Money9 Gujarati:
monsoon season 2024: તાજેતરમાં ખાનગી કંપની સ્કાયમેટે (Skymet) નોર્મલ વરસાદ પડવાની આગાહી કરી હતી પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 2024માં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે. આ વખતે લોંગ પીરિયડ એવરેજ (LPA)ના 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. લોંગ-પીરિયડ એવરેજ એટલે કે, LPA 87 સેન્ટીમીટર છે અને તેના 106 ટકા વરસાદ થવાનો અંદાજ છે, એમ હવામાન વિભાગે 15 એપ્રિલે જણાવ્યું છે. દેશનાં મોટા ભાગનાં વિસ્તારોમાં નોર્મલ વરસાદથી વધારે વરસાદ પડવાની સંભાવના છે.
IMD એ આ વર્ષે 104 ટકા (LPAના) વરસાદની આગાહી કરી છે, જે સામાન્ય કરતાં વધુ છે. જો વરસાદ 90 ટકાથી ઓછો હોય તો તે અછત તરીકે નોંધવામાં આવે છે, સામાન્ય કરતાં 90-96 ઓછો, 96-104 સામાન્ય કરતાં, 104 થી 110 સામાન્ય કરતાં વધુ અને 110 કરતાં વધુ ચોમાસાના વરસાદ તરીકે નોંધવામાં આવે છે. હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોને છોડીને દરેક જગ્યાએ સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. જોકે, આ વખતે ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભાગોમાં ઓછો વરસાદ પડી શકે છે.
દેશમાં ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચે “લા નીના કન્ડીશન” (La Nina Condition) ઊભી થશે, જેના લીધે ભારતમાં ચોમાસું સારું રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, છેક 1951થી લઈને 2023 સુધીનો ડેટા દર્શાવે છે કે, અલ નીનો (El Nino) બાદ ઊભી થતી લા નીના કન્ડીશનમાં ભારતમાં 9 વખત નોર્મલ કરતાં વધારે વરસાદ પડ્યો છે.
દેશમાં લા નીના સ્થિતિ સારા વરસાદની નિશાની માનવામાં આવે છે. હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસાની શરૂઆત સાથે અલ નીનોની અસર તટસ્થ થઈ જશે અને લા નીના સક્રિય થઈ જશે. લા નીના વધતાં જ સારો વરસાદ નોંધાશે. IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે 1951 થી 2023 સુધીના ડેટા દર્શાવે છે કે ભારતમાં નવ પ્રસંગોએ ચોમાસાનો સામાન્ય કરતાં વધુ વરસાદ થયો હતો જ્યારે અલ નીનો પછી લા નીના આવ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાની સિઝનમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 106 ટકા જેટલો વરસાદ થઈ શકે છે. આ સામાન્ય કરતાં વધુ વરસાદ સૂચવે છે. 1971થી 2020 સુધીના આંકડા દર્શાવે છે કે દેશમાં 87 સેમી જેટલો વરસાદ નોંધાયો છે. મહિનાના આધાર પર વાત કરીએ તો આ વર્ષે ચોમાસાનો પહેલો મહિનો જૂન મહિનામાં લગભગ 95 ટકા વરસાદ પડશે. જ્યારે જુલાઈમાં 105 ટકા વરસાદ નોંધાશે. જો કે ઓગસ્ટમાં 98 ટકાથી થોડો ઓછો વરસાદ પડશે. આ પછી સપ્ટેમ્બર મહિનામાં મહત્તમ 110 ટકા સુધીનો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યું છે કે અલ નીનોને અટકાવનાર IOD (Indian Ocean Diapole) એટલે કે ભારતીય દ્વિધ્રુવીય મહાસાગર સારી સ્થિતિમાં રહેશે. જેના કારણે સારા પ્રમાણમાં વરસાદ નોંધાશે. પૂર્વીય અને દેશના અન્ય કેટલાક ભાગોને બાદ કરતાં આ વખતે વરસાદ સામાન્ય કરતાં વધુ રહેશે. સારા વરસાદ માટે IOD હકારાત્મક હોવાનું કહેવાય છે. હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ જેમ જેમ આગળ વધશે તેમ IOD સક્રિય થશે, જે વરસાદમાં વધારો કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો