, જ્યારે બજેટમાં 18.20 લાખ કરોડ રૂપિયાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો.

 

Published: March 19, 2024, 20:56 IST