insuranceમાં Unclaimed રકમ કેવી રીતે શોધી શકાય?

તાજેતરમાં જાહેર કરાયેલા સર્ક્યુલરમાં, IRDAIએ દાવા વગરની રકમની વ્યાખ્યામાં પણ સુધારો કર્યો છે. હવે એવી Policy કે જે કાનૂની કાર્યવાહીમાં છે, Claim પર કોઈપણ પ્રકારનો વાંધો છે અથવા સરકારી એજન્સીઓ દ્વારા તેને ફ્રિઝ કરવામાં આવી છે

insuranceમાં Unclaimed રકમ કેવી રીતે શોધી શકાય?

Money9: બેંકોની જેમ હવે વીમા કંપનીઓ પણ તેમના ગ્રાહકોના ભૂલી ગયેલા પૈસા પરત કરશે. વધતી Unclaimed એટલે કે દાવા વગરની રકમને લઇને રેગ્યુલેટર અને સરકાર ચિંતિત છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAI એ દાવા વગરની વીમા રકમ સંબંધિત એક સર્ક્યુલર બહાર પાડ્યો છે. ઇરડાએ વીમા કંપનીઓને કહ્યું છે કે તે Unclaimed રકમ પૉલિસીધારકોને પરત કરે અને બાકી રકમના વેલિડ દાવેદારોને શોધવાના તેમના પ્રયાસો વધારે. આવા કેસમાં વીમા એજન્ટોની મદદ લે.

એક રિપોર્ટ અનુસાર, જીવન વીમા કંપનીઓ પાસે 25,000 કરોડ રૂપિયાની Unclaimed રકમ જમા છે. તેમાંથી મહત્તમ 84 ટકા એટલે કે લગભગ 21,000 કરોડ રૂપિયા સરકારી વીમા કંપની LIC પાસે છે. આ રકમમાં મેચ્યોરિટી, ડેથ અને સર્વાઈવલ બેનિફિટ વગેરે સંબંધિત રકમનો સમાવેશ થાય છે. નિયમો અનુસાર, જો સેટલમેન્ટની તારીખથી છ મહિના સુધી દાવો કરવામાં નહીં આવે તો તે રકમ Unclaimed ગણવામાં આવશે. IRDAIએ વીમા કંપનીઓને પૉલિસીધારકોની 1000 રૂપિયા કે તેથી વધુની Unclaimed રકમની વિગતો તેમની વેબસાઇટ પર આપવા જણાવ્યું છે.

તાજેતરમાં જાહેર કરાયેલા સર્ક્યુલરમાં, ઇરડાએ દાવા વગરની રકમની વ્યાખ્યામાં પણ સુધારો કર્યો છે. હવે એવી પોલિસીઓ કે જે કાનૂની કાર્યવાહીમાં છે, ક્લેમ પર કોઈપણ પ્રકારનો વાંધો છે અથવા સરકારી એજન્સીઓ દ્વારા તેને ફ્રિઝ કરવામાં આવી છે… આ પ્રકારની રોકેલી રકમને Unclaimed ગણવામાં નહીં આવે. રેગ્યુલેટરે સ્પષ્ટપણે કહ્યું છે કે જે પોલિસીના ગ્રાહક કે લાભાર્થીનો સંપર્ક નથી થઇ રહ્યો તેને Unclaimed પોલિસીની કેટેગરીમાં રાખવામાં આવે. સાથે જ તમામ વર્તમાન અને નવા ગ્રાહકોના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીને વેરિફાઇ કરવા માટે અસરકારક વ્યવસ્થા બનાવો.

રેગ્યુલેટરે વીમા કંપનીઓને પાંચ મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે-
પહેલી.. પોલિસી રિન્યુઅલ સમયે ગ્રાહકનો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને નોમિની અપડેટ કરો
બીજું.. વીમાધારકોને કોન્ટેક્ટ નંબર અને બેંક ડિટેલ ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા આપો
ત્રીજું.. Unclaimed પોલિસી ગ્રાહકો સુધી પહોંચવા માટે જુદીજુદી ચેનલોનો ઉપયોગ કરો
ચોથું.. પોલિસીધારકોને તેમની પોલિસીની મેચ્યોરિટીની ઓછામાં ઓછા 6 મહિના પહેલા જાણ કરો
અને પાંચમી સૂચના..એ કે જો વીમાધારકની KYC અધૂરી છે તો તેને પૂર્ણ કરો, સગીરોનું ફરીથી KYC કરો.

હવે પ્રશ્ન એ છે કે વીમા ક્ષેત્રમાં Unclaimed રકમ કેમ વધી રહી છે… સેબીના રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર જિતેન્દ્ર સોલંકી કહે છે કે ઘણી વખત વીમા એજન્ટો પોલિસી વેચતી વખતે ગ્રાહકોની સંપૂર્ણ અને સાચી વિગતો નથી મેળવતા. મોટી સંખ્યામાં લોકો તેમના રહેઠાણની જગ્યા અને મોબાઈલ નંબર બદલી નાખે છે. કેટલાક લોકો વીમા પોલિસી ખરીદે છે પરંતુ તેના દસ્તાવેજો તેમના પરિવારના સભ્યો સાથે શેર નથી કરતા. જો આવા પોલિસીધારકો હવે આ દુનિયામાં નથી, તો તેમના પરિવારના સભ્યો વીમાનો દાવો કરી શકશે નહીં. નોમિનીને આવી પોલિસી વિશે ખબર નથી હોતી…અથવા તો પોલિસીના ડોક્યુમેન્ટ નથી મળતા. વીમાની Unclaimed રકમમાં વધારો થવાનું આ એક મોટું કારણ છે.

હવે જાણીએ કે Unclaimed રકમનો નિયમ શું છે? જો વીમા કંપની પાસે કોઇ પોલિસી માટે 10 વર્ષ સુધી કોઇ ક્લેમ નથી આવતો તો તે પૈસાને સીનિયર સિટીઝન વેલફેર ફંડ એટલે કે SCWF માં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આ ફંડનો ઉપયોગ વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ સંબંધિત યોજનાઓમાં કરવામાં આવે છે. કોઈપણ વીમાધારક અથવા આશ્રિત સીનિયર સિટિઝન વેલફેર ફંડમાં પૈસા ટ્રાન્સફર થયાની તારીખથી 25 વર્ષ સુધી તેને ક્લેમ કરી શકે છે. જો આ રકમ 25 વર્ષ સુધી ક્લેમ કરવામાં નથી આવતી તો તે કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે.

હવે પ્રશ્ન એ છે કે દાવા વગરની રકમ કેવી રીતે શોધી શકાય? Unclaimed રકમ વિશે જાણવા માટે, IRDAIએ વીમા કંપનીઓને તેમની વેબસાઇટ પર સર્ચની સુવિધા આપવા જણાવ્યું છે. તેની મદદથી, પોલિસીધારકો અથવા આશ્રિતો શોધી શકે છે કે તેમની આ કંપનીઓ પાસે કોઈ Unclaimed રકમ છે કે કેમ. Unclaimed રકમ શોધવા માટે, તમારે પોલિસીધારકનું નામ, PAN, પોલિસી નંબર અને જન્મ તારીખ નાંખવી પડશે. વીમા કંપનીઓએ તેમની વેબસાઇટ પર દાવા વગરની રકમ જાહેર કરવી જરૂરી છે. તેઓએ દર છ મહિને આ માહિતી અપડેટ કરવાની રહેશે.

જો તમે કોઇ વીમા પોલિસી ખરીદી રહ્યાં છો તો તેમાં સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની સંપૂર્ણ વિગતો દાખલ કરો. જો આ માહિતીમાં કોઈ ફેરફાર હોય, તો તેને પોલિસીમાં અપડેટ કરાવો. તમારા સમગ્ર રોકાણની વિગતો ઓનલાઈન અથવા ડાયરીમાં રાખો. આ માહિતી તમારા પરિવારના સભ્યો સાથે શેર કરો. આ બાબતે થોડી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે.

Published: March 27, 2024, 15:15 IST