Money9: વોલ્ટ ડિઝની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતમાં પોતાના મીડિયા ઓપરેશન્સના મર્જર માટે એક બાઇડિંગ એગ્રીમેન્ટ પર સાઇન કર્યા છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે મુકેશ અંબાણીની આગેવાનીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મર્ઝ્ડ કંપનીમાં 61 ટકા હિસ્સેદારી હોઇ શકે છે. બાકીનો હિસ્સો ડિઝ્ની પાસે રહેશે. કારણ કે ડિઝ્ની તગડી કોમ્પિટીશનના કારણે ભારતમાં પોતાની રણનીતિનું પુનઃમુલ્યાંકન કરી રહી છે. જો કે હજુ સુધી આ મર્જર અંગે ડિઝ્ની અને રિલાયન્સના અધિકારીઓએ કોઇ કોમેન્ટ નથી કરી.
આ સપ્તાહમાં ડીલની જાહેરાતની સંભાવના
આ સપ્તાહે ડીલની જાહેરાત થાય તેવી શક્યતા છે. રિપોર્ટ અનુસાર પાર્ટનર્સ વચ્ચે હિસ્સેદારીની વહેંચણી થઇ શકે છે. જો કે તે એ વાત પર આધાર રાખશે કે ડીલ બંધ થવા સુધી ડિઝ્નીની અન્ય એસેટ્સને કેવી રીતે સામેલ કરવામાં આવે છે.
પડકારોનો સામનો કરી રહ્યું છે ડિઝ્ની
ડિઝ્ની ભારતમાં ગ્રાહકો જાળવી રાખવા અને પ્રતિષ્ઠિત મીડિયા એસેટ્સને સુરક્ષિત રાખવા જેવા પડકારોનો સામનો કરી રહી છે. બન્ને મળીને દુનિયામાં ઝડપથી વધતા એન્ટરટેઇન્મેન્ટ માર્કેટ્સમાં એક શક્તિશાળી મીડિયા દિગ્ગજ બની જશે. મુકેશ અંબાણીની યૂનિટે 2022માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), ક્રિકેટ ટૂર્નામેન્ટના સ્ટ્રીમિંગ રાઇટ્સ જીતવા માટે ડિઝ્નીને પછાડી દીધી હતી અને વોર્નર બ્રધર્સ ડિસ્કવરી ઇંકના એચબીઓ શો પ્રસારિત કરવા માટે એપ્રિલમાં એક મલ્ટી યર પેક્ટ પ્રાપ્ત કર્યું હતું. જે પહેલા ડિઝ્ની પાસે હતું.
ટાટા પ્લેને ખરીદવાની તૈયારીમાં રિલાયન્સ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અત્યારે ટાટા પ્લે (Tata Play) લિમિટેડને ખરીદવાનો પણ વિચારણા કરી રહી છે. આ બ્રોડકાસ્ટ કંપનીમાં ડિઝ્નીનો પણ હિસ્સો છે. હાલ ટાટા પ્લેનો માલિકી હક ટાટા સંસ (Tata Sons)ની પાસે છે. ટાટા સન્સની કંપનીમાં 50.2 ટકા હિસ્સેદારી છે. આ ઉપરાંત બાકીના શેર ડિઝની અને સિંગાપુરની ઇન્વેસ્ટમેન્ટ કંપની ટેમાસેક (Temasek) પાસે છે.
ડીલને પગલે દિગ્ગજ મીડિયા કંપનીનો થશે જન્મ
ડીઝની અને રિલાયન્સની ડીલ બાદ ભારતના એન્ટરટેઇન્મેન્ટ સેક્ટરમાં એક દિગ્ગજ મીડિયા કંપનીનો જન્મ થશે. રિલાયન્સ આ સોદામાં 61 ટકા હિસ્સેદારી માટે 1.5 અબજ ડોલરનું ભારેખમ રોકાણ કરશે. ઓટીટી સેગમેન્ટ (OTT Segment)માં રિલાયન્સ પાસેથી મળી રહેલી તગડી ટક્કરના કારણે અમેરિકાની આ જાયન્ટ કંપની પરેશાન હતી. IPLના રાઇટ્સને લઇને 2022માં બન્ને વચ્ચે જંગ જામ્યો હતો. પરંતુ છેવટે બાજી રિલાયન્સના હાથમાં આવી ગઇ. ભારે દબાણને કારણે ડિઝનીએ ક્રિકેટ વર્લ્ડકપનું પ્રસારણ ફ્રીમાં કરવું પડ્યું હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો