Money9 Gujarati:
Infosys Q4 results: ભારતની બીજા ક્રમની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે માર્ચ 2024માં પૂરા થયેલા ક્વાર્ટરમાં 37,923 કરોડ રૂપિયાની આવક અને 7,969 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો જાહેર કર્યો છે. કંપનીએ નફામાં 30 ટકા વૃદ્ધિ કરીને એનાલિસ્ટ્સના અંદાજ કરતાં પણ સારા પરિણામ આપ્યા છે. 13 એનાલિસ્ટ્સે ઈન્ફોસિસનો નફો 6,128 કરોડ રૂપિયા અને આવક 38,413 કરોડ રૂપિયા થવાનો અંદાજ આપ્યો હતો, પરંતુ કંપનીએ એનાલિસ્ટ્સના અંદાજને ખોટા પાડીને સારા પરિણામ જાહેર કર્યા છે. 18 એપ્રિલે ઈન્ફોસિસનો શેર 0.34 ટકા વધીને 1,419.25 રૂપિયાએ બંધ રહ્યો હતો.
બેંગાલુરુ સ્થિત ઈન્ફોસિસે શેર દીઠ 20 રૂપિયા ફાઈનલ ડિવિડન્ડ અને 8 રૂપિયાનું વન-ટાઈમ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. ઈન્ફોસિસનો ચોખ્ખો નફો ચોથા ત્રિમાસિકમાં 30 ટકા વધીને 7,969 કરોડ રૂપિયા નોંધાયો છે, જે 2023ના માર્ચ ક્વાર્ટરમાં 6,128 કરોડ રૂપિયા હતો. કંપનીની કુલ આવક માર્ચ-2023 ક્વાર્ટરમાં 38,112 કરોડ રૂપિયાની સરખામણીએ 2 ટકા સુધી વધીને 40,652 કરોડ રૂપિયા થઈ છે. ઈન્ફોસિસે પરિણામો જાહેર કરતાં એન્જિનિયરિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સર્વિસિઝ પ્રોવાઈડર ઈનટેક હોલ્ડિંગ GMBHનું એક્વિઝિશન કરવાની જાહેરાત કરી છે.
માર્ચ 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ઈન્ફોસિસનો ચોખ્ખો નફો 8.87 ટકા વધી 26,248 કરોડ રૂપિયા થયો છે જ્યારે કંપનીની આવક 1,46,767 કરોડ રૂપિયાની તુલનાએ વધીને 1,53,670 કરોડ રૂપિયા થઈ છે. Q4માં શેરદીઠ કમાણી 30.2 ટકા વધી 19.25 રૂપિયા થઈ છે.
ઈન્ફોસિસે નાણાકીય વર્ષ 2024-25 માટે 1થી 3 ટકા રેવન્યુ ગાઈડન્સ આપ્યું છે, જે એનાલિસ્ટ્સના અંદાજ કરતાં ઓછું છે. છેલ્લાં 5 ક્વાર્ટરમાં ઈન્ફોસિસે તેના વાર્ષિક રેવન્યુ ગ્રોથ ગાઈડન્સમાં પાંચ વખત ફેરફાર કર્યો છે. માંગમાં અનિશ્ચિતતા, મુનસફી આધારિત ખર્ચ પર અસર તેમજ ડિજિટલ પ્રોજેક્ટ્સમાં નબળાઈ જેવા પરિબળોને લીધે કંપનીએ રેવન્યુ ગાઈડન્સમાં ઘટાડો કર્યો છે.
23 વર્ષમાં પહેલીવાર કંપનીના કર્મચારીઓની સંખ્યા ઘટી છે. માર્ચ-2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષના અંતે ઈન્ફોસિસના કર્મચારીઓની સંખ્યામાં 25,994નો ઘટાડો થયો હતો. FY24માં કર્મચારીઓની કુલ 3,17,240 હતી. જે અગાઉના વર્ષની તુલનાએ 7.5 ટકા ઘટી છે. ચોથા ત્રિમાસિકમાં કંપનીએ 5,423 કર્મચારીઓની ભરતી કરી હોવાથી છટણીનો દર ઘટીને 12.6 ટકા નોંધાયો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો