કયા દેશને સેંકડો ટન ડુંગળી આપવાની તૈયારીમાં છે ભારત? ઉનાળામાં કેમ વધશે હવાઇ ભાડું? Radio money9

કયા દેશને સેંકડો ટન ડુંગળી આપવાની તૈયારીમાં છે ભારત? ઉનાળામાં કેમ વધશે હવાઇ ભાડું? ઇરડાએ વીમા કંપનીઓને આપી શું સૂચના?

કયા દેશને સેંકડો ટન ડુંગળી આપવાની તૈયારીમાં છે ભારત? ઉનાળામાં કેમ વધશે હવાઇ ભાડું? Radio money9

Money9: પાડોશી દેશ બાંગ્લાદેશને મોંઘી ડુંગળીમાંથી રાહત મળવાની છે. ડુંગળીનો પુરવઠો સુધારવા માટે ભારત બાંગ્લાદેશને મદદ કરશે…જેના માટે અલગથી તૈયારીઓ કરવામાં આવી રહી છે…ભારત સરકાર બાંગ્લાદેશને ડુંગળી સપ્લાય કરવા માટે વેપારીઓ પાસેથી 1,650 ટન ડુંગળી ખરીદશે…આ ખરીદી 29 રૂપિયા પ્રતિ કિલોના રેટ પર થશે. સરકાર વતી ડુંગળીની આ ખરીદી નેશનલ કો-ઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.અગાઉ સરકારે ભૂટાન, બહેરીન અને મોરેશિયસ જેવા કેટલાક દેશોમાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી હતી.જેના માટે સરકારે ડુંગળીની નિકાસ પરના નિયંત્રણો હળવા કર્યા છે. ત્રણેય દેશોમાં મળીને 64 હજાર ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ વર્ષે ઉનાળામાં હવાઇ મુસાફરી કરવી તમને મોંઘી પડી શકે છે. એપ્રિલ-જૂન માટેના હવાઈ ભાડા આસમાને પહોંચવા લાગ્યા છે. ગયા વર્ષની સરખામણીએ તેની કિંમતોમાં 30-40 ટકાનો વધારો થવાની સંભાવના છે. સ્થાનિક એરલાઇન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીયો ઉનાળાની ઋતુમાં મોટાપાયે મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છે. પરંતુ ફ્લાઈટની સંખ્યા ઓછી હોવાથી હવાઈ ભાડામાં વધારો થવાની સંભાવના છે.

વીમા નિયમનકાર IRDAI એ દાવા વગરની વીમા રકમ સાથે સંબંધિત બાબતોમાં નવી સૂચનાઓ જાહેર કરી છે. IRDAIએ વીમા કંપનીઓને પોલિસીધારકની 1,000 રૂપિયા કે તેથી વધુની દાવા વગરની રકમની વિગતો પોતાની વેબસાઇટ પર આપવા માટે જણાવ્યું છે. અગાઉ, IRDAI એ કાયદેસરના દાવેદારોને શોધવા માટે વીમા એજન્ટોની મદદ લેવા અને દાવા વિનાની રકમ પરત કરવા જણાવ્યું હતું. IRDA દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વીમા નિયમનકાર અને સરકાર દાવા વગરની રકમના વધતા જતા કેસોને લઈને ચિંતિત છે. આવી રકમ પોલિસીધારકોને પરત કરવા માટે વીમા કંપનીઓ નવી સિસ્ટમ લાગુ કરે. કંપનીઓ માટે જરૂરી છે કે તે તેમની વેબસાઇટ પર દાવા વગરની પોલિસી અને તેની રકમ જાહેર કરે. તેમણે દર છ મહિને આ માહિતી અપડેટ કરવાની રહેશે. IRDA એ સ્પષ્ટપણે કહ્યું છે કે જે પોલિસીઓના ગ્રાહકો અથવા લાભાર્થીઓનો સંપર્ક કરી શકાતો નથી તેમને અનક્લેઇમ્ડ કેટેગરીમાં રાખવામાં આવે.

વિદેશ ફરવા જવું છે? તો તમારા માટે આ ન્યૂઝ મહત્વના છે. IRCTC અંગકોર વાટ, વિયેતનામ અને કંબોડિયા ફરવા લેવા માટે એક નવું ટૂર પેકેજ લઈને આવ્યું છે… આ ટૂર લખનઉથી 18 એપ્રિલ, 2024 થી 26 એપ્રિલ, 2024 સુધીની હશે…એટલે કે 8 રાત અને 9 દિવસનું આ પેકેજ હશે. આ પેકેજમાં તમને કંબોડિયામાં સિયામ રીપ, વિયેતનામના હનોઈ, દોંગ ઝુઆન માર્કેટ, હા લોંગ બે અને દા નાંગની મુલાકાત લેવાની તક મળશે. આ પેકેજમાં આવવા-જવા માટે હવાઈ મુસાફરી, 4 સ્ટાર હોટલમાં રોકાણ અને ભોજનનો સમાવેશ થાય છે… આ ઉપરાંત ઈન્સ્યોરન્સ અને પ્રોફેશનલ ટૂર ગાઈડની વ્યવસ્થા પણ પેકેજમાં સામેલ કરવામાં આવશે… પેકેજની કિંમત વિશે વાત કરીએ તો… જો એક વ્યક્તિ હોય તો તેની કિંમત 1,84,200 રૂપિયા હશે, જો બે વ્યક્તિ હશે તો તે વ્યક્તિદીઠ રૂપિયા 1,49,100 થશે, જો ત્રણ વ્યક્તિ હશે તો વ્યક્તિ દીઠ કિંમત રૂપિયા 1,47,800 હશે.

જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો અને હજુ સુધી KYC પૂર્ણ નથી કર્યું તો ઉતાવળ કરજો. બેંક દ્વારા તેની અંતિમ તારીખ 19મી માર્ચ નક્કી કરવામાં આવી છે. આ ડેડલાઇન એવા ગ્રાહકો માટે છે જેમણે 31 ડિસેમ્બર 2023 સુધીમાં KYC અપડેટ નથી કર્યું. આ માટે બેંકે ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS મોકલીને KYC કરાવવા માટે પણ કહ્યું છે. જો ગ્રાહકો આવું નહીં કરે તો તેઓ આવતીકાલ એટલે કે 19 તારીખ બાદ બેંક ખાતાનો ઉપયોગ નહીં કરી શકે. તમારે બેંક બ્રાન્ચમાં જઈને આ કામ પતાવવું પડશે. જો તમે આમ નહીં કરો તો તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.

Published: March 18, 2024, 15:23 IST