Money9: સોવરિન ગોલ્ડ બોન્ડના પ્રથમ ઈશ્યુનો નફો જોઈને નિશા ખુશ થઇ રહી છે. રોકાણ માટે નવો ઈશ્યૂ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહી છે… નિશાની ઈચ્છા હવે પૂરી થઈ રહી છે… કેન્દ્ર સરકાર ફરી એકવાર બુલિયન માર્કેટથી સસ્તું સોનું વેચી રહી છે… આરબીઆઈ સોવરિન ગોલ્ડ બોન્ડની બે નવી સીરીઝ એટલે કે એસજીબી બહાર પાડી રહી છે… જો નિશાની જેમ તમે પણ સસ્તું સોનું ખરીદવા ઈચ્છો છો, તો તમારા માટે આ એક મોટી તક છે. ગોલ્ડ બોન્ડ એક સરકારી યોજના છે જે આઠ વર્ષમાં મેચ્યોર થાય છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ 2023-24ની ત્રીજી સિરીઝ 18 ડિસેમ્બરે ખુલી અને 22 ડિસેમ્બર બંધ થઇ.. બોન્ડ ઇશ્યૂ કરવાની તારીખ 28 ડિસેમ્બર, 2023 હતી.. જો તમે કોઇ કારણોસર ડિસેમ્બરમાં આ તક ચૂકી ગયા તો તમને ફેબ્રુઆરીમાં ફરી એક વાર તક મળશે… તમે સીરીઝ 4માં 12 થી 16 ફેબ્રુઆરી વચ્ચે રોકાણ કરી શકો છો.
આરબીઆઈએ આ વર્ષે એસજીબીની બે સીરીઝ પહેલેથી જ બહાર પાડી ચૂકી છે. કેન્દ્રીય બેંકે 19 થી 23 જૂન વચ્ચે પ્રથમ અને 11 થી 15 સપ્ટેમ્બર વચ્ચે બીજી સીરીઝમાં રોકાણ કરવાની તક આપી હતી… સીરિઝ 1 માં સોનાની કિંમત 5,926 રૂપિયા અને સીરિઝ 2 માં 5,923 રૂપિયા પ્રતિ ગ્રામ હતી.
તમે ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને રીતે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો… જો તમે ઓફલાઈન રોકાણ કરવા ઈચ્છો છો… તો તમે પોસ્ટ ઓફિસ અથવા પસંદ કરેલી બેંકોની શાખાઓમાં જઈને ફોર્મ ભરીને આ બોન્ડ ખરીદી શકો છો.
ઓનલાઈન ખરીદી કરવા માટે, તમારે આરબીઆઈ અને અન્ય બેંકોની વેબસાઈટ મારફતે અરજી કરવી પડશે… આ ઉપરાંત તમે સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન મુખ્ય એક્સચેન્જો એનએસઈ અને બીએસઈ દ્વારા ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો… એસજીબીની ઓનલાઈન ચુકવણી કરવા પર પ્રતિ ગ્રામ તમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે… આ રીતે, તમે બુલિયન માર્કેટની સરખામણીએ તમે 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું સોનું ખરીદી શકો છો. એક્સચેન્જમાંથી બોન્ડ ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે.
દેશનો પહેલો ગોલ્ડ બોન્ડ 30 નવેમ્બર, 2015 ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો… જે 30 નવેમ્બર, 2023 ના રોજ પાક્યો હતો… આ બોન્ડ્સ 2684 રૂપિયા પ્રતિ યુનિટના દરે વેચાયા હતા… એક યુનિટ એક ગ્રામ સોનાની બરાબર હોય છે..
નિશાએ ત્યારે 100 ગ્રામ સોના માટે 2,68,400 રૂપિયાનું રોકાણ કર્યું હતું… હવે આ બોન્ડની મેચ્યોરિટીની કિંમત 6132 રૂપિયા પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવી હતી… આ રીતે નિશાને 100 યુનિટ માટે 6,13,200 રૂપિયા મળ્યા છે..આ રિટર્ન મૂળ રોકાણ 2,68,400 રૂપિયા કરતાં 128.46 ટકા વધુ છે… ચક્રવૃદ્ધિ આધારે વાર્ષિક રિટર્ન 10.88 ટકા જ થયું છે.
જ્યારે નિશાએ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કર્યું ત્યારે તેના પર વાર્ષિક 2.75 ટકા ફિકસ્ડ વ્યાજ હતું. આરબીઆઈએ સપ્ટેમ્બર 2016 બાદ સીરિઝમાં વ્યાજ દર ઘટાડીને 2.5 ટકા કર્યો છે. વ્યાજની ચુકવણી અર્ધવાર્ષિક ધોરણે રોકાણકારના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે. એક યુનિટ પર 2.75 ટકાના દરે, નિશાને આઠ વર્ષમાં વ્યાજમાંથી 59,048 રૂપિયાની કમાણી થઇ.. કુલ રિટર્નને ઉમેરીએ તો નિશાને 6,72,248 રૂપિયાની કમાણી થઇ. એકંદરે જોઇએ તો નિશાને 150.46 ટકા રિટર્ન મળ્યું છે. CAGRના આધારે, આ રિટર્ન 12.16 ટકા થાય છે.
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી કહે છે… કે SGB એ સોનામાં રોકાણ કરવાની સલામત અને અસરકારક રીત છે…તે તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને ફિઝિકલી ગોલ્ડ ખરીદવાની તમામ પ્રકારની મુશ્કેલીઓથી બચવા માટેની એક સારી રીત છે. દરેક વ્યક્તિએ તેના પોર્ટફોલિયોમાં ઓછામાં ઓછા 10 ટકા હિસ્સો સોનાના રૂપમાં સામેલ કરવો જોઈએ..આ રોકાણ SGB અને ETF દ્વારા પણ કરી શકાય છે.
આરબીઆઈના નિયમો હેઠળ, ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે, વ્યક્તિએ ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદવું પડશે. કોઈપણ વ્યક્તિ એકસાથે વધુમાં વધુ 500 ગ્રામ સોનું ખરીદી શકે છે. એક નાણાકીય વર્ષ માટે આ મર્યાદા ચાર કિલોગ્રામ છે. કેટલીક સંસ્થાઓ માટે આ મર્યાદા 20 કિલોગ્રામ સુધી છે.
SGB રોકાણ પર હવે વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ આવક રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે. આ રકમ પર રોકાણકારના સ્લેબના આધારે ટેક્સ લાગે છે…બોન્ડની મેચ્યોરિટીથી થતી આવક સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે.
આ રીતે, સોનામાં રોકાણ કરવા માટે SGB એક શ્રેષ્ઠ વિકલ્પ છે… નિશાની જેમ તમારી પાસે પણ બુલિયન માર્કેટમાંથી સસ્તું સોનું ખરીદવાની મોટી તક છે… ફિઝિકલ ગોલ્ડમાં રોકાણની સરખામણીમાં આ વિકલ્પ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો