Money9: જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF કે સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે SSY…માં ખાતું છે, પરંતુ તમે ચાલુ નાણાકીય વર્ષમાં હજુ સુધી તેમાં પૈસા જમા નથી કર્યા. તો એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે તમારી પાસે માત્ર 31મી માર્ચ સુધીનો જ સમય છે… જો તમે મિનિમમ એન્યુઅલ ડિપોઝિટ કરવાનું ચૂકી જશો, તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે… આ ઉપરાંત, તમારે દંડ પણ ભરવો પડી શકે છે…એટલું જ નહીં, તમે ટેક્સ બચતથી પણ વંચિત રહી શકો છો. આવો જાણીએ કે તમારે આ એકાઉન્ટમાં ઓછામાં ઓછા કેટલા રૂપિયા જમા કરવા પડે છે અને જો તમે પૈસા જમા ન કરાવી શકો તો તમને કેટલી પેનલ્ટી લાગે..
PPF અને સુકન્યામાં મિનિમમ ડિપોઝિટની લાસ્ટ ડેટ દરેક નાણાકીય વર્ષની 31મી માર્ચ હોય છે… એટલે કે નાણાકીય વર્ષ 2023-24 માટે આ તારીખ 31મી માર્ચ 2024 છે… પબ્લિક પ્રોવિડન્ટ ફંડ રૂલ્સ 2019 મુજબ, PPF એકાઉન્ટ ધરાવનારા માટે દરેક નાણાંકીય વર્ષમાં ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે…મિનિમમ રકમ જમા ન કરવો તો PPF ખાતું બંધ થઈ જશે.
ખાતું બંધ થઇ જાય તો લોન અને આંશિક ઉપાડની સુવિધા પણ નહીં મળે… એટલું જ નહીં, આવા એકાઉન્ટને સંપૂર્ણરીતે બંધ નહીં કરાવો તો તમે તમારા નામે બીજું ખાતું પણ નહીં ખોલાવી શકો…
બંધ પીપીએફ ખાતાને ફરીથી ચાલૂ કરી શકાય છે, પરંતુ તેના માટે તમારે પ્રતિ ડિફોલ્ટ વર્ષ માટે 50 રૂપિયાનો દંડ ભરવો પડશે. દંડની સાથે વ્યક્તિએ એન્યુઅલ મિનિમમ ડિપોઝિટના 500 રૂપિયા પણ જમા કરાવવા પડશે. મિનિમમ ડિપોઝિટ નહીં ભરો તો ખાતું બંધ થઈ જાય છે, તો તેને ફરીથી ચાલૂ કરાવવા માટે તમારે 550 રૂપિયા ચૂકવવા પડશે.
તમારી લાડકી દીકરીના કરિયર અને લગ્નના પૈસાની વ્યવસ્થા કરવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એક સારો વિકલ્પ માનવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જો તમારું ખાતું છે, તો દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા પડે છે. જો તમે આ રકમ જમા કરાવતા નથી કરાવતા તો એકાઉન્ટ ડિફોલ્ટ માનવામાં આવે છે..એકાઉન્ટ ફરીથી ચાલુ કરાવવા માટે, પ્રતિ ડિફોલ્ટ વર્ષ માટે 50 રૂપિયાનો દંડ ભરવો પડશે… ઉપરાંત, દર વર્ષે ઓછામાં ઓછી 250 રૂપિયા ડિપોઝિટ કરવી પડશે.
જો તમે નાણાકીય વર્ષ 2023-24માં જૂની ટેક્સ સિસ્ટમમાં ટેક્સ ભરવાનું વિચારી રહ્યાં છો, તો PPF અને સુકન્યા જેવી સ્કીમમાં રોકાણ તમને ટેક્સ બચાવવાની તક આપે છે… આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ, PPF અને સુકન્યામાં રોકાણ પર દોઢ લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે.
80C હેઠળ ડિડક્શનનો ફાયદો લઈને ટેક્સનો બોજ ઘટાડવા માટે, 31મી માર્ચ 2024 સુધીમાં રોકાણ કરવું જરૂરી છે… દરેક નાણાકીય વર્ષ માટે ટેક્સ સેવિંગ સાથે જોડાયેલું ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાસ્ટ ડેટ 31મી માર્ચ છે… આ તારીખ સુધી રોકાણ નહીં કરવા પર તે નાણાકીય વર્ષમાં ડિડક્શનો દાવો નહીં કરી શકો.. આનો અર્થ એ છે કે ખિસ્સામાંથી વધુ ટેક્સ ચૂકવવો પડશે…
સરકારે નવી કર વ્યવસ્થાને આકર્ષક બનાવી છે… 1 એપ્રિલ, 2023થી નવી કર વ્યવસ્થા હેઠળ આવકવેરા સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે…બેઝિક એગ્ઝમ્પ્શન લિમિટ અઢી લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે… નવી કર વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી…
નવી કર વ્યવસ્થામાં PPF અને સુકન્યામાં રોકાણ પર કોઈ કર મુક્તિ નથી… જો કે, 31મી માર્ચની સમયમર્યાદા ચૂકી જશો તો દંડ અવશ્ય ભરવો પડશે… આવકવેરા કાયદો દર વર્ષે પગારદાર સહિત ન્યૂ ટેક્સપેયરને ન્યૂ અને ઓલ્ડ ટેક્સ વચ્ચે અનુકૂળતા મુજબ પસંદગી કરવાનો વિકલ્પ આપે છે…ટેક્સ બચાવવા માટે, 31મી માર્ચ સુધીમાં PPF અને સુકન્યા સહિત 80Cમાં આવનારા વિકલ્પોમાં રોકાણ જરૂર કરો…એટલે કે, તમારી પાસે લગભગ એક મહિના જેટલો જ સમય બચ્યો છે…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો