LICના 1 લાખથી વધારે કર્મચારીઓનો પગાર 16% વધવાની શક્યતા

LICના સ્ટાફનો બેઝિક પગાર ઓગસ્ટથી 16% વધારવાની સરકારે મંજૂરી આપી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેનાથી 4,000 જેટલાં પેન્ધનધારકોને પણ ફાયદો થશે.

LIC LIC, LIC Staff, LIC pay hike, LIC wages, LIC stock, LIC share price, LIC Employees, Insurance, Salary Hike, Dearness Allowance, DA, Inflation, employees, Money9 Gujarati

Money9 Gujarati:

ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે કથિત રીતે LICના સ્ટાફના બેઝિક પગારમાં 16 ટકા વધારો મંજૂર કર્યો છે. બેઝિક વધવાથી લગભગ 1 લાખ કર્મચારીઓને અને લગભગ 30,000 પેન્શનરોને ફાયદો થશે. નવો પગાર ઓગસ્ટથી લાગુ થશે અને તેના કારણે LICને વાર્ષિક 4,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

ભથ્થાં સહિતનો વેતન વધારો 22 ટકા સુધી જોવામાં આવે છે. 15 માર્ચે BSE પર LICનો શેર 3.4 ટકા ઘટીને 926 રૂપિયાએ બંધ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારીને 50 ટકા કર્યું હતું. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. હવે LICના કર્મચારીઓને પણ મોંઘવારી સામે રાહત આપી છે.

આનો અર્થ એ છે કે હાઉસિંગ રેન્ટ એલાઉન્સ (HRA), ચિલ્ડ્રન્સ એજ્યુકેશન અને ટ્રાન્સપોર્ટ ભથ્થાં અને ગ્રેચ્યુટી જેવા અન્ય ભથ્થાં પણ સાતમા પગાર પંચ દ્વારા સૂચવવામાં આવેલા ફોર્મ્યુલાના આધારે વધશે. તે બધાને જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું એરિયર્સ અને ચાલુ મહિનાના સુધારેલા દરની સાથે માર્ચ માટેનો પગાર અને પેન્શન મળશે.

Published: March 15, 2024, 19:29 IST