WhatsApp લાવશે નવું ફીચર, નંબર સેવ કર્યા વગર પણ થઈ શકશે કૉલ

WhatsApp નવું ફીચર in-app-dialer વિકસાવી રહી છે. જેવી રીતે તમે ફોન ડાયલર દ્વારા કોઈ અજાણી વ્યક્તિને કૉલ કરો છો તેવી જ રીતે આ ફીચર કામ કરશે.

WhatsApp, voice calls, WhatsApp call, WhatsApp's new feature, WhatsApp call without saving contacts, whatsapp in-app-dialer, whatsapp dialer service, calling unknown number, news, news today, News in Gujarati, Money9 Gujarati, Feels, Shorts,

Money9 Gujarati:

WhatsAppની ટીમ એક નવું ફીચર ડેવલપ કરી રહી છે. આ ફીચરનું નામ છે – in-app-dialer. આ ફીચર આવશે એટલે, તમે નંબર સેવ કર્યા વગર પણ વોઈસ કૉલ કરી શકશો. આ ફીચર હજુ વિકસી રહ્યું છે અને તે વ્હોટ્સએપમાં સામેલ થશે એટલે ફોનમાં કોન્ટેક્ટ એડ કર્યા વગર પણ કૉલ કરી શકાશે. કંપની આગામી ઈવેન્ટમાં નવા ફીચરની જાહેરાત કરે તેવી શક્યતા છે.

ગ્રાહકોને થશે ફાયદો

ગયા વર્ષે વ્હોટ્સએપે નવું ફીચર ઉમેર્યું હતું, જેના કારણે કોન્ટેક્ટ સેવ કર્યા વગર પણ ચેટિંગ થઈ શકે છે. હવે ઈન-એપ ડાયલર ફીચર આવી જશે, એટલે તમે એવા વ્યક્તિના નંબર સેવ કર્યા વગર પણ કૉલ કરી શકશો, જેમના નંબર કાયમ માટે સેવ કરવાની જરૂર હોતી નથી. જેમકે, મીટિંગનું પ્લાનિંગ કરવા માટે, ડિલિવરી બોય સાથે વાત કરવા માટે અથવા તો અપોઈન્ટમેન્ટ લેવા માટે કે અન્ય કોઈ નાના-મોટા કામકાજ માટે વ્યક્તિનો નંબર સેવ કર્યા વગર વાત કરી શકશો. ઘણા કિસ્સામાં તો વ્હોટ્સએપ કોલિંગ સસ્તો પડશે, કારણ કે, વોઈસ કોલિંગના ચાર્જ વધી રહ્યાં છે. ખાસ તો ઈન્ટરનેશનલ કમ્યુનિકેશનમાં ફાયદો થશે.

ફીચર થઈ રહ્યું છે અપડેટ

સૂત્રોનું કહેવું છે કે નવું ડાયલર ફીચર WABetaInfo દ્વારા એન્ડ્રોઇડ માટે WhatsApp બીટા વર્ઝન 2.24.9.28 પર શોધાયું હતું. જોકે આ ફીચર હાલમાં બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ નથી, તે અપડેટમાં રજૂ કરવામાં આવી શકે છે. એકવાર આ ફીચર લાગુ થઈ ગયા પછી, વોટ્સએપ હવે માત્ર એક મેસેજિંગ પ્લેટફોર્મ નહીં રહે પરંતુ તે મલ્ટી-ફંક્શનલ કૉલિંગ સેવામાં ફેરવાઈ શકે છે.

શું છે ઈરાદો?

in-app-dialerનો સમાવેશ કરવા પાછળનો કંપનીનો હેતુ હજુ સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેનો હેતુ વપરાશકર્તાઓ માટે અજાણ્યા નંબર પર કૉલ કરવાનું સરળ બનાવવાનો છે. આના દ્વારા મીટિંગ ગોઠવવી, ડિલિવરીના સમયની પુષ્ટિ કરવી અથવા એપોઇન્ટમેન્ટ નક્કી કરવી વગેરે સરળ બનશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે વોટ્સએપે એક ફીચર લોન્ચ કર્યું હતું જેનાથી યુઝર્સને કોન્ટેક્ટ સેવ કર્યા વગર ચેટ કરવાનું સરળ બન્યું હતું.

Published: April 25, 2024, 21:18 IST