Jiocinema New Plan: અંબાણીની કંપનીએ ઘટાડ્યા ભાવઃ દૈનિક 1 રૂપિયાથી પણ ઓછો થશે ખર્ચ

જિયોસિનેમાએ માસિક 29 રૂપિયાની ઓછી કિંમતનો પ્લાન લાવીને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમની મુસીબત વધારી દીધી છે. હરીફ કંપનીઓ પણ રેટમાં ઘટાડો કરે તેવી શક્યતા છે.

JioCinema, Mukesh Ambani, Netflix, Amazon Prime, OTT, Reliance, RIL, Ambani, JioCinema New Subscription Plan, JioCinema subscription, SVOD market, Viacom18, News in Gujarati, Money9 Gujarati, Feels, Shorts,

Money9 Gujarati:

જિયોસિનેમા 1 રૂપિયાથી પણ ઓછી કિંમતનો સબ્સક્રિપ્શન પ્લાન લાવી છે. મુકેશ અંબાણીની કંપની જિયોસિનેમાએ માસિક 29 રૂપિયાનો નવો પ્લાન લૉન્ચ કર્યો છે. આટલી ઓછી કિંમતનો પ્લાન લાવીને રિલાયન્સે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમની મુસીબત વધારી દીધી છે.
viacom18ના માલિકીહકવાળા OTT પ્લેટફોર્મે આ નવા પ્લાન સાથે OTT માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો છે. હવે હરીફ કંપનીઓ પણ રેટ ઘટાડે તેવી શક્યતા લાગી રહી છે.

જિયોસિનેમાનો નવો પ્લાન ખરીદીને તમે 4K ક્વોલિટીમાં હોલિવૂડની ફિલ્મો, ટીવી શો, સીરિઝ સહિતનો પ્રીમિયમ કન્ટેન્ટ પાંચ ભાષામાં જાહેરાત વગર જોઈ શકશો. આ પ્લાન માત્ર એક ડિવાઈસ પર ચાલશે. જો ફેમિલી પ્લાન લેશો તો એક સાથે ચાર ડિવાઈસ પર સ્ટ્રીમિંગ થઈ શકશે, પરંતુ ફેમિલી પ્લાન માટે માસિક 89 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ જિયોસિનેમાએ તેના ફેમિલી પ્લાનની કિંમત માસિક 99 રૂપિયા અથવા વાર્ષિક 999 રૂપિયા રાખી હતી, પરંતુ તેમાં જાહેરાતો જોવી પડતી હતી.

અત્યાર સુધી Over The Top (OTT) પ્લેટફોર્મ પાસે 99 રૂપિયા પ્રતિ માસ અને 999 રૂપિયા પ્રતિ વર્ષવાળા બે સબસ્ક્રિપ્શન પ્લાન હતા. પરંતુ હવે તેમની કિંમતમાં બે તૃતિયાંશ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પ્લાન એડ ફ્રી નહતા.

નવા 29 રૂપિયાવાળા નવા પ્રીમીયમ પ્લાનની તો કંપનીનું કહેવું છે કે આ નવા સબસ્ક્રિપ્શન સાથે યુઝર્સ 4K ક્વોલિટીમાં મૂવી, ટીવી સિરીઝ, અને કિડ્સ પ્રોગ્રામિકની મજા ઓનલાઈવ અને ઓફલાઈન મોડમાં લઈ શકશે. યૂઝર્સ કોઈ પણ ડિવાઈસ પર પાંચ ભાષાઓમાં આ કન્ટેન્ટ જોઈ શકશે.

નવા જિયોસિનેમા સબસ્ક્રિપ્શન પ્લાન આજથી રિચાર્જ માટે ઉપલબ્ધ છે. આ એક એડ ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન છે એટલે કે એક્સક્લૂઝિવ સિરીઝ, મૂવીઓ, હોલીવુડ, કિડ્સ અને ટીવી કન્ટેન્ટને જાહેરાતો વગર જોઈ શકશો. આ પ્લાનને ટીવી, મોબાઈલ, ટેબલેટ અને લેપટોપ પર એક્સેસ કરી શકાય છે.

ઓટીટી પ્લેટફોર્મ એક ફેમિલી પ્લાન પણ ઓફર કરે છે. જેની કિંમત 89 રૂપિયા માસિક છે. આ પ્લાનમાં જિયોસિનેમા યૂઝર્સની સાથે 4 ડિવાઈસમાં સ્ક્રીન એક્સેસ કરી શકો છો. એટલે કે એક સાથે ચાર લોકો એક જ જિયો સિનેમા સબસ્ક્રિપ્શન દ્વારા કન્ટેન્ટ જોઈ શકશે. અત્રે જણાવવાનું કે જિયો સિનેમા પર સ્પોર્ટ્સ કન્ટેન્ટ જેમ કે આઈપીએલ વગેરે પહેલાની જેમ જ ફ્રી રહેશે. પ્લેટફોર્મના એડ સપોર્ટેડ ઓફર હેઠળ ટાટા આઈપીએલ 2024ની આખી સીઝનની બધી મેચો જિયોસિનેમા પર વિનામૂલ્યે જોઈ શકાય છે.

જિયો સિનેમા પર પ્રીમીયમ મેમ્બર્સને દુનિયાભરની મોટી ગ્લોબલ સિરીઝ અને મૂવી પ્રીમીયરનું એક્સેસ મળે છે. આ પ્લેટફોર્મ પર ગેમ ઓફ થ્રોન્સ, હાઉસ ઓફ ધ ડ્રેગન, Oppenheimer, Barbi સહિત હિન્દી, તમિલ, તેલુગુ, બંગાળી, મરાઠી ભાષાઓની બધી મોટી મોટી મૂવીઓ, ટીવી શો અને વેબસિરીઝ ઉપલબ્ધ છે. આ ઉપરાંત જિયોસિનેમા યૂઝર્સને કલર્સ, Nickelodeon અને કલર્સની તમામ પ્રાદેશિક ભાષાઓની ચેનલનું એક્સેસ પણ મળશે. એટલે કે ટીવી પર આવતા પહેલા જ તેઓ સિરિયલ્સ જોઈ શકે છે.

Published: April 25, 2024, 19:30 IST