Maruti Suzuki Price Hiked: મારુતિ સુઝુકીએ 2024માં ફરી ભાવ વધાર્યાં છે. મારુતિએ 10 એપ્રિલથી સ્વિફ્ટ અને ગ્રાન્ડ વિટારા સિગ્માના ભાવ વધારી દીધા છે. સ્વિફ્ટની કિંમત 25 હજાર રૂપિયા સુધી વધારવામાં આવી છે જ્યારે ગ્રાન્ડ વિટારા સિગ્માની કિંમતમાં 19 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
મારુતિએ જાન્યુઆરીમાં પણ તમામ મોડેલની કિંમતમાં 0.45 ટકાનો ભાવવધારો લાગુ કર્યો હતો. તે વખતે મારુતિએ મોંઘવારી અને કોમોડિટી સહિતના કાચા માલના વધતા ભાવનું કારણ જવાબદા ગણાવ્યું હતું.
શા માટે વધારી કિંમત?
જાન્યુઆરીમાં કારની કિંમતમાં વધારાની જાહેરાત સાથે કંપનીએ કહ્યું હતું કે કાચા માલની વધતી કિંમતને કારણે કિંમત વધારવાનો નિર્ણય લેવો પડ્યો હતો. તે સમયે મારુતિએ કહ્યું હતું કે કંપની ગ્રાહકો પર બોજ તરીકે વધતા ઈનપુટ ખર્ચને પસાર ન કરીને લાંબા સમયથી કામ કરી રહી છે, પરંતુ બજારની સ્થિતિએ અમને કિંમતો વધારવાની ફરજ પાડી છે.
રેકોર્ડ બ્રેક વેચાણ
મારુતિએ માર્ચ મહિનામાં 1,87,196 વાહન વેચ્યા હતા, આમાંથી ભારતીય બજારમાં 1,56,330 કાર વેચી હતી અને માર્ચ-2023ની તુલનાએ વેચાણમાં 14 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. નાણાકીય વર્ષ 2023-24માં મારુતિએ 21,35,323 વાહન વેચીને અત્યાર સુધીનુ્ સર્વોચ્ચ વેચાણ નોંધાવ્યું હતું. 10 એપ્રિલે મારુતિનો શેર 1.65 ટકા ઘટીને 12,675 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો.
Published - April 10, 2024, 06:05 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો