Money9: જો તમે ક્રેડિટ કાર્ડ યૂઝ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલ સાથે જોડાયેલા નિયમોમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે.આ ફેરફારથી તમારા ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલ પર પોઝિટિવ અસર થશે. તો બિલિંગ સાયકલને તમે કન્ટ્રોલ કેવી રીતે કરી શકો છો અને તેનો મહત્તમ ફાયદો કેવી રીતે ઉઠાવશો. સમજીએ આ વીડિયોમાં.
RBI 7 માર્ચથી આ નવા નિયમોને લાગુ કરી દીધા છે.
અગાઉ ક્રેડિટ કાર્ડ યૂઝરને તેના કાર્ડના બિલિંગ સાયકલને બદલવા માટે માત્ર એક વખત તક આપવામાં આવતી હતી. પરંતુ નવા નિયમ મુજબ બેંકોએ તેમના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને તેમના બિલિંગ સાયકલમાં એકથી વધુ વખત ફેરફાર કરવાનો ઓપ્શન આપવો પડશે.
જો આપણે તેની અસરો એટલે કે ફાયદાની વાત કરીએ, તો તેનાથી તમારી ફાઇનાન્સિયલ હેલ્થ પર સારી અસર થશે…
સળંગ બે સ્ટેટમેન્ટ તારીખો વચ્ચેના પીરિયડને ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલ કહેવામાં આવે છે…સ્ટેટમેન્ટ ડેટ એ તારીખ છે જ્યારે ક્રેડિટ કાર્ડનું ચાલુ મહિનાનું બિલ જનરેટ થાય છે… અને તે એક નિશ્ચિત તારીખે જનરેટ થાય છે… બિલ ભરવા માટેની ડ્યૂ ડેટ, સ્ટેટમેન્ટ જનરેટ થયાના 10 થી 15 દિવસ બાદ થાય છે.
આનો અર્થ એ છે કે, કાર્ડ યૂઝરને 45 દિવસ સુધીનો ઇન્ટરેસ્ટ ફ્રી પીરિયડ મળી શકે છે. 45 દિવસમાં બિલિંગ સાયકલના 30 દિવસ અને ડ્યૂ ડેટના 15 થી 20 દિવસ, બંનેનો સમાવેશ થાય છે.
ડ્યૂ ડેટ પર બિલ ન ચૂકવો વ્યાજ લાગે છે અને ડ્યૂ ડેટ બાદ કરવામાં આવેલા કોઈપણ પેમેન્ટ માટે કોઈ ક્રેડિટ ફ્રી સમયગાળો નથી મળતો…
બિલિંગ સાયકલ બદલવાના વિકલ્પ સાથે, તમે તેને એવી રીતે સેટ કરી શકો છો જેથી ડ્યૂ ડેટ એવા સમયે આવે જ્યારે તમારી પાસે પૈસા હોય… અથવા કાર્ડ યૂઝર મહિનામાં જે સમયગાળામાં સૌથી ઓછો ખર્ચ કરે છે, તેની આસપાસ સ્ટેટમેન્ટ ડેટ સેટ કરી ક્રેડિટ ફ્રી પિરિયડને લંબાવી શકે છે.
ઉદાહરણ તરીકે… જો કોઈ કાર્ડ યુઝર મહિનાની 1 થી 10 તારીખની વચ્ચે સૌથી વધુ માસિક ખર્ચ કરે છે… અને તે મહિનાની 25મી તારીખ પછી સ્ટેટમેન્ટ ડેટ સેટ કરે છે… તો ડ્યૂ ડેટ આવતા મહિનાની 10 કે 15 તારીખની આસપાસ હશે.
યુઝરને આ રીતે મેક્સિમમ ટ્રાન્ઝેક્શન માટે લગભગ 45 દિવસનો ઇન્ટરેસ્ટ ફ્રી ક્રેડિટ પીરિયડ મળશે. આનાથી વિપરિત, જો સ્ટેટમેન્ટ ડેટ 10 તારીખની આસપાસ હોય તો યુઝરને માત્ર 25 દિવસનો ક્રેડિટ ફ્રી પિરિયડ મળશે…
આ ઉપરાંત, બિલિંગ સાયકલ બદલવાનો એવા લોકો ફાયદો થશે જેમની પાસે અનેક ક્રેડિટ કાર્ડ છે. મલ્ટીપલ કાર્ડ હશે તો તેમની બિલિંગ સાયકલ અલગ-અલગ હોઇ શકે છે.
સ્ટેટમેન્ટ અને ડ્યૂ ડેટને ટ્રૅક કરવી મુશ્કેલ બની શકે છે… આવી સ્થિતિમાં, કાર્ડ ધારક તેના તમામ કાર્ડની બિલિંગ સાઇકલ એવી રીતે સેટ કરી શકે છે કે બધાની ડ્યૂ ડેટ એક જ દિવસે આવે…
હવે સમજીએ કે બિલિંગ સાયકલ કેવી રીતે બદલી શકાય છે…
તો આ માટે તમે બેંક કે કાર્ડ કંપનીના કસ્ટમર કેરને ઈમેલ કરી શકો છો… અથવા હેલ્પલાઈન પર કોલ કરીને રિક્વેસ્ટ કરી શકો છો…
પરંતુ તે પહેલા તમારે તમારા આઉટસ્ટેન્ડિંગ ડ્યૂઝ અને EMI બેલેન્સ ક્લિયર કરવા પડશે…ત્યારબાદ તમે બિલિંગ સાયકલ બદલવાની વિનંતી કરી શકો છો…
તો આ પગલાથી તમને મળી રહી છે તમારા ક્રેડિટ કાર્ડને બિલિંગ સાયકલ સાથે સ્ટ્રીમ લાઇન કરવાની આઝાદી અને પોતાના પેમેન્ટના હિસાબે તેને બદલવાની આઝાદી..પહેલા આ ફ્લેક્સિબિલિટી દરેક ગ્રાહકને એકવાર મળતી હતી હવે આરબીઆઇ કહી રહી છે મલ્ટીપલ ટાઇમ કસ્ટમર તને બદલી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો