RBIએ મોટા cyber attackને લઇને જાહેર કર્યું એલર્ટ

RBIએ મોટા cyber attackને લઇને જાહેર કર્યું એલર્ટ...ખેડૂતો પાસેથી તુવેર, મસૂરની દાળ ખરીદશે સરકાર..માર્ચના છેલ્લા 10માંથી 5 દિવસ બંધ રહેશે બેંક

RBIએ મોટા cyber attackને લઇને જાહેર કર્યું એલર્ટ

Money9: સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક દવાઓની જાહેરાતના કેસમાં સ્વામી રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણને નેકસ્ટ હિયરિંગમાં કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. કોર્ટે આ આદેશ કંપની અને આચાર્ય બાલકૃષ્ણને અગાઉ આપેલી નોટિસનો જવાબ દાખલ ન કરવા બદલ આપ્યો છે. હવે તેમણે આગામી તારીખે કોર્ટમાં હાજર રહેવું પડશે. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે બાબા રામદેવને નોટિસ પાઠવીને જણાવ્યું કે શા માટે તેમની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ ન થવી જોઈએ. આ પહેલા 27 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદની જાહેરાતો છાપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના માટે કંપનીએ કોર્ટમાં અંડરટેકિંગ પણ કર્યુ હતું. તેમ છતાં જાહેરાત છાપવામાં આવી હતી. જેના પર કોર્ટે આકરુ વલણ અપનાવ્યું છે.

રિઝર્વ બેંકે ભારતીય બેંકોને સાયબર હુમલાના વધતા જોખમ અંગે ચેતવણી આપી છે. સેન્ટ્રલ બેંકને આશંકા છે કે આગામી દિવસોમાં ભારતની કેટલીક પસંદગીની બેંકો પર સાયબર હુમલા વધી શકે છે. આ એલર્ટની સાથે જ રિઝર્વ બેંકે બેંકોને તેમની સાયબર સુરક્ષામાં સુધારો કરવા માટે સૂચના આપી છે… RBIએ હાલમાં જ બેંકોની જોખમોનો સામનો કરવાની તૈયારીઓની સમીક્ષા કરી છે. આરબીઆઇનું આ એલર્ટ CSITE એટલે કે સાયબર સિક્યોરિટી એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ઝામિનેશનના લેટેસ્ટ રાઉન્ડ બાદ આવ્યું છે… CSITEમાં ઘણી બેંકોની ડિઝાસ્ટર મેનેજમેન્ટ તૈયારીઓ, ઈન્ટરનેટ અને મોબાઈલ બેંકિંગ પ્લેટફોર્મની ક્ષમતાઓ, છેતરપિંડી શોધવા માટેની સિસ્ટમને પરખવામાં આવે છે.

દેશમાં ખાંડનું ઉત્પાદન ઓક્ટોબર 2023 માં શરૂ થયેલા કરન્ટ માર્કેટિંગ યરમાં 15 માર્ચ સુધી ઘટીને 280.79 લાખ ટન થઇ ગયું છે. ગયા વર્ષે 15 માર્ચ સુધી આ આંકડો 282.60 લાખ ટન હતો. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન એટલે કે ઇસ્માના ડેટા અનુસાર, આ વર્ષે 15 માર્ચ સુધીમાં કાર્યરત ફેક્ટરીઓની સંખ્યા 371 હતી. ગત વર્ષે આજ દિવસ સુધી 325 મિલો કાર્યરત હતી. આ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 79.63 લાખ ટનથી વધીને 88.40 લાખ ટન થયું હતું. જોકે, મહારાષ્ટ્રમાં ઉત્પાદન 101.92 લાખ ટનથી નજીવું ઘટીને 100.50 લાખ ટન થયું છે. કર્ણાટકમાં પણ તે 53.50 લાખ ટનથી ઘટીને 47.55 લાખ ટન થયું છે.

વીમા ક્ષેત્રમાં ડિસેમ્બર 2014થી જાન્યુઆરી 2024 સુધીમાં એફડીઆઈના રૂપમાં 53,900 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ આ માહિતી આપી છે… તેમણે કહ્યું કે સરકારે 2014માં FDI પરમિશન લિમિટ 26 ટકાથી વધારીને 2015માં 49 ટકા અને પછી 2021માં 74 ટકા કરી. જો કે, ઇન્સ્યોરન્સ ઇન્ટરમીડિયરીઝ માટે પરમિસિબલ FDI લિમિટ 2019 માં વધારીને 100 ટકા કરવામાં આવી હતી. તેના કારણે ડિસેમ્બર 2014થી જાન્યુઆરી 2024 વચ્ચે વીમા કંપનીઓમાં 53,900 કરોડ રૂપિયાનું FDI આવ્યું છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ 2000માં ઈન્સ્યોરન્સ સેક્ટરમાં રજીસ્ટ્રેશન માટેની અરજીઓને આવકારવાની સાથે બજાર ખોલ્યું હતું અને વિદેશી કંપનીઓને 26 ટકા સુધીની માલિકીની મંજૂરી આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે ઘટતા સ્ટોકને વધારવા માટે મિનિમમ એશ્યોર્ડ પ્રોક્યોરમેન્ટ પ્રાઈસ એટલે કે MAPP અથવા ડાયનેમિક બફર પ્રોક્યોરમેન્ટ પ્રાઈસ એટલે કે DBPP બેમાંથી જે વધારે હોય, પર ખેડૂતો પાસેથી સીધી 4 લાખ ટન તુવેર અને 2 લાખ ટન મસૂરની દાળ ખરીદવાની યોજના બનાવી છે…. સરકારે આ પગલું તુવેર અને અન્ય કેટલીક દાળોના ઓછા ઉત્પાદનને કારણે બજાર ભાવમાં થયેલા વધારાને કારણે સરકારી બફર સ્ટોકમાં ઘટાડો થવાના કારણે ભર્યું છે.

આ વખતે દેશમાં સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળી ઉજવાશે. હોળી અને એટલે કે ધૂળેટીના દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ સાથે ચોથા શનિવારના કારણે 23 માર્ચ અને 24 માર્ચે બેંકોમાં કામકાજ નહીં થાય. એટલે કે આ મહિને 23 થી 25 માર્ચ સુધી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત, 29મી માર્ચે ગુડ ફ્રાઈડેની રજા પણ છે… અને અંતે 31મી માર્ચે રવિવારની રજા રહેશે.

Published: March 19, 2024, 16:00 IST