શું છે Chakshu? સાયબર ફ્રોડના કેસમાં કેવી રીતે આવશે કામ?

સરકારે સામાન્ય લોકોને સાયબર અપરાધ અને ઠગાઇથી બચાવવા માટે Chakshu (ચક્ષુ) નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે. સાયબર ઠગો જો કોલ કે સોશિયલ સાઇટ દ્વારા તમને છેતરી રહ્યા છે કે બ્લેકમેઇલ કરી રહ્યા છે તો તેની ફરિયાદ ચક્ષુ પ્લેટફોર્મ પર કરો. જેનાથી તમે ઠગાઇથી બચી જશો

શું છે Chakshu? સાયબર ફ્રોડના કેસમાં કેવી રીતે આવશે કામ?

Money9: ગજેન્દ્રના વ્હોટ્સએપ પર 22,000 રૂપિયાના પેન્ડિંગ વીજ બિલનો મેસેજ આવ્યો…મેસેજમાં પેમેન્ટ લિંક પણ આપવામાં આવી હતી….અને સાથે ultimatum કે રાતે 9 વાગ્યા સુધી પેમેન્ટ ન કર્યું તો વીજળી કપાઇ જશે…પરંતુ ગજન્દ્રને આશ્ચર્ય થયું કે ફ્લેટમાં તો પ્રીપેઇડ મીટર છે. અલગથી બિલ આવ્યા ને તો જમાનો વિતી ગયો…

ફ્રોડ મેસેજને ગજેન્દ્ર તરત ઓળખી ગયો અને મેસેજ ડિલીટ કરી નાંખ્યો…પૈસાની માંગણી કરતા ફ્રોડ મેસેજનું તો આજકાલ ઘોડાપુર આવ્યું છે.

ક્યારેક કોલ તો કયારેક SMS કે WhatsApp પર હરતા-ફરતા તમારી પાસે પણ આવો મેસેજ પહોંચી જતો હશે…આ પ્રકારના મેસેજને ફક્ત ડિલીટ જ ન કરો પરંતુ તેની ફરિયાદ પણ કરો.

સરકારે સામાન્ય લોકોને સાયબર અપરાધ અને ઠગાઇથી બચાવવા માટે Chakshu (ચક્ષુ) નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે…

સાયબર ઠગો જો કોલ કે સોશિયલ સાઇટ દ્વારા તમને છેતરી રહ્યા છે કે બ્લેકમેઇલ કરી રહ્યા છે તો તેની ફરિયાદ ચક્ષુ પ્લેટફોર્મ પર કરો. જેનાથી તમે ઠગાઇથી બચી જશો. સાથે જ ઘણાં લોકોને બચાવી શકો છો.

ટેલીકોમ વિભાગ એટલે કે Dotએ મોબાઇલ યૂઝર્સની સુરક્ષા વધારવા માટે મે 2023માં સંચાર સારથી પોર્ટલ શરૂ કર્યું હતું. આ પોર્ટલ પર ટેલીકોમ સર્વિસ સાથે સંકળાયેલી ફરિયાદો નોંધાવી શકો છો..

અત્યાર સુધી 13.87 લાખ લોકો મોબાઇલ ફોન ચોરી કે ગુમ થયાની ફરિયાદો નોંધાવી ચૂક્યા છે. પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓની મદદથી 7.37 લાખ મોબાઇલ જપ્ત પણ થઇ ચૂક્યા છે. એટલું જ નહીં, ઠગાઇ થયેલી એક હજાર કરોડથી વધુની રકમ પાછી અપાવવામાં આવી છે. ફ્રોડની ઘટનાઓ સાથે 59 લાખ ફોન કનેક્શન બ્લોક કરવામાં આવ્યા છે. DoTના જણાવ્યા અનુસાર દરરોજ 2,500થી વધુ સંદિગ્ધ ફોન કનેક્શન બ્લોક કરવામાં આવી રહ્યા છે…

સાયબર ક્રાઇમ પર સકંજો કસવા માટે ચક્ષુ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર આ સુવિધા સારથી પોર્ટલ પર છે. બાદમાં ચક્ષુને એપ તરીકે લોન્ચ કરવામાં આવશે…

હવે સવાલ એ છે કે ફરિયાદ રજિસ્ટર કેવી રીતે કરાવશો..ચક્ષુ પર ફ્રોડ અને બ્લેકમેઇલિંગ સાથે જોડાયેલી ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા એકદમ સરળ છે.

આના માટે તમારે સંચાર પોર્ટલ પર જવું પડશે. હોમપેજ પર નીચેની બાજુ સિટીઝન સર્વિસનો ઓપ્શન જોવા મળશે. તેમાં જઇને રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કોમ્યુનિકેશન ચક્ષુ પર ક્લિક કરો. પછી કન્ટીન્યૂનું બટન દબાવો. અહીં એક વિન્ડો ખુલશે. જેમાં સૌપ્રથમ તમારે Call/SMS/ WhatsAppમાંથી જે માધ્યમથી સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેની ડિટેલ ભરવી પડશે. સિલેક્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કેટેગરીમાં તમારે ક્રાઇમ કેટેગરી પસંદ કરવી પડશે. તેમાં તમારે બેંક ખાતા, KYC કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડને બંધ કરાવવાના નામે ફ્રોડ..ગેસ-વીજળી કનેક્શન કે સરકારી અધિકારી બનીને કરવામાં આવેલી ઠગાઇ…અશ્લિલ ફોટો/વીડિયોના નામે ધમકી..આપત્તિજનક કે સંદેહાસ્પદ કોલ કે મેસેજનો વિકલ્પ મળશે. ક્રાઇમની કેટેગરી સિલેક્ટ કર્યા બાદ પ્રુફ માટે સ્ક્રીનશોટ એટેચ કરો. નેકસ્ટ સ્ટેપમાં કોલ કે મેસેજની તારીખ અને સમય નોંધો. ત્યારબાદ પોતાની ફરિયાદની 500 શબ્દોમાં માહિતી આપો. પછી નામ, મોબાઇલ નંબર રજિસ્ટર કરો.

રિપોર્ટને વેરિફાઇ કરવા માટે તમારા મોબાઇલ નંબર પર OTP આવશે…OTP નાંખતા જ ફરિયાદ નોંધાઇ જશે. જેવો કોઇ વ્યક્તિ ચક્ષુ પર ફરિયાદ કરશે, તેની સાથે જોડાયેલી એજન્સીઓ એક્ટિવ થઇ જશે. જે નંબરથી કોલ કે મેસેજ આવ્યો છે, તેનું વેરિફિકેશન ફેઇલ થયું તો તે નંબરને બ્લોક કરી દેવામાં આવશે. આ રીતે ચક્ષુ ટેલીકોમ કંપનીઓ, RBI, લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ, બેંક, નાણાકીય સંસ્થાઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઓળખ દસ્તાવેજ જાહેર કરનારા અધિકારીઓની વચ્ચે ઇન્ફોર્મેશન એક્સચેન્જ અને કોર્ડિનેશન એજન્સી તરીકે કામ કરશે.

પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જિતેન્દ્રા સોલંકી કહે છે કે સાયબર ફ્રોડની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. જેનું એક મોટુ કારણ એ છે કે અત્યાર સુધી આવા કેસોની ફરિયાદો માટે કોઇ યોગ્ય પ્લેટફોર્મ નહોતું. મોટી સંખ્યામાં ઠગાઇના શિકાર લોકો ઇચ્છા હોવા છતાં ફરિયાદ ન્હોતા કરી શકતા. ચક્ષુ પ્લેટફોર્મ પર કોઇ પણ વ્યક્તિ કોલ અને મેસેજ સાથે સંબંધિત ફરિયાદ નોંધાવી શકે છે. આનાથી સાયબર ફ્રોડની ઘટનાઓમાં નિશ્ચિત રીતે ઘટાડો થશે.

ગજેન્દ્રની જેમ જો તમારી પાસે કોઇ સંદિગ્ધ કોલ કે મેસેજ આવે..તો તેની અનદેખી ન કરતા. આ અંગે ચક્ષુ પર ફરિયાદ જરૂર કરો. આ પ્લેટફોર્મ બેકએન્ડ રિપોઝિટરી તરીકે કામ કરશે. જેના દ્વારા તમે ઘણાં લોકોને છેતરાતા બચાવી શકો છો.

Published: March 27, 2024, 14:30 IST