Home >
AI હવે લોકોની નોકરીની સાથે સાથે લોકોના પૈસા પણ હજમ કરી રહ્યું છે. સાયબર ગઠીયાઓ AIનો ઉપયોગ કરીને તમને લૂંટી રહ્યા છે. તેઓ તમારા અવાજ અને ચહેરાની નકલ કરી રહ્યા છે. તેઓ AI આધારિત Deepfake Technologyનો ઉપયોગ કરીને તમને, તમારા મિત્રો અને તમારા પરિચિતોને તમારા નામે છેતરી રહ્યા છે. આ AI CHATBOTને FraudGPT અથવા WormGPT નામ આપવામાં આવ્યું છે.
બેન્કોનો વિશ્વાસ પરત મેળવવા માટે અદાણી એટીચોટીનું જોર લગાવી રહ્યાં છે, કારણ કે, ગ્રૂપમાં કોર્પોરેટ ગવર્નન્સ ખાડે ગયું હોવાના આરોપોને પગલે બેન્કો સાવધાન થઈ ગઈ છે.
વિદેશમાં વસતા ભારતીયોએ નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં 112.5 અબજ ડૉલર મોકલ્યા હતા, જે 2021-22માં મોકલેલા 89.1 અબજ ડૉલરની તુલનાએ 26 ટકા વધારે છે.
સરકારે રૂ. 13,000 કરોડની વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત પરંપરાગત કામદાર અને કારીગરોને આર્થિક સહાય મળશે.
હીરા ઉદ્યોગનું કહેવું છે કે, તેમના ખાતા જરૂર વગર ફ્રીઝ કરવામાં આવ્યા છે. છેલ્લાં એક સપ્તાહથી બેન્ક ખાતા ફ્રીઝ થઈ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અમને નુકસાન પહોંચાડવાના હેતુથી હિંડનબર્ગે તેના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવ્યા છે