Money9: રોકાણ માટે સોનાની માંગ ઝડપથી વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોએ સોવરિન ગોલ્ડ બોન્ડમાં સારુ એવું રોકાણ કર્યું છે. શાનદાર રિટર્ન જોઈને લોકો હવે રોકાણના નવા વિકલ્પો શોધી રહ્યા છે. નવા વિકલ્પ તરીકે એક વર્ષમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETF છેલ્લા ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સંગઠન AMFIના ડેટા અનુસાર, 2023માં વાર્ષિક ધોરણે ગોલ્ડ ETFમાં રોકાણ છ ગણું વધીને 2,820 કરોડ રૂપિયા રહ્યું. સારા રિટર્નને જોતા લોકો ગોલ્ડ ઈટીએફને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, રોકાણ પોર્ટફોલિયો 2.73 લાખ વધીને 50 લાખ પર પહોંચી ગયો.
ETF એક ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ છે જે સોનાના વધતા-ઘટતા ભાવ પર આધારિત હોય છે. પેસિવ ફંડ હોવાને કારણે તેમાં રોકાણનો ખર્ચ ઘણો ઓછો હોય છે. આ રોકાણમાં ફંડ મેનેજરે બહુ વિચારવું નથી પડતું. તે માત્ર બુલિયન માર્કેટના ભાવ પર નજર રાખે છે.
તમે આ સ્કીમમાં 1 યુનિટમાં પણ રોકાણ કરી શકો છો. ETFમાં એક યુનિટનો અર્થ હોય છે 1 ગ્રામ સોનું. ગોલ્ડ ઇટીએફનું ખરીદ-વેચાણ શેરની જેમ બીએસઇ અને એનએસઇ પર કરી શકાય છે. જો કે, તમને આમાં સોનું નથી મળતું. જ્યારે તમે આ રોકાણમાંથી બહાર નીકળો છો, ત્યારે તમને તે સમયે સોનાની કિંમત જેટલી રકમ મળી જશે.
ગોલ્ડ ETF માં રોકાણ કરવાના શું છે ફાયદા, તમારા પોર્ટફોલિયોમાં તેનો કેટલો હિસ્સો હોવો જોઈએ? હવે આને સમજીએ…
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જીતેન્દ્ર સોલંકી કહે છે કે પોર્ટફોલિયોને ડાવર્સિફાઇ કરવા માટે પોતાના રોકાણમાં સોનાનો જરૂર સમાવેશ કરવો જોઈએ. પોર્ટફોલિયોને ઊંચી મોંઘવારીથી બચાવવા અને સુરક્ષિત રોકાણ માટે સોનું એક સારો વિકલ્પ છે. તમારા પોર્ટફોલિયોમાં કુલ રોકાણના 10 થી 15 ટકાની ફાળવણી સોનામાં હોવી જોઈએ. હાલમાં, સોનામાં રોકાણ કરવા માટે બે સારા વિકલ્પો છે… પહેલું છે સોવરિન ગોલ્ડ બોન્ડ અને બીજું ગોલ્ડ ETF… સોવરિન ગોલ્ડ બોન્ડમાં, તમારા પૈસા લાંબા સમય સુધી બ્લોક થઇ જાય છે જેના આ રોકાણમાં લિક્વિડિટી નથી રહેતી. ETFને તમે એક્સચેન્જ પર કોઇપણ સમયે વેચીને તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકો છો… તેથી, જો તમારે સોનામાં રોકાણ કરવું છે તો તમારે 60 ટકા હિસ્સો ETFમાં અને 40 ટકા સોવરિન ગોલ્ડ બોન્ડમાં કરવું જોઈએ.
રિટર્નની દ્રષ્ટિએ, ગોલ્ડ સાથે સંબંધિત આ બંને વિકલ્પો સારા સાબિત થઈ રહ્યા છે. SGB ની પ્રથમ સીરિઝ નવેમ્બર 2023 માં મેચ્યોર થઇ છે. આઠ વર્ષના લોક-ઈન પીરિયડવાળા આ બોન્ડમાં રોકાણકારોને વાર્ષિક 12 ટકાથી વધુનું રિટર્ન મળ્યું છે. જો આપણે ગોલ્ડ ETF વિશે વાત કરીએ, તો Ace મ્યુચ્યુઅલ ફંડનો ડેટા દર્શાવે છે કે ટોચની 10 સ્કીમનું રિટર્ન 8.61 થી 9.92 ટકા રહ્યું છે. ત્રણ વર્ષનું રિટર્ન 6.96 થી 7.83 ટકા અને પાંચ વર્ષનું રિટર્ન 12.97 થી 13.47 ટકાની વચ્ચે રહ્યું છે. સુરક્ષિત રોકાણ વિકલ્પોની સરખામણીમાં આને સારું રિટર્ન ગણી શકાય.
ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવા માટે તમારે ડીમેટ ખાતું ખોલાવવું પડશે. જ્યારે તમે સ્ટોક એક્સચેન્જમાંથી ETF ખરીદશો તો ડીમેટ સાથે લિંક્ડ બેંક એકાઉન્ટમાંથી યુનિટ જેટલી રકમ કપાઇ જશે. બે દિવસ પછી ETF યુનિટ તમારા ખાતામાં જમા થઇ જશે. આ યૂનિટ્સને તમે શેરની જેમ ગમે ત્યારે ટ્રેડ કરી શકો છો.
જો તમે ગોલ્ડ ETFમાં રોકાણ કરી રહ્યા છો તો તેમાંથી થતી આવક પર FDની જેમ ટેક્સ લાગશે. 1 એપ્રિલ, 2023 અથવા ત્યારબાદ ખરીદવામાં આવેલા ગોલ્ડ ઇટીએફના યૂનિટના વેચાણથી થયેલી આવકને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવશે…હોલ્ડિંગ પીરિયડ ગમેતેટલો હોય એટલે કે જો તમે તેને વેચો છો, તો તેમાંથી થતી કમાણી તમારી વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવશે જેના પર તમારે સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડશે.
એકંદરે, ગોલ્ડ ઇટીએફ રોકાણ માટે સારો વિકલ્પ છે. પોર્ટફોલિયોને મજબૂત કરવા માટે આ રોકાણનો જરૂર સમાવેશ કરવો જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો