Money9: છેલ્લા કેટલાક વર્ષોમાં, મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ દ્વારા લાઇફ પાર્ટનર શોધવાનું ચલણ વધ્યું છે. જો તમે પણ આવી કોઇ વેબસાઇટ્સ પર પાર્ટનર શોધી રહ્યા છો તો સાવધાન થઇ જજો. હકીકતમાં, મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ નાણાકીય છેતરપિંડીનો અડ્ડો બની ગઈ છે. દેશના અલગ-અલગ શહેરોમાંથી આ પ્રકારની છેતરપિંડીના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. કોઇની સાથે 50 હજાર તો કોઇની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
કેવી રીતે થઇ રહ્યો છે લગ્નના નામે ફ્રોડ, જો તમે મેટ્રિમોનિયલ સાઇટનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે કયા રેડ ફ્લેગ પર નજર રાખવી જોઈએ, આવો સમજીએ આ 9 પોઇન્ટ્સમાં.
કેવી રીતે થઈ રહ્યો છે મેટ્રિમોની ફ્રોડ? ફ્રોડમાં કોઇ એક વ્યક્તિ અથવા ટોળકી બન્ને સામેલ હોઈ શકે છે. ઠગ ફેક પ્રોફાઇલ બનાવે છે, જેમાં NRI હોવાનો દાવો કરવામાં આવે છે અથવા લાખોના પેકેજ બતાવીને લલચાવવામાં આવે છે. વાતચીત દરમિયાન, જેવો સામને વ્યક્તિ ભરોસો કરવા લાગે છે તો કોઇ ઇમરજન્સી કે કોઇ બીજા કામને ટાંકીને પૈસા ઉધાર માંગવામાં આવે છે. પૈસા મળતા જ ઠગ ગાયબ થઈ જાય છે.
મોંઘી ભેટના નામે પણ થાય છે છેતરપિંડી ઘણી વખત લોકોને કહેવામાં આવે છે કે તેમને વિદેશથી કોઇ મોંઘી ગિફ્ટ મોકલવામાં આવી રહી છે, પરંતુ તે ગિફ્ટ મેળવવા માટે તેમણે એરપોર્ટ પર ફી અથવા ટેક્સ ચૂકવવો પડશે. આ ફીના નામે હજારો અને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે. ત્યાં સુધી કે કસ્ટમ ઓફિસરનો પણ ધમકીભર્યો કોલ આવી જાય છે કે ગિફ્ટ જપ્ત કરી લેવામાં આવી છે અને કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે નહીં તો જેલ થઈ શકે છે.
સાવધાન ક્યાંક ઠગ સાથે લગ્ન ન કરી લેતા તમે? કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં ઠગે છેતરપિંડી કરીને લગ્ન કરી લીધા હતા. પછી થોડા દિવસોમાં જ તમારા પૈસા અને ઘરેણાં લઈ ગાય થઇ જાય છે. આવા કિસ્સાઓમાં મહિલા ઠગની ભૂમિકા વધારે હોય છે.
ઈમોશનલ બ્લેકમેલનો આશરો લેવો. આમાં ઠગ લોકોની ઇમોશનલ જરૂરિયાતોનો ફાયદો ઉઠાવે છે, એવા છોકરાઓ અથવા છોકરીઓ જે સિંગલ છે અને વહેલી તકે લગ્ન કરવા માંગે છે. ઠગ તેમની આ જ જરૂરિયાતનો ફાયદો ઉઠાવે છે. યૂઝરને વાતોમાં ફોસલાવીને તેમનો વિશ્વાસ જીતી લે છે અને પછી વિવિધ જરૂરિયાતોના નામે પૈસા માંગવાનું શરૂ કરી દે છે.
સરકારે પણ જાહેર કરી ચેતવણી ગૃહ મંત્રાલયે પણ લોકોને મેટ્રીમોનિયલ ફ્રોડ્સ અંગે ચેતવણી આપી છે. મંત્રાલયે લોકોને વેરિફાઈડ મેટ્રિમોનિયલ સાઈટનો ઉપયોગ કરવા, આ સાઈટ માટે નવા ઈમેલ આઈડી બનાવવા અને પોટેંશિયલ મેચનો બેકગ્રાઉન્ડ ચેક કરવા જેવી સલાહ આપી છે.
મેટ્રિમોનિયલ સાઇટ્સ પણ ભરી રહી છે પગલાં આ પ્રકારના ફ્રોડ રોકવા માટે મેટ્રિમોનિયલ સાઇટ્સ પણ પગલાં લઈ રહી છે. ઘણી સાઇટ્સ પર, ID પ્રૂફ્સ, એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ વગેરે દ્વારા પ્રોફાઇલ વેરિફાઇ કરાવવામાં આવે છે. આમાં ઇન-એપ મેસેજિંગ સિસ્ટમ છે જેનાથી તમારી ચેટ્સ પ્લેટફોર્મ પર જ રહે છે, તેનો મિસયૂઝ નથી થઈ શકતો. આ ઉપરાંત મલ્ટી-સ્ટેજ પ્રોફાઇલ રિવ્યુ પણ કરવામાં આવી રહ્યો છે, જેનાથી ફેક પ્રોફાઇલને ફિલ્ટર કરી શકાય છે.
રેડ ફ્લેગ્સ પર ધ્યાન આપો નકલી લોકો તમારી આર્થિક સ્થિતિ વિશે જરૂર પૂછશે. તેઓ ખૂબ જ જલ્દી તમારી સાથે ભળવા લાગશે, પ્રેમ અને લાગણી વ્યક્ત કરશે. તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ નહીં હોય, હશે તો પણ ફોલોઅર કે ફ્રેન્ડ્સ ગણતરીના હશે. તેમની પાસે મલ્ટીપલ ફોન નંબર હોઈ શકે છે. આવા લોકો જો મળવાનું કહે તો કોઇ હોટલના રૂમ કે ઘર પર નહીં પરંતુ જાહેર સ્થળે જ મળો.
કેવી રીતે બચવું આવા ફ્રોડથી? આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે એલર્ટ રહેવાની જરૂરિયાત છે. કોઈના પર પણ આંધળો વિશ્વાસ ન કરો, ખાસ કરીને વર્ચ્યુઅલ દુનિયાના લોકોથી. મેટ્રિમોનિયલ સાઇટ્સ પર ઉપલબ્ધ પ્રોફાઇલ વેરિફિકેશન, સિક્યોર મેસેજિંગની સુવિધાનો ઉપયોગ કરો. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિનો તાત્કાલિક રિપોર્ટ કરો. આનાથી તમે તમારી જાતને અને ભવિષ્યમાં અન્ય લોકોને શિકાર થતા બચાવી શકશો.
છેલ્લે એ પણ જાણી લઇએ કે આની ફરિયાદ ક્યાં કરવી? જો તમે આવી કોઇ છેતરપિંડીનો શિકાર બનો છો, તો તરત જ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ – cybercrime.gov પર ઘટનાની ફરિયાદ કરો અથવા ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર – 1930 પર કૉલ કરીને મદદ માંગો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો