Money9: આ મુશ્કેલી માત્ર રોહન અને મોહિતની સાથે જ નથી થઇ. ઘણાબધા એમ્પ્લોઇ આવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. થાય છે એવું કે કંપનીઓ પોતાના એમ્પ્લોઇની સેલેરીમાંથી PF એટલે કે Provident Fundના પૈસા તો કાપી લે છે પરંતુ તે પૈસા તેમના PF ખાતામાં જમા નથી કરતી. ખાસ કરીને ઘણાં સ્ટાર્ટઅપમાં આ પ્રકારના કિસ્સા સામે આવ્યા છે. આ કર્મચારીના ભવિષ્ય સાથે રમત કરવા જેવું છે. કારણ કે PFના પૈસા ફ્યૂચર માટે સેવ કરવામાં આવે છે.
20 થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપની માટે EPFOમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. EPFOમાં રજિસ્ટર્ડ કંપનીઓએ કર્મચારીની બેઝિક સેલેરીનો 12 ટકા હિસ્સો PFમાં જમા કરાવવાના હોય છે અને આટલો જ હિસ્સો વિવિધ હેડ હેઠળ કંપની પણ જમા કરાવે છે. PF માટે કાપવામાં આવેલી રકમ EPFOમાં જમા કરાવવાની જવાબદારી કંપનીની છે.
જે મહિનામાં પગાર જમા થાય છે તેના પછીના મહિનાની 15 તારીખ સુધીમાં એમ્પ્લોયરે EPFOમાં ફંડ જમા કરાવવાનું હોય છે. એટલે કે, જો સપ્ટેમ્બર મહિનાનો પગાર 1લી ઓક્ટોબરે મળે છે, તો 15 ઓક્ટોબર સુધીમાં સપ્ટેમ્બર મહિનાનો ડિડક્ટ થયેલો પીએફ જમા થઇ જવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2022 માં સ્પષ્ટ કર્યું હતું કે જો એમ્પ્લોયર તરફથી EPF યોગદાનની ચુકવણીમાં કોઈ ડિફોલ્ટ અથવા વિલંબ થાય છે, તો એમ્પ્લોયરે પ્રોવિડન્ટ ફંડ એક્ટની કલમ 14B હેઠળ રિટર્ન ચૂકવવું પડશે. કંપનીઓ પીએફ કાપ્યા બાદ તેને જમા કરાવવાની જવાબદારીથી ભાગી નથી શકતી.
રોહનના કિસ્સામાં, તમે જોયું કે તેની કંપનીએ તેના પગારમાંથી પીએફના પૈસા કાપી લીધા, પરંતુ તેને EPFOમાં જમા કરાવ્યા નહીં. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે… ગયા વર્ષે એડટેક કંપની બાયજુ વિશે પણ આવા જ સમાચાર આવ્યા હતા. જોકે, કંપનીએ ઘણા ડિલે પછી આ પેમેન્ટ કરી દીધું હતું.
તેથી, તમારા PF ના પૈસા ખરેખર તમારા EPF ખાતામાં જઈ રહ્યા છે કે નહીં તે ચેક કરવું જરૂરી છે. તમે સરળતાથી તમારા પીએફ ખાતામાં કેટલી રકમ જમા છે, દર મહિને કેટલા પૈસા જમા રહ્યા છે કે નહીં. આ બધું જ ચેક કરી શકો છો.
પગારમાંથી કાપવામાં આવેલા પીએફના પૈસા EPF ખાતામાં જમા થયા છે કે નહીં તે જાણવાના ઘણા રસ્તાઓ છે. એક રસ્તો એ છે કે EPFO પોર્ટલ પર જાઓ અને તમારા એકાઉન્ટમાં લોગિન કરો અને ચેક કરો. બીજી રીત એ છે કે તમે UMANG એપ ડાઉનલોડ કરો, સાઇન અપ કરો અને ત્યાંથી પાસબુક ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો. ત્રીજી પદ્ધતિ જે સૌથી સરળ છે તે એ કે તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7738299899 નંબર પર SMS કરો. આ નંબર પર મેસેજ ટાઇપ કરો EPFOHO (સ્પેસ) UAN લખો અને પછી તેને સેન્ડ કરી દો. તમે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કોલ કરીને પણ આ જાણી શકો છો.
VO: હવે જ્યારે તમને એ ખબર પડે કે તમારા પગારમાંથી PF ના પૈસા કપાઈ ગયા છે પણ તમારા PF ખાતામાં જમા નથી થયા, તો આવી સ્થિતિમાં તમે શું કરશો? આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવશો? તમે કંપનીને સમસ્યા વિશે જણાવ્યું પણ કંપની તમારી વાત નથી સાંભળી રહી, તો શું વિકલ્પ છે? આ મહત્વપૂર્ણ સવાલ છે.આના માટે તમારી પાસે કયા ઉપાયો છે તે જાણવું તમારા માટે જરૂરી છે.
VO: જો તમે ઇચ્છો તો, તમારા વિસ્તારના Regional Provident Fund Commissionerને પણ ફરિયાદ કરી શકો છો.. તમે કંપની અને તેના ડિરેક્ટર્સને કાનૂની નોટિસ મોકલી શકો છો. એટલે કે તમારી પાસે ઘણી બધી રીતો છે જેના દ્વારા તમે તમારી કંપનીને તમારું જૂનું પીએફ કોન્ટ્રીબ્યૂશન જમા કરાવવા માટે મજબૂર કરી શકો છો, તમે એવુ પણ નક્કી કરી શકો છો કે ભવિષ્યમાં તમારી સાથે આવું ફરીથી ન થાય.
છેવટે અમે એટલું જ કહીશું કે તમારે જાતે એલર્ટ થવું પડશે. PFના પૈસા કપાઇ રહ્યાં છે તો તમારે મહિનામાં એકવાર EPFOમાંથી તમારા પાસબુક બેલેન્સનો એક મેસેજ આવશે. જેમાં તમારુ મંથલી કોન્ટ્રિબ્યૂશન પણ દેખાશે. એટલે જો તમને આવો કોઇ મેસેજ નથી આવી રહ્યો તો સૌપ્રથમ એલર્ટ થઇ જાઓ. કારણ કે પીએફ તમારા ભવિષ્યની દ્રષ્ટિએ એક જરૂરી ફંડ છે. એટલે તમે તમારા સેલેરી સ્લિપના દરેક હિસ્સાને ચકાસો. પૈસા યોગ્ય જગ્યાએ જઇ રહ્યા છે એ જરૂર જુઓ. પોતાની મહેનતની કમાણીનો પૂરો હિસાબ જાણવાનો તમને હક છે…એટલે જાગતા રહો અને કંપની જો જવાબદારી નથી લઇ રહી તો પોતાના અધિકારના પૈસા માટે યોગ્ય પ્લેટફોર્મ પર ફરિયાદ જરૂર કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો