Money9: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અમને નુકસાન પહોંચાડવાના હેતુથી હિંડનબર્ગે તેના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવ્યા છે.
તેમણે કહ્યું કે હિંડનબર્ગનો રિપોર્ટ ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપોનું કોમ્બિનેશન છે. તેમાંથી મોટાભાગના 2004 થી 2015 સુધીના છે. આ રિપોર્ટ ઇરાદાપૂર્વકનો અને દ્વેષપૂર્ણ હતો જેનો હેતુ અમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો.
Annual General Meeting 2023 | Watch Chairman Gautam Adani#AdaniAGM #AdaniGroup #HumKarkeDikhateHai
— Adani Group (@AdaniOnline) July 18, 2023
હિંડનબર્ગનો રિપોર્ટ જાન્યુઆરીમાં આવ્યો હતો
મહત્વનું છે કે આ વર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગે અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરને ઓવરવેલ્યુડ ગણાવ્યા હતા અને અદાણી ગ્રૂપે શેલ કંપનીઓ દ્વારા ખાતામાં હેરાફેરી કરી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ગ્રૂપની 2023ની વાર્ષિક સાધારણ સભામાં બોલતા ગૌતમ અદાણીએ કહ્યું કે હિંડનબર્ગે અદાણી ગ્રૂપની ઇમેજને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે રિપોર્ટનો હેતુ ગ્રુપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો તેમજ શેરના ભાવમાં ઘટાડો કરીને નફો મેળવવાનો હતો.
ગૌતમ અદાણીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ તરત જ અમે તેને ફગાવી દીધો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. રિપોર્ટ મે 2023માં સાર્વજનિક કરવામાં આવ્યો હતો અને નિષ્ણાત સમિતિને તેમાં કોઈ નિયમનકારી ક્ષતિઓ મળી નથી.
20 હજાર કરોડનો FPO પાછો ખેંચવામા આવ્યો
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટ પછી FPO સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો હોવા છતાં, અમે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે નાણાં પરત કરવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે 27 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રુપે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો FPO જારી કર્યો હતો અને પછી સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા બાદ તેને અચાનક પાછો ખેંચી લીધો હતો. 20 હજાર કરોડના એફપીઓ પાછી ખેંચીને કંપનીએ તમામ રોકાણકારોના પૈસા પરત કરી દીધા હતા.
હિંડનબર્ગ રિસર્ચે તેના આકરા અહેવાલમાં અદાણી જૂથ પર એકાઉન્ટ ફ્રોડ અને સ્ટોક વેલ્યુમાં હેરાફેરીનો આરોપ મૂક્યો હતો. આ કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો હતો, જેના કારણે ગ્રુપની માર્કેટ વેલ્યુ સૌથી નીચા સ્તરે પહોંચી ગઇ હતી અને તેમાં લગભગ 145 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો