Money9: દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે… આવી સ્થિતિમાં તમે પણ ખરીદીની તૈયારીમાં હશો… જો તમારે કોઈ મોટું શોપિંગ કરવું હોય તો કદાચ તમે લોનનો પણ સહારો લેશો… લોન લેનારા તમે એકલા વ્યક્તિ નહીં હોવ. ભારતમાં લોન પર સામાન ખરીદનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે અને સતત વધી રહી છે. તહેવારોની સિઝનમાં લોન માર્કેટ પણ ચમકી ઉઠે છે. લોનમાં પણ ડિજિટલ લોન વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે જેને તમે આ આંકડા પરથી સમજી શકો છો કે છેલ્લા દાયકામાં ડિજિટલ ધિરાણમાં 39.5 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર જોવા મળ્યો છે.
IIFL ફિનટેકના એક અહેવાલ મુજબ 2021માં ભારતનું ડિજિટલ લેડિંગ બજાર 38.2 અબજ ડોલરનું હતું… 2030 સુધીમાં તે વધીને 515 અબજ ડોલરનું થઈ શકે છે. ફિનટેક કંપનીઓ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ એટલે કે NBFC અથવા બેંકો સાથે ભાગીદારી કરીને લોન આપે છે. તેઓ લોન એપ્લિકેશન અને લોન આપવાની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવા માટે ટેકનોલોજીનો લાભ લે છે. ઘણી વખત લોન ગણતરીના કલાકોમાં મળી જાય છે.
ડિજિટલ લોનમાં પણ, BNPL લોન એટલે કે બાય નાઉ પે લેટર ખૂબ જ પોપ્યુલર છે. જેવું કે નામ પરથી જ ખબર પડે છે કે BNPLમાં ગ્રાહકોને ખરીદી પછી પેમેન્ટ ડેફર કરવામાં એટલે કે બાદમાં કરવાની સુવિધા મળે છે. ગ્રાહક એકસાથે ચુકવણી કરી શકે છે અથવા તો નો-કોસ્ટ EMI સહિત કોઈપણ ફ્લેક્સિબલ રિપેમેન્ટ ઓપ્શનનો ઉપયોગ કરી શકે છે. જ્યાં એકતરફ નો-કોસ્ટ EMI સ્કીમ માટે ગ્રાહકો પાસે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે તો બીજી તરફ BNPL નો ઉપયોગ એવા ગ્રાહકો પણ કરી શકે છે જેમની પાસે કોઈ કાર્ડ નથી હોતું.
બેંકિંગ નિષ્ણાતો કહે છે કે BNPL એ એવા ગ્રાહકો માટે યોગ્ય વિકલ્પ છે… જેમણે પહેલાં ક્યારેય લોન નથી લીધી. એવા લોકો જેમની કોઈ ક્રેડિટ હિસ્ટ્રી નથી. પરંતુ BNPL લોન લેતા પહેલા એકવાર વિચારી લેવું જરૂરી છે. કારણ કે બીએનપીએલ સાથે બિનજરૂરી ખર્ચનું જોખમ વધી જાય છે. જો સમજી વિચારીને ઉપયોગ ન કર્યો તો તેનાથી ગ્રાહક પર દેવાનો બોજ વધી શકે છે. જો રિપેમેન્ટમાં વિલંબ થાય તો લેટ પેમેન્ટ ચાર્જીસ લાગી શકે છે. સમયસર પેમેન્ટ ન કરવાને કારણે ક્રેડિટ સ્કોર પણ ખરાબ થશે.
ઉપરાંત, BNPL નો ઉપયોગ કરતા પહેલા, તેની સાથે જોડાયેલા વ્યાજ અથવા ફી અંગે જાણી લો. કારણ કે દરેક પ્લેટફોર્મ તમને સંપૂર્ણપણે વ્યાજમુક્ત સુવિધા નથી આપતું. સાથે જ પ્રોસેસિંગ, પ્રીપેમેન્ટ કે પાર્ટ-પેમેન્ટ ફી પણ વસૂલે છે. આ ઉપરાંત, પેમેન્ટમાં ડિફોલ્ટ થવાના કિસ્સામાં રિકવરી એજન્ટો માનસિક શોષણ કરે છે. તેથી એવા BNPL પ્રોવાઇડરની સાથે જાઓ જે સારી પ્રતિષ્ઠા ધરાવતા હોય અને શરતો સ્પષ્ટ હોય જે તમને સારી રીતે સમજાતી હોય.
અંતમાં, અમે એટલું જ કહીશું કે સુવિધા અને સરળતાને લીધે ડિજિટલ લેડિંગ સેવાઓ ખાસ કરીને BNPL જેવી લોન પ્રોડક્ટ્સ આકર્ષક લાગી શકે છે. પરંતુ લોન લેતા પહેલા, તમારી નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવી અને તમારા પર લોનની ભવિષ્યની અસરને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ બધા પછી જ લોન લો કારણ કે જો તમે સમજી-વિચારીને પ્લાનિંગ નહીં કરો તો તહેવારોની સિઝનનો આનંદ પછીથી તમારા ખિસ્સા પર ભારે પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો