Money9 Gujarati:
ખાંડ ઉદ્યોગના જૂથ ISMAના તાજેતરના ડેટા મુજબ, ચાલુ માર્કેટિંગ વર્ષ 2023-24ની 15 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 2.48 ટકા ઘટીને 2.236 કરોડ ટન થયું છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં ખાંડનું ઉત્પાદન 2.293 કરોડ ટન હતું. ઉલ્લેખનીય છે કે, સુગર માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે.
ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિસેશન (ISMA)ના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં ખાંડનું ઉત્પાદન ચાલુ માર્કેટિંગ વર્ષના 15 ફેબ્રુઆરી સુધી ઓછું રહ્યું હતું. ISMA દ્વારા આપવામાં આવેલા બીજા અંદાજમાં ખાંડનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2023-24ની ચાલુ માર્કેટિંગ સીઝનમાં ખાંડનું ઉત્પાદન 10 ટકા ઘટીને 3.305 કરોડ ટન થવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષમાં 3.662 કરોડ ટન હતો. જોકે, ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 60.12 લાખ ટનની સરખામણીએ 60.77 લાખ ટન રહ્યું હતું.
દેશના સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં આ માર્કેટિંગ વર્ષના ફેબ્રુઆરી સુધીમાં ઉત્પાદન ઘટીને 70.94 લાખ ટન થયું હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 80.59 લાખ ટન હતું. તેવી જ રીતે, દેશના ત્રીજા સૌથી મોટા ઉત્પાદક કર્ણાટકમાં પણ ઉત્પાદન 40.6 લાખ ટનથી ઘટીને 40.32 લાખ ટન થયું હતું. આ માર્કેટિંગ વર્ષમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન 6,85,000 ટન અને તમિલનાડુમાં 4,50,000 ટન થયું છે.
વર્તમાન માર્કેટિંગ વર્ષની 15 ફેબ્રુઆરી સુધી લગભગ 505 ફેક્ટરીઓ કાર્યરત હતી જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 502 હતી. ISMAએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં લગભગ 22 એ તેમની કામગીરી બંધ કરી દીધી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો