Money9 Gujarati:
Latest savings account charges: ખાનગી સેક્ટરની બે અગ્રણી ધિરાણકર્તા, ICICI Bank અને Yes Bankએ સેવિંગ એકાઉન્ટના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ 1 મે, 2024થી લાગુ થશે. બેન્કો તેમના મિનિમમ એવરેજ બેલેન્સના નિયમમાં પણ ફેરફાર કરશે તેમજ અમુક ખાતાને બંધ પણ કરશે.
ખાનગી સેક્ટરની ICICI બેન્કે બચત ખાતાના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવા ચાર્જ પહેલી મેથી લાગુ થશે. ICICI બેન્ક પહેલી મેથી મિનિમમ એવરેજ બેલેન્સ, કેશ ટ્રાન્ઝેક્શન ચાર્જ અને ATM ઈન્ટરચેન્જ ફીમાં ફેરફાર કરશે. એટલું જ નહીં, રેગ્યુલર સેવિંગ એકાઉન્ટના નિયમો પણ બદલશે. ICICI બેન્ક તેના ડેબિટ કાર્ડની વાર્ષિક ફી 200 રૂપિયા કરશે જ્યારે ગ્રામ્ય વિસ્તારો માટે આ ફી 99 રૂપિયા થશે. ICICI બેન્કના ગ્રાહકે હવે IMPS ટ્રાન્ઝેક્શન પર અઢી રૂપિયાથી પંદર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
25 પાનાની ચેકબૂક એક વર્ષ માટે મફતમાં મળશે, પરંતુ ત્યારબાદ પ્રત્યેક ચેક માટે 4 રૂપિયા ચાર્જ વસૂલશે. ICICI Bank પહેલી મેથી તેનું એડવાન્ટેજ વૂમન સેવિંગ્સ એકાઉન્ટ, પ્રિવિલેજ એકાઉન્ટ્સ એડવાન્ટેજ વૂમન સેવિંગ્સ એકાઉન્ટ, એસેટ લિન્ક્ડ સેવિંગ્સ એકાઉન્ટ અને ઓરા સેવિંગ્સ એકાઉન્ટ પણ બંધ કરશે.
ખાનગી સેક્ટરની Yes Bankમાં સેવિંગ એકાઉન્ટ હોય તો, આ ખબર તમારા કામની છે. યસ બેન્કે પહેલી મેથી સેવિંગ એકાઉન્ટના અલગ-અલગ વેરિયન્ટ્સના મિનિમમ એવરેજ બેલેન્સમાં ફેરફાર કર્યો છે. જો પ્રો-મેક્સ સેવિંગ એકાઉન્ટ હશે તો મિનિમમ એવરેજ બેલેન્સ 50 હજાર રૂપિયા રાખવું પડશે અને મેક્સિમમ ચાર્જ માટે હજાર રૂપિયાની લિમિટ લાગુ પડશે. જો સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ હશે અથવા યસ એસેન્સ હશે અથવા યસ રિસ્પેક્ટ સેવિંગ એકાઉન્ટ હશે તો મિનિમમ એવરેજ બેલેન્સ 25 હજાર રૂપિયા રાખવું પડશે અને મહત્તમ ચાર્જ સાડા સાતસો રૂપિયા લાગુ થશે.
સેવિંગ એકાઉન્ટ પ્રો હશે તો 10 હજાર રૂપિયા મિનિમમ એવરેજ બેલેન્સ જોઈશે અને મહત્તમ ચાર્જ સાડા સાતસો રૂપિયા લાગુ થશે. જો સેવિંગ એકાઉન્ટ વેલ્યુ અથવા કિસાન સેવિંગ એકાઉન્ટ હશે તો 5 હજારનું મિનિમમ બેલેન્સ જોઈશે અને મહત્તમ ચાર્જ 500 રૂપિયા લાગશે. માય ફર્સ્ટ યસ એકાઉન્ટ હશે તો પચ્ચીસો રૂપિયા મિનિમમ બેલેન્સ જોઈએ અને મેક્સિમમ ચાર્જ અઢીસો રૂપિયા લાગુ થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો