મુંબઈ બન્યું અબજોપતિઓનું કેન્દ્ર, ચીનના બીજિંગને પણ પાછળ છોડ્યું

Hurun Global Rich List અનુસાર, મુંબઈમાં 92 અબજોપતિ રહે છે જ્યારે બીજિંગમાં 91 અબજોપતિ છે. ભારતમાં 271 અબજોપતિ રહે છે જ્યારે ચીનમાં કુલ 814 અબજોપતિ છે.

Ambani Adani

Money9 Gujarati:

ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરે અબજોપતિની સંખ્યાની રેસમાં ચીનના બીજિંગ શહેરને પાછળ પાડી દીધું છે. મુંબઈ હવે એશિયાનું અબજોપતિનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. Hurun Global Rich List અનુસાર, મુંબઈમાં 92 અબજોપતિ રહે છે જ્યારે બીજિંગમાં 91 અબજોપતિ છે. જોકે, દેશ-દેશ વચ્ચેની સરખામણી કરીએ તો, ચીન ભારત કરતાં ઘણું પાછળ છે. ભારતમાં માત્ર 271 અબજોપતિ રહે છે જ્યારે ચીનમાં કુલ 814 અબજોપતિ છે.

વિશ્વમાં મુંબઈ ત્રીજું શહેર

સૌથી વધુ 119 અબજોપતિ ન્યૂ યોર્ક શહેરમાં રહે છે જ્યારે બીજા ક્રમે 97 અબજોપતિ સાથે લંડન છે. મુંબઈ 92 અબજોપતિ સાથે ત્રીજા ક્રમે છે. બીજિંગ 91 અબજોપતિ સાથે ચોથા ક્રમે જ્યારે 87 અબજોપતિ સાથે શાંઘાઈ પાંચમા ક્રમે છે. છઠ્ઠા ક્રમે શેન્જેન (84 અબજોપતિ) અને સાતમા ક્રમે હોંગ કોંગ (65 અબજોપતિ) છે.

મુંબઈમાં 26 નવા અબજોપતિ ઉમેરાયા

મુંબઈ શહેરમાં છેલ્લાં 1 વર્ષમાં 26 નવા અબજોપતિ ઉમેરાયા હોવાથી તે સડસડાટ ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. મુંબઈમાં વસતા 92 અબજોપતિની કુલ સંપત્તિ 445 અબજ ડૉલર છે, જે એક વર્ષમાં 47 ટકાનો ઉછાળો દર્શાવે છે. તેની સામે બીજિંગના 91 અબજોપતિની કુલ સંપત્તિ 265 અબજ ડૉલર છે અને તેમાં 28 ટકાનો ઘટાડો થયો છે. બીજિંગમાં છેલ્લાં 1 વર્ષમાં 18 અબજોપતિ એવા હતા, જે હવે કરોડપતિ થઈ ગયા છે. એટલે કે, તેઓ અબજોપતિની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. મુંબઈમાં અબજોપતિની સંપત્તિમાં વધારો થયો છે, તેમાં એનર્જી અને ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો મુખ્ય ફાળો છે કારણ કે, મુકેશ અંબાણી મુંબઈમાં રહે છે.

મુકેશ અંબાણી સૌથી આગળ

Hurun Global Rich List અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીની સંપત્તિ 115 અબજ ડૉલર છે, જેના લીધે તેઓ ભારતનાં નંબર-1 ધનિક બની રહ્યાં છે અને વિશ્વની યાદીમાં તેમણે 10મું સ્થાન જાળવી રાખ્યું છે. અંબાણીની સંપત્તિમાં છેલ્લાં 1 વર્ષમાં 40 ટકા (33 અબજ ડૉલરનો) ઉમેરો થયો છે.

રિયલ એસ્ટેટ ખેલાડી મંગલ પ્રભાત લોઢા અને પરિવારે પોતાની સંપત્તિમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ 116 ટકાનો ઉમેરો કર્યો છે.

ગૌતમ અદાણી પણ ફાયદામાં

રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2023માં હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં મોટા ગાબડાં પડ્યા હતા, પરંતુ અદાણી આ ખોટને મોટા ભાગે સરભર કરીને ફરી વિશ્વની યાદીમાં 15મા ક્રમે પહોંચી ગયા છે. છેલ્લાં એક વર્ષમાં અદાણીની સંપત્તિમાં 62 ટકાનો વધારો થયો છે. તેઓ ભારતમાં અંબાણી પછી બીજા ક્રમના ધનિક વ્યક્તિ છે.

HCLના શિવ નાદર અને તેમના પરિવારની સંપત્તિ અને વૈશ્વિક રેન્કિંગ બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તે 16 સ્થાનની છલાંગ લગાવીને 34મા સ્થાને પહોંચવામાં સફળ રહયા છે.

તેનાથી વિપરીત સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાયરસ એસ પૂનાવાલાની નેટવર્થ નજીવી રીતે ઘટીને 82 બિલિયન ડોલર થઈ છે. તે 9 સ્થાન ઘટીને 55મા સ્થાને આવી ગયા છે. સન ફાર્માસ્યુટિકલ્સના દિલીપ સંઘવી 61મું સ્થાન અને કુમાર મંગલમ બિરલા 100મું સ્થાન હાંસલ કરી મુંબઈમાં ફાળો આપે છે.

રાધાકિશન દામાણીની તેમની સંપત્તિમાં સાધારણ પરંતુ સતત વધારો થયો છે. DMart ની સફળતાથી પ્રેરિત તેમને આઠ સ્થાન ઉપર 100માં સ્થાને લઈ ગયા છે. આ અબજોપતિઓના કારણે મુંબઈ આજે અબજોપતિઓના શહેરની બાબતમાં ચીનને પાછળ છોડી દીધું છે.

 

Published: March 26, 2024, 22:28 IST