Money9 Gujarati:
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફરી વધારો થશે. કર્મચારીઓને બાળકોના શિક્ષણ માટે મળતું ભથ્થું (Children’s Education Allowance) અને હોસ્ટેલ સબસિડી (Hostel Subsidy)માં વધારો થશે. આ વધારો પહેલી જાન્યુઆરી, 2024થી લાગુ થશે.
માર્ચ મહિનામાં સરકારે કર્મચારીઓનું DA 4 ટકા વધારીને 50 ટકા કર્યું હતું અને તે પણ જાન્યુઆરીથી લાગુ થયું હતું. DA 50 ટકા વધવાથી કર્મચારીઓને મળતાં અન્ય ભથ્થાં ઓટોમેટિકલી 25 ટકા સુધી વધ્યા છે અને સરકારે તે અંગે સ્પષ્ટતા કરી છે.
સરકારના જણાવ્યા મુજબ, કર્મચારીને દર મહિને મળતું ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ માસિક 2,812.5 રૂપિયા રહેશે અને હોસ્ટેલ સબસિડી માસિક 8,437.5 રૂપિયા રહેશે. દિવ્યાંગ બાળક માટે એજ્યુકેશન અલાઉન્સ 5,625 રહેશે. સરકારે જણાવ્યું છે કે, નવા નિયમ 1 જાન્યુઆરી 2024ની પશ્ચાતવર્તી અસરથી માન્ય ગણાશે. ઉલ્લેખનીય છે કે, મોંઘવારી ભથ્થાની સમીક્ષા દર 6 મહિને (જાન્યુઆરીમાં અને જુલાઈમાં) કરવામાં આવે છે.
સરકારે વર્ષ 2018ની ગાઈડલાઈનને ટાંકીને જણાવ્યું છે કે, નિયમો અનુસાર જ્યારે પણ સુધારેલા પગારમાં મોંઘવારી ભથ્થામાં 50 ટકાનો વધારો થશે, ત્યારે બાળકોના શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની મર્યાદામાં પણ 25 ટકાનો વધારો થશે. . આ નિયમ હેઠળ, 1 જાન્યુઆરી, 2024થી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે લાગુ થશે.
હોળી પહેલા કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું (DA) 46 ટકાથી વધારીને 50 ટકા કરીને મોટી ભેટ આપી છે. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓનું હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) પણ વિવિધ શહેરો માટે વધીને 30 ટકા, 20 ટકા અને 10 ટકા થયું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો