• જાન્યુઆરીમાં ફુગાવો ઘટ્યો

    મોંઘવારીના મોરચે રાહત મળી છે. ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થવાથી જાન્યુઆરી 2024માં ગ્રાહક-ભાવાંક આધારિત ફુગાવાનો દર ઘટ્યો છે.

  • PM Kisanના લાભાર્થી કેમ ઘટ્યા?

    PM Kisan યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 2023-24માં 14 ટકા ઘટીને 9.21 કરોડ થઈ છે, જે ગયા વર્ષે 10.73 કરોડ હતી. લાભાર્થીઓની અંતિમ સંખ્યા લગભગ 9.5 કરોડ છે.

  • સરકારે લોન્ચ કરી ભારત રાઈસ બ્રાન્ડ

    છેલ્લાં 1 વર્ષમાં ચોખાની છૂટક કિંમતમાં 15 ટકા વધારો થયો છે ત્યારે સરકાર દ્વારા સસ્તા ભાવે ચોખાનું વેચાણ શરૂ થવાથી સામાન્ય માણસને ખાદ્ય મોંઘવારીમાં રાહત મળશે.

  • બટાકા-ડુંગળી સસ્તા, લસણ મોંઘું

    ઉત્પાદન ઘટ્યું હોવાથી અને માંગ જળવાઈ રહેવાથી એક કિલોગ્રામ લસણના ભાવ વધીને 500 રૂપિયા થઈ ગયા છે, જે એક મહિના અગાઉ 250-300 રૂપિયા હતા.

  • કૃષિ લોન યોજના અને બજેટ

    ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા છે, જે વધારીને 22-25 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે.

  • ખેડૂતોને જોઈએ ખુશીઓની ખાતરી

    આ વખતે ચૂંટણી પહેલાં બજેટ આવી રહ્યું છે.. એટલે સરકાર માત્ર વાયદા કરશે કે, જો અમે જીતીશું તો તમારા માટે શું કરીશું. ચૂંટણી પછી નવી સરકાર જુલાઈ મહિનામાં આખા વર્ષનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

  • ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ ધીમો પડશે

    ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિદર 6 ટકાની નીચે રહેવાની શક્યતા રેટિંગ એજન્સી ICRAએ વ્યક્ત કરી છે. ખરીફ ઉત્પાદનમાં તીવ્રપણે ઘટાડો અને રવિ વાવેતરમાં ધીમી પ્રગતિને કારણે કૃષિ સેક્ટરના વૃદ્ધિદર પર અસર પડશે, જેના કારણે સમગ્ર દેશનો GDP વૃદ્ધિદર નીચો રહેશે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતે 7.6 ટકા GDP ગ્રોથ હાંસલ કર્યો હતો.

  • ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો 5.59 ટકા

    ડિસેમ્બર 2023માં રિટેલ ફુગાવાનો દર 5.59 ટકાની 4 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ખાણી-પીણીની ચીજવસ્તુઓ મોંઘી થવાથી રિટેલ ફુગાવો વધ્યો છે.

  • ડુંગળીના વાવેતરમાં ઘટાડો

    છેલ્લાં કેટલાક મહિનામાં થયેલા અનિયમિત વરસાદ અને જળાશયોમાં પાણીનું સ્તર ઘટવાથી કર્ણાટક તથા મહારાષ્ટ્ર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ડુંગળીના વાવેતરમાં ઘટાડો થયો છે.

  • ખેડૂતો તુવેરનું ઓનલાઈન વેચાણ કરી શકશે

    કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, દેશમાં દાળની માંગ પૂરી થઈ શકે તેટલું ઉત્પાદન થતું નથી, આથી આયાત કરવી પડે છે.