Home >
વિદેશથી ભારતમાં પૈસા મોકલવા માટે લાગતો રેમિટન્સ ચાર્જ (remittance cost) ઘટવાની શક્યતા છે. ક્રોસ બોર્ડર પેમેન્ટને સસ્તું, ઝડપી અને વધુ સુલભ બનાવવાના ભારતના દરખાસ્તને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)માં સમર્થન મળ્યું છે.
શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2023 દરમિયાન EPFOમાં સામેલ સભ્યોની સંખ્યામાં અગાઉના મહિનાની તુલનાએ 11.97% વૃદ્ધિ થઈ છે અને 15.62 લાખ નવા સભ્યો ઉમેરાયા છે.
સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના આંકડા દર્શાવે છે કે, 16 ફેબ્રુઆરી સુધીમાં દેશનાં મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ ઘટીને 47% થઈ ગયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 82% હતો. છેલ્લાં 10 વર્ષની સરેરાશ 95 ટકા છે અને તેની સરખામણીએ પાણીનું સ્તર લગભગ અડધું થઈ ગયું છે.
હોંગકોંગમાં કસ્ટમ અધિકારીઓએ $1.8 billionના મની લૉન્ડરિંગનો પર્દાફાશ કર્યો છે.
'2023 Burgundy Private Hurun India 500'ની યાદીમાં ગુજરાતની 31 કંપનીઓને સ્થાન મળ્યું છે, જેમનું સંચયી મૂલ્ય સૌથી વધારે છે. કંપનીઓની સંખ્યાની રીતે કર્ણાટકની ઓછામાં ઓછી 61 કંપનીને યાદીમાં સ્થાન મળ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળની 25 કંપની યાદીમાં સામેલ થઈ છે.
અન્ય દેશોમાં વણસી રહેલી રાજકીય તણાવની સ્થિતિને કારણે પણ મોંઘવારી ઘટાડવાની લડાઈ પડકારજનક બની રહી છે, એમ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે.
પેટીએમના શેરમાં બોટમ ફિશિંગ કરીને શેર ખરીદનારા લોકોને ફસાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. પેટીએમ વેપારીઓને અને ગ્રાહકોને આશ્વાસન આપી રહી છે, પરંતુ બજારમાં પેનિકનો માહોલ છે અને કંપનીનું ભવિષ્ય કેવું હશે, તેને લઈને મૂંઝવણ વધી છે.
સંસદીય સમિતિએ રૂટ-આધારિત કેપિંગ નક્કી કરવા અને ભાડાંને અંકુશમાં રાખવા માટે એક અલગ યુનિટ તૈયાર કરવાની દરખાસ્ત કરી છે.
Paytm Payments Bank સાથે જોડાયેલા PF ખાતામાં જમા કે ઉપાડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. EPFOએ 8 ફેબ્રુઆરીએ એક સર્ક્યુલર બહાર પાડીને આ સૂચના આપી છે.
સરકારે જણાવ્યું છે કે, આઠમા પગાર પંચ અંગેનો કોઈ પ્રસ્તાવ હજુ સુધી સરકાર સમક્ષ આવ્યો નથી અને સરકાર પણ આ અંગે વિચારી રહી નથી.