Salaryના બ્રેકઅપમાં Tax Savingનું સીક્રેટ, આ રીતે કરો વધુ બચત

નોકરિયાત લોકોની પાસે ટેક્સ બચાવવાના ઘણાં વિકલ્પ છે. પગારદાર વ્યક્તિને પગારની સાથે ઘણાં એલાઉન્સ પણ આપવામાં આવે છે.

  • Team Money9
  • Last Updated : August 13, 2022, 13:01 IST
Salaryના બ્રેકઅપમાં Tax Savingનું સીક્રેટ, આ રીતે કરો વધુ બચત

Money9: નોકરિયાત લોકોની પાસે ટેક્સ બચાવવાના ઘણાં વિકલ્પ છે. પગારદાર વ્યક્તિને પગારની સાથે ઘણાં એલાઉન્સ પણ આપવામાં આવે છે. કંપની તરફથી મળનારા કેટલાક એલાઉન્સ પર ટેક્સ છૂટનો દાવો કરી શકાય છે. પરંતુ તેની કેટલીક શરતો છે. અમે તમને આ જ એલાઉન્સ અને તેની સાથે જોડાયેલી શરતો અંગે જણાવી રહ્યાં છીએ જેથી તમે પણ કંપની દ્વારા અપાતા એલાઉન્સ પર ટેક્સ બચાવી શકો છો.

કર્મચારીઓ માટે ટેક્સ છૂટ

કર્મચારીઓને કન્વેંસ એલાઉન્સ, ઓફિસના કામે આવવા-જવાના ખર્ચ માટે ભથ્થાં જેવા કે ટૂર ડ્યૂટી એલાઉન્સ, યૂનિફૉર્મ એલાઉન્સ, બુક એન્ડ પીરિયોડિકલ એલાઉન્સ અને મોબાઇલ રીએમ્બર્સમેન્ટ જેવા ઘણાં લાભો મળે છે. આ એલાઉન્સને આવકવેરામાંથી છૂટ મળે છે, પરંતુ આના માટે આ ખર્ચ તમારી ઓફિશિયલ ડ્યૂટી નિભાવવા સંબંધિત હોવા જરૂરી છે. અને તેના માટે તમારે પ્રૂફ પણ આપવું પડશે. આમ નહીં કરો તો તમારા એટલે કે કર્મચારીના હાથમાં આવનારી રકમ પર ટેક્સ લાગશે.

આટલું ધ્યાન રાખો

આવકવેરા કાયદા હેઠળ ઓફિસના કામ માટે કર્મચારીઓને આપવામાં આવતા ભથ્થા કરમુક્ત છે. પરંતુ શરત એટલી કે આવા ખર્ચ વાસ્તવમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હોય. આવકવેરા કાયદો, 1961ની કલમ 10(14) (1) હેઠળ આવા ખર્ચા પર કર છૂટ મળે છે. ઓફિશિયલ ડ્યૂટી સાથે જોડાયેલા ભથ્થાં પર ટેક્સ છૂટનો લાભ મેળવવા માટે તમારે બે વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. પહેલું, કર્મચારીની પાસે છૂટનો દાવો કરવા માટે પુરાવા તરીકે જરૂરી બિલ અને વાઉચર હોવા જોઇએ. તમારે આ બિલ કંપનીમાં જમા કરાવવું પડે છે. બીજું..આવા ખર્ચ ઓફિશિયલ એટલે કે સત્તાવાર હેતુઓને પૂરા કરવા માટે કરવામાં આવ્યા હોવા જોઇએ. બીજા કોઇ હેતુ માટે તેનો ઉપયોગ ન થયો હોવો જોઇએ.

છૂટનો ઉલ્લેખ જરૂરી

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે કર છૂટનો ઉલ્લેખ કરવો જરૂરી છે. હાલનું ITR ફોર્મ ટેક્સપેયર પાસે તેની વર્તમાન કંપની પાસેથી મળતા એલાઉન્સ અને અન્ય બેનિફિટની વિગતો માંગે છે. જો કંપની પાસેથી મળનારા એલાઉન્સ પર ટેક્સ છૂટ છે તો આ રકમને ITR ફોર્મ Exempt Income (એક્ઝેમ્પ્ટ ઇનકમ) એટલે કે કર છૂટવાળી આવકમાં દર્શાવવું પડે છે. કર્મચારીને મળતી વાસ્તવિક કર છૂટની રકમની જાણકારી ફોર્મ-16ના પાર્ટ-બીમાં મળશે.

જો કોઇ કર્મચારીને મળતા ભથ્થાં પર ટેક્સ લાગે છે તો તેની પર TDS લાગશે. એલાઉન્સ પર લાગતો TDS એ વાત પર આધાર રાખશે કે વ્યક્તિએ કઇ કર વ્યવસ્થા પસંદ કરી છે. જુની કર વ્યવસ્થામાં રહીને ટેક્સ છૂટ અને કપાત માટે દાવો કરી શકાય છે.

ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન જણાવે છે કે નોકરી સાથે સંકળાયેલા એલાઉન્સ પર ટેક્સમાંથી છૂટ મળે છે જેવા કે મોબાઇલ બિલ, અને લોકલ કન્વેન્સ. જો કે આના માટે તમારે ડોક્યુમેન્ટ બતાવવા પડે છે. આ એક પ્રકારનું રિએમ્બર્સમેન્ટ છે. લીવ ટ્રાવેલ એલાઉન્સ એટલે કે LTA પર પણ ટેક્સ છૂટ મળે છે. વર્ષમાં બે વાર LTA ક્લેમ કરી શકાય છે. બીજીબાજુ, કંપની CTCમાં તમને સ્પેશ્યલ એલાઉન્સ આપે છે, જે સંપૂર્ણ રીતે ટેક્સેબલ છે.

Published: August 13, 2022, 12:57 IST