સોનું ઓલટાઇમ હાઇ સપાટીએ... SBIની આ સ્કીમમાં રોકાણ માટે ફક્ત 11 દિવસ બાકી Radio money9

સોનું ઓલટાઇમ હાઇ સપાટીએ... SBIની આ સ્કીમમાં રોકાણ માટે ફક્ત 11 દિવસ બાકી...9 વર્ષ બાદ કરોડપતિ પિતા-પુત્રનું મિલન

સોનું ઓલટાઇમ હાઇ સપાટીએ... SBIની આ સ્કીમમાં રોકાણ માટે ફક્ત 11 દિવસ બાકી Radio money9

Money9: જો તમે સોનામાં રોકાણ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. સોનામાં ફરી ખરીદી જોવા મળી રહી છે. કારણ કે ફેડરલ બેંકે સંકેત આપ્યો છે કે તે આ વર્ષે 3 વાર વ્યાજ દરો ઘટાડી શકે છે. ફેડરલ રિઝર્વના આ સંકેત બાદ સોનાની કિંમતમાં તેજી આવી છે. એપ્રિલ 2024ની સમાપ્તિ માટે એમસીએક્સ પર સોનું 66,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે. ગુરુવારે કોમોડિટી બજાર ખુલ્યાની થોડીક જ મિનિટોમાં સોનું 66,778 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયું. રિપોર્ટ અનુસાર ફેડ રિઝર્વનો સંકેત સોનાના વેપારીઓને પાછા ફરવાની લીલીઝંડી હતી. ફેડે કહ્યું કે ફુગાવો કન્ટ્રોલમાં છે. 21 માર્ચે એટલે કે આજે સિંગાપુરમાં હાજર સોનું 0.7 ટકા વધીને 2,201.94 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું હતું.

એસબીઆઇની એક સ્પેશ્યલ ટર્મ ડિપોઝિટ સ્કીમ અમૃત કળશમાં રોકાણ કરવા માટે આજથી આવતા 11 દિવસ જ બાકી બચ્યા છે. બેંકે ખાસ ડિઝાઇન કરીને આ સ્કીમ બનાવી છે. આ સ્કીમના ઘણાં ફાયદા છે. આ સ્કીમમાં શાનદાર રિટર્નની સાથે સાથે જરૂર પડે તમે લોન પણ લઇ શકો છો. આ સ્કીમમાં 400 દિવસ માટે પૈસા ડિપોઝિટ કરવાના હોય છે. આને આ રીતે સમજો કે અમૃત કળશ ડિપોઝિટ સ્કીમ 400 દિવસની મુદતની એક ખાસ એફડી સ્કીમ છે. જેમાં સામાન્ય રોકાણકારોને વાર્ષિક 7.10 ટકા વ્યાજ મળે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.60 ટકા વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. તમે આ સ્કીમ માટે એસબીઆઇ શાખા, ઇન્ટરનેટ બેંકિંગ કે યોનો એપ દ્વારા અરજી કરી શકો છો. જો કે મેચ્યોરિટી પહેલા પૈસા ઉપાડશો તો ચાર્જ લાગશે. આમાં તમે મેક્સિમમ 2 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

છેલ્લા કેટલાક સમયથી રેમન્ડ ગ્રુપ તેના કૌટુંબિક ઝઘડાઓને લઇને ચર્ચામાં રહ્યું છે. પહેલા પુત્ર દ્વારા પિતાને ઘરેથી કાઢવામાં આવ્યાનો મામલો હોય કે પછી પતિ-પત્નીના ઝઘડા..પરંતુ હવે કદાચ સિંઘાનિયા ફેમિલીમાં બધુ ઠીક થઇ રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. અને બાપ-દિકરામાં સમાધાન થતું દેખાઇ રહ્યું છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ રેમન્ડ ગ્રુપના એમડી અને ચેરમેન ગૌતમ સિંઘાનિયા અને ગ્રુપ ફાઉન્ડર વિજયપત સિંઘાનિયાને એકસાથે જોઇને આવા અનુમાનો વ્યક્ત થઇ રહ્યા છે. અને કેમ ન થાય. કારણ કે 9 વર્ષ બાદ ગૌતમ સિંઘાનિયા અને વિજયપત સિંઘાનિયા એકસાથે જોવા મળ્યા છે. ગૌતમ સિંઘાનિયાએ પિતા સાથે એક ફોટો ટ્વિટર પર શેર કરીને લખ્યું છે કે આજે પોતાના પિતાને ઘરમાં જોઇને અને તેમના આર્શીવાદ મેળવીને ખુશ છું. સદૈવ તમારા સારા સ્વાસ્થ્યની આશા રાખું છું પપ્પા..આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે પિતા-પુત્રનો વિવાદ સમાપ્ત થઇ ગયો છે.

દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને કારની માંગ સતત વધી રહી છે. EVsની વધતી માંગને પહોંચી વળવા માટે ઓટો કંપનીઓ એક પછી એક નવા મોડલ લોન્ચ કરી રહી છે. હવે EV બ્રાન્ડ ફુજીયામાએ ગેમ-ચેન્જિંગ ઇનોવેશન સાથે ક્લાસિક ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ ઈલેક્ટ્રિક વ્હીકલ સિંગલ ચાર્જ પર 110 કિમીનું અંતર કાપશે. ક્લાસિક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3000-વોટની મોટર લાગી છે જે 60 kmphની ટોપ સ્પીડ ધરાવે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં IoT- ઇનેબલ્ડ લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સારી વિજિબિલિટી માટે તેમાં ટ્વીન-બેરલ એલઇડી લાઇટ્સ છે. સારા બ્રેકિંગ માટે કોમ્બી-ડ્રમ બ્રેક લગાવવામાં આવી છે. તે માત્ર 4 કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 79,999 રૂપિયા છે. જો કે તમે તેને માત્ર 1999 રૂપિયામાં બુક કરી શકો છો.

iPhone 16 સીરીઝ આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ શકે છે. Appleની આ ફ્લેગશિપ સિરીઝ વિશે ઘણી માહિતી સામે આવી રહી છે. એપલ તેના આ ફોનના ડિસ્પ્લેમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે. ગયા વર્ષે લૉન્ચ થયેલી iPhone 15 સિરીઝની સરખામણીમાં તેમાં ઘણા હાર્ડવેર અપગ્રેડ પણ જોઈ શકાય છે. iPhone 16 ના ડિસ્પ્લે વિશેના નવા રિપોર્ટ અનુસાર, Appleની આ સીરીઝના તમામ મોડલ BRS એટલે કે બોર્ડર રિડક્શન સ્ટ્રક્ચર ટેક્નોલોજી સાથે આવશે, એટલે કે ફોનના ડિસ્પ્લેની આસપાસ પાતળા બેઝલ્સ આપવામાં આવ્યા છે. સ્ટાન્ડર્ડ મોડલ સિવાય iPhone 16 સિરીઝમાં iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Maxને લૉન્ચ કરવામાં આવશે. આ ચાર મોડલ અલ્ટ્રા-થિન બેઝલ ડિસ્પ્લે સાથે આવશે. એપલ તેની આગામી ફ્લેગશિપ સિરીઝમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરશે તેને બોર્ડરલેસ ટેક્નોલોજી પણ કહેવાય છે. રિપોર્ટ અનુસાર ફોનની નીચેનું બેઝલ અગાઉના મોડલની સરખામણીમાં ખૂબ જ પાતળું હશે. ફોનના બોટમ બેઝલને પાતળા કરવા માટે પાતળા કોપર વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

IRCTC દિલ્હીથી શ્રીલંકા માટે વિશેષ ‘શ્રી રામાયણ યાત્રા’ પેકેજ લાવ્યું છે. IRCTC શ્રીલંકા ટૂર દ્વારા, તમે રામાયણ સંબંધિત સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ પેકેજમાં તમને દિલ્હીથી શ્રીલંકાની રાજધાની કોલંબો સુધીની ફ્લાઈટની સુવિધા મળશે… આના દ્વારા તમે કોલંબોના મુનેશ્વરમ મંદિર, મનાવરી રામ મંદિર, કેન્ડીનો સ્પાઈસ ગાર્ડન, ટી ગાર્ડન, ન્યૂઆરા એલિયાના સીતા અમ્મા મંદિર, અશોક વાટિકા જેવા અનેક સ્થળોની મુલાકાત લઈ શકશો. આ સંપૂર્ણ પેકેજ 6 દિવસ અને 5 રાતનું છે…બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સાથે હોટેલમાં રહેવાની સુવિધા પણ મળશે. પેકેજના કિંમત વિશે વાત કરીએ તો, સિંગલ ઓક્યુપન્સી માટે વ્યક્તિ દીઠ 79,000 રૂપિયા, બે લોકો માટે 65,000 રૂપિયા અને ત્રણ લોકો માટે 64,000 પ્રતિ વ્યક્તિ ખર્ચ થશે.

Published: March 21, 2024, 13:46 IST