સપ્તાહમાં માત્ર 10 કલાક કામ કરીને મહિને Rs 10 લાખ સુધી કમાતા આ લોકો કોણ છે?

EYના જણાવ્યા પ્રમાણે, ભારતમાં influencersની સંખ્યા 40 લાખ છે અને આ લોકો સપ્તાહમાં માત્ર થોડાક કલાક કામ કરીને છપ્પરફાડ કમાણી કરી રહ્યાં છે.

influencer, Influencer marketing, influencer, EY, news, news in Gujarati, social media influencers, social media news in Gujarati, influencers earning, social media influencers in Gujarati, Content, Money9 Gujarati

Money9 Gujarati:

પહેલાં એવું કહેવાતું હતું કે, પઢોગે લિખોગે બનોગે નવાબ, ખેલોગે કૂદોગે બનોગે ખરાબ. પરંતુ 2024માં આ વાત ખોટી ઠરે છે. હવે તો કહેવાય છે કે, Instagram Reels બનાવો અને કરોડપતિ થઈ જાવ. આજના મોબાઈલમય જમાનામાં લોકો Youtube Shorts અને Instagram Reels જોવા પાછળ કલાકોના કલાકો ગાળી રહ્યાં છે અને તેના કારણે કરોડોની કમાણી કરી રહ્યાં છે આ કન્ટેન્ટ બનાવનારા લોકો. આવા લોકોને Social Media influencers (સોશિયલ મીડિયા પ્રભાવક) કહે છે.

કોણ છે influencers?

લોકો ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં કે યુટ્યૂબના શોર્ટસ્ કે વીડિયોમાં જે લોકોને જુએ છે તેમને ઈન્ફ્લુઅંસર્સ કહે છે. આવા ઈન્ફ્લુઅંસર્સ ટ્રાવેલથી લઈને ઈન્વેસ્ટમેન્ટના અને સ્વાસ્થ્યથી લઈને ખુશખુશાલ જીવન જીવવાની વાતો કરે છે. કોઈ કલાકારી કરીને તો કોઈ સંગીત શીખવાડીને અને કોઈ રસોઈ કળા શીખવીને ઈન્ફ્લુઅંસર્સ તરીકે ધૂમ મચાવી રહ્યાં છે. આ ઈન્ફ્લુઅંસર્સ દરરોજ નીતનવી માહિતી અને વાતો અલગ અંદાજમાં રજૂ કરતા રહે છે અને લાખો સબ્સક્રાઈબર્સ દ્વારા કરોડો વ્યૂ મેળવે છે.

ક્યાંથી થાય છે કમાણી?

આ ઈન્ફ્લુઅંસર્સ માત્ર મનોરંજન નથી કરતા, પરંતુ ખિસ્સા ભરી-ભરીને કમાણી પણ કરે છે. તમારા થકી જ તેમને કમાણી થાય છે. તમે લાઈક, શેર, સબ્સક્રાઈબ કરો અને વ્યૂ આપો તેનો ફાયદો આ લોકોને મળે છે. તેમને પ્લેટફોર્મ પાસેથી સીધી કમાણી થાય છે. આ ઉપરાંત, વિવિધ કંપનીઓ પોતપોતાની બ્રાન્ડ્સના પ્રચાર માટે પણ ઈન્ફ્લુઅંસર્સનો ઉપયોગ કરે છે, જેના કારણે પણ તેમને કમાણી થાય છે.

Mega, Macro, Micro & Nano

ઈન્ફ્લુઅંસર્સની કેટેગરીને પણ સમજીએ. ઈન્ફ્લુઅંસર્સ અથવા કન્ટેન્ટ ક્રિએટર્સને સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. જો કોઈ કન્ટેન્ટ ક્રિએટર્સના 10 લાખથી વધુ ફોલોઅર્સ હોય તો તેને ‘મેગા ઈન્ફ્લુઅંસર્સ’ કહેવામાં આવે છે.

1થી 10 લાખ ફોલોઅર્સ ધરાવનાર વ્યક્તિને ‘મેક્રો ઈન્ફ્લુઅંસર્સ’ કહે છે. ‘માઇક્રો ઇન્ફ્લુઅન્સર્સ’ એવા છે જેમના 10,000થી 1 લાખ ફોલોઅર્સ છે. ‘નેનો ઈન્ફ્લુઅંસર્સ’ એવા છે જેમના સોશિયલ મીડિયા પર 100થી 10,000 ફોલોઅર્સ છે.

Income of influencer

હવે કમાણીની વાત કરીએ તો, જે ઈન્ફ્લુઅંસર્સ મહિને 1 લાખથી 10 લાખ રૂપિયા કમાય છે. 12 ટકા ઈન્ફ્લુઅંસર્સ લોકોમાં મેક્રો અને માઇક્રો ઈન્ફ્લુઅંસર્સનો સમાવેશ થાય છે.

એવું નથી કે જેમના ફોલોઅર્સ ઓછા છે તેમની આવક પણ ઓછી છે. 100 બ્રાન્ડ્સમાંથી, 47 ટકાએ તેમના ખર્ચમાં ઘટાડો કરવા માટે માઇક્રો અને નેનો ઈન્ફ્લુઅંસર્સને પસંદ કરવાનું નક્કી કર્યું છે.

સર્વેમાં વધુ એક રસપ્રદ આંકડો જાણવા મળ્યો છે. ચીન, અમેરિકા અથવા અન્ય યુરોપિયન દેશોમાં ઈન્ફ્લુઅંસર્સ દર મહિને આટલી કમાણી કરવા માટે દર સપ્તાહે 39 કલાક કામ કરે છે, પરંતુ ભારતીય કન્ટેન્ટ ક્રિએટર્સ અઠવાડિયામાં માત્ર 10 કલાક કામ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આ સારો સમયગાળો છે, કારણ કે, કંપનીઓ તેમના વિજ્ઞાપન બજેટનો મોટો હિસ્સો ઈન્ફ્લુઅંર્સને આપવા માટે તૈયાર છે.

બ્રાન્ડ એમ્બેસેડર બનવા લાગ્યા

હવે હીરો-હીરોઈન કે કોઈ સેલિબ્રિટીની જેમ આ ઈન્ફ્લુઅંસર્સ પણ બ્રાન્ડ એમ્બેસેડર બનવા લાગ્યા છે. કોઈ પણ કંપનીએ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું હોય તો, ઈન્ફ્લુઅંસર્સ અલગ અંદાજમાં સરળ ભાષામાં લાખો લોકો સુધી માર્કેટિંગ કરી આપવાનું એક મજબૂત માધ્યમ બની રહ્યાં છે. આવા ઈન્ફ્લુઅંસર્સ પાસે બ્રાન્ડનો પ્રચાર કરાવીને કંપનીઓને પણ ખર્ચમાં બચત થાય છે. જો બોલિવૂડના એક્ટર્સ પાસે માર્કેટિંગ કરાવે તો અઢળક ફી ચૂકવવી પડે છે અને તેમના નખરા પણ સહન કરવા પડે છે. તેની તુલનાએ ઈન્ફ્લુઅંસર્સ સસ્તામાં પ્રચાર કરી આપે છે અને બ્રાન્ડને ગ્રાહકો સુધી પહોંચાડી આપે છે.

કરોડો રૂપિયાનું છે માર્કેટ

કદાચ તમને આ વાત નાની-સૂની લાગતી હશે, પરંતુ ઈન્ફ્લુઅંસર્સ માર્કેટિંગનું બજાર (influencer marketing industry) હજારો કરોડ રૂપિયાનું થઈ ગયું છે.

EY અને Collective Artists Network દ્વારા ‘The State Of Influencer Marketing in India’ મથાળા હેઠળ એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 2026 સુધીમાં ઈન્ફ્લુઅંસ માર્કેટિંગ ઉદ્યોગનું કદ 3,375 કરોડ રૂપિયાએ પહોંચી જશે. આ રિપોર્ટમાં કેટલીક આશ્ચર્યજનક માહિતી પણ સામે આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતના લગભગ 9.3 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સમાંથી 12 ટકા ક્રિએટર્સ તો મહિને 1 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે.
આ તમને નાનું લાગશે. પરંતુ પ્રભાવકોનું આ બજાર હજારો કરોડનું થઈ ગયું છે. સર્વિસ ફર્મ અર્ન્સ્ટ એન્ડ યંગના ‘ધ સ્ટેટ ઓફ ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ ઈન ઈન્ડિયા’ રિપોર્ટમાં ઘણા આશ્ચર્યજનક આંકડાઓ સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, દેશમાં લગભગ 9.3 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સમાંથી 12 ટકા દર મહિને 1 લાખથી 10 લાખ રૂપિયાની વચ્ચે કમાણી કરી રહ્યાં છે.

કમાણીમાં થયો જંગી વધારો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં 77 ટકા ઈન્ફ્લુઅંસર્સની કમાણી નોંધપાત્ર રીતે વધી છે. 86 ટકા ઈન્ફ્લુઅંસર્સ આગામી બે વર્ષમાં તેમની આવકમાં 10 ટકાથી વધુ વૃદ્ધિની અપેક્ષા રાખે છે.

EY India અનુસાર, ભારતમાં 40 લાખ ઈન્ફ્લુઅંસર્સ છે. તેમાંથી મોટાભાગના આગામી વર્ષોમાં તેમના કન્ટેન્ટની મદદથી કમાણી શરૂ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, મોટાભાગના ઈન્ફ્લુઅંસર્સ આગામી બે વર્ષમાં 10 ટકાથી વધુ વૃદ્ધિની અપેક્ષા રાખે છે.

બીજી બાજુ, જો આપણે કંપનીઓ વિશે વાત કરીએ, તો બ્રાન્ડ્સ ઈન્ફ્લુઅંસર્સ માર્કેટિંગ પર ભારે ખર્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેના કારણે આગામી સમયમાં ઈન્ફ્લુઅંસર્સની આવક વધવાનું નિશ્ચિત છે. રિપોર્ટ અનુસાર, 2026 સુધીમાં ઈન્ફ્લુઅંસર્સ માર્કેટિંગનું કદ 2024માં 2344 કરોડ રૂપિયા હશે જે 2026 સુધીમાં રૂ.3,375 કરોડ સુધી પહોંચવાની આશા છે.

ઈન્ફ્લુઅંસર્સ માર્કેટિંગનો વ્યાપ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધી રહ્યો છે. 2023માં તેમાં 25 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ઈન્ફ્લુઅંસર્સ માર્કેટિંગનું કદ 2023માં રૂ. 1875 કરોડ અને 2022માં રૂ. 1500 કરોડ હતું.

 

Published: April 2, 2024, 22:06 IST