SBI 1 એપ્રિલથી વધારશે Debit Cardsના ચાર્જ, જાણો કયા કાર્ડધારકો પર પડશે અસર

જો તમારી પાસે SBIનું ડેબિટ કાર્ડ હોય તો હવે વધારે ફી ચૂકવવી પડશે. SBIએ પહેલી એપ્રિલથી ડેબિટ કાર્ડના વાર્ષિક મેઈન્ટેનન્સ ચાર્જ વધારવાની જાહેરાત કરી છે. SBIએ ડેબિટ કાર્ડના ચાર્જ વધાર્યાં હોવાથી અન્ય બેન્કો પણ ડેબિટ કાર્ડના ચાર્જમાં વધારો કરે તેવી શક્યતા છે.

SBI, Debit Card, SBI Cards, Cards, Credit Cards, SBI annual maintenance charges, SBI debit card charges, Bank, GST, Classic debit cards, Yuva cards, Platinum Debit Card, Premium Business Debit Card, News, News in Gujarati, Money9 Gujarati, Feels, Shorts

Money9 Gujarati:

SBI Debit Cards charges: દેશની સૌથી મોટી બેન્ક SBIના ડેબિટ કાર્ડ રાખનારા કરોડો લોકોએ નવા નાણાકીય વર્ષથી વધારે ચાર્જ ચૂકવવો પડશે. સરકારની મહાકાય બેન્ક SBIએ 1 એપ્રિલ, 2024થી તેના ડેબિટ કાર્ડના એન્યુઅલ મેઈન્ટેનન્સ ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે તેના અમુક ATM કમ ડેબિટ કાર્ડ્સના વાર્ષિક મેઈન્ટેનન્સ ચાર્જમાં 75 રૂપિયાનો વધારો થશે. SBIએ ડેબિટ કાર્ડના ચાર્જ વધાર્યાં હોવાથી અન્ય બેન્કો પણ ડેબિટ કાર્ડના ચાર્જમાં વધારો કરે તેવી શક્યતા છે.

કયા કાર્ડના ચાર્જ વધ્યા?

SBIના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર, તેના ક્લાસિક, સિલ્વર, ગ્લોબલ, કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ્સ તેમજ યુવા, ગોલ્ડ, કોમ્બો ડેબિટ કાર્ડ્સ, ઇમેજ કાર્ડ જેવા કે માય કાર્ડ અને પ્લેટિનમ ડેબિટ કાર્ડ અને પ્રાઈડ અથવા પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડના ચાર્જ પર વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, જો તમારી પાસે આમાંથી કોઈ પણ ડેબિટ કાર્ડ હશે તો હવે તમારે વધારે ચાર્જ ચૂકવવો પડશે.

ચાર્જમાં કેટલો થયો વધારો?

SBIના ક્લાસિક, સિલ્વર, ગ્લોબલ, કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડનો એન્યુઅલ મેઈન્ટેનન્સ ચાર્જ હવે 125 રૂપિયાથી વધારીને 200 રૂપિયા કરવામાં આવ્યો છે. તેના પર 18 ટકા GST પણ લાગે છે.

યુવા, ગોલ્ડ, કોમ્બો ડેબિટ કાર્ડ, માય કાર્ડના મેઈન્ટેનન્સ ચાર્જ 175 રૂપિયાથી વધારીને અઢીસો રૂપિયા કરવામાં આવ્યો છે. તેના પર 18 ટકા GST પણ લાગે છે.

SBI પ્લેટિનમ ડેબિટ કાર્ડનો મેઈન્ટેનન્સ ચાર્જ અઢીસો રૂપિયાથી વધારીને ત્રણસો પચ્ચીસ રૂપિયા કરવામાં આવ્યો છે. તેના પર 18 ટકા GST પણ લાગે છે.

જો તમારી પાસે પ્રાઈડ પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડ હશે તો પહેલી એપ્રિલથી તમારે સાડા ત્રણસો રૂપિયાની જગ્યાએ ચારસો પચ્ચીસ રૂપિયા મેઈન્ટેનન્સ ચાર્જ ચૂકવવો પડશે. કાર્ડના મેઈન્ટેનન્સ ચાર્જ પર 18 ટકા GST લાગે છે.

રેન્ટ પેમેન્ટ પર રિવૉર્ડ પોઈન્ટ્સ

SBI Cardsએ જણાવ્યું છે કે 1 એપ્રિલ, 2024થી કેટલાક ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી કરવા પર મળવાપાત્ર રિવોર્ડ પૉઇન્ટ્સનું એક્‍યુમુલેશન સસ્પેન્ડ કરવામાં આવશે. વધુમાં, કેટલાક ક્રેડિટ કાર્ડ માટે પેમેન્ટ ટ્રાંજેક્શન પર રિવોર્ડ પૉઇન્ટનું એકયુમુલેશન 15 એપ્રિલ, 2024થી બંધ થશે.

 

 

Published: March 27, 2024, 20:52 IST