ઓનલાઇન ગેમિંગ પર GST લગાવવાની તૈયારીમાં સરકાર, ફંડ એકત્ર કરવામાં મળશે મદદ
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું હતું કે GST કાઉન્સિલ ઓનલાઈન ગેમ્સ પર ટેક્સ લગાવવા અંગેની નીતિ લાવવાની વિચારણા કરી રહી છે અને એકવાર આ નીતિને આખરીઓપ અપાઇ જશે પછી આ ઉદ્યોગને રોકાણ આકર્ષવામાં મદદ મળશે.
Money9: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું હતું કે GST કાઉન્સિલ ઓનલાઈન ગેમ્સ પર ટેક્સ લગાવવા અંગેની નીતિ લાવવાની વિચારણા કરી રહી છે અને એકવાર આ નીતિને આખરીઓપ અપાઇ જશે પછી આ ઉદ્યોગને રોકાણ આકર્ષવામાં મદદ મળશે. દક્ષિણ કોરિયાની મુલાકાતે ગયેલા સીતારમણે અહીં ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં ભાગ લેતા જણાવ્યું હતું કે ઑનલાઇન ગેમિંગ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાના સંદર્ભમાં GST કાઉન્સિલ સ્તરે વિચારણા ચાલી રહી છે. તેમણે કહ્યું કે GST ટેક્સેશન ઉપરાંત નિયમન સંબંધિત મુદ્દાઓ પર પણ મંત્રી સ્તરીય ચર્ચા ચાલી રહી છે.
વિદેશી રોકાણ આકર્ષવામાં મદદ કરશે
કોરિયન ગેમિંગ કંપની ક્રાફ્ટન દ્વારા ગેમિંગ ક્ષેત્રમાં વિદેશી રોકાણને આકર્ષવા માટે લેવામાં આવેલા પગલાં વિશે પૂછવામાં આવ્યું ત્યારે નાણાં પ્રધાને કહ્યું કે, “આ નીતિની નિશ્ચિતતા સાથે, કરવેરાની જોગવાઇ વધુ સ્પષ્ટ થશે અને તે રોકાણકારોને આકર્ષિત કરશે.” GST સંબંધિત મુદ્દાઓ પર નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા GST કાઉન્સિલની અધ્યક્ષતા નાણા પ્રધાન કરે છે, જેમાં રાજ્યોના નાણા પ્રધાનો પણ તેનો ભાગ હોય છે.
Published - May 4, 2023, 02:07 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો