મારુતિનો શેર વિક્રમ ટોચે, બજારમૂલ્ય Rs 4 લાખ કરોડને પારઃ જાણો વિશ્લેષકો શું કહી રહ્યાં છે?

Maruti Suzukiનો શેર 4% ઉછળીને ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે અને Rs 4 લાખ કરોડની માર્કેટ-કેપ ધરાવતી કંપનીની યાદીમાં તે સામેલ થઈ ગઈ છે. મારુતિનો શેર વધવા પાછળ કયા પરિબળ જવાબદાર છે તે સમજીએ.

Maruti Suzuki, Maruti Suzuki Shares, Maruti Suzuki Stocks, Maruti Car, Suzuki, Japan, YEN, Stocks, Shares, Share Market, Stock Market, RIL, TCS, HDFC Bank, Infosys, ICICI Bank, Bharti Airtel, SBI, LIC, ITC, L&T, Bajaj Finance, Adani Enterprises, Adani Green, News, News in Gujarati, Money9 Gujarati

Money9 Gujarati:

Maruti Suzuki shares: મારુતિની ગાડીઓની જેમ તેનો શેર પણ ઝડપભેર દોડી રહ્યો છે. 2023માં મારુતિનો શેર 23 ટકા વધ્યો છે અને 12,000 રૂપિયાને પાર થઈ ગયો છે. 27 માર્ચે BSE પર મારુતિ સુઝુકીનો શેર 4 ટકા ઉછળીને 12,725 રૂપિયાની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.

માર્કેટ-કેપ Rs 4 લાખ કરોડને પાર

મારુતિ સુઝુકીની માર્કેટ કેપ 4 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે. આટલી ઊંચી માર્કેટ કેપ હાંસલ કરનારી મારુતિ સુઝુકી ભારતની 19મી લિસ્ટેડ કંપની બની છે. અન્ય કંપનીઓમાં RIL, TCS, HDFC Bank, ઈન્ફોસિસ, ICICI Bank, ભારતી એરટેલ, SBI, LIC, ITC, L&T, બજાજ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી ગ્રીન વગેરેનો સમાવેશ થાય છે.

શેર વધવાના કારણ

મારુતિનો શેર વધવાના બે કારણ છે, એક છે જાપાનની કરન્સી યેન. જાપાનીઝ યેન 34 વર્ષના તળિયે છે અને એક ડૉલર બરાબર 152 યેન થઈ ગયા છે. એટલે, મારુતિએ હવે સુઝુકીને માલસામાન અને સર્વિસ માટે ઓછી કિંમત ચૂકવવી પડશે, જેનાથી મારુતિને E.B.I.T.D.A. વધારવામાં મદદ મળશે. બીજું કારણ છે, મારુતિના વેચાણમાં સતત વધારો. મારુતિ ચાલુ વર્ષે પણ રેકોર્ડ બ્રેક વાહનો વેચે તેવો આશાવાદ હોવાથી તેના શેરની માંગ વધી છે.

વિશ્લેષકો કહે છે કે, Yen નબળો હોવાથી આયાતી માલસામાન અને સેવાઓના ખર્ચમાં ઘટાડો થશે, જેના લીધે મારુતિના EBITDAને ફાયદો થશે. આવું એટલા માટે થાય છે કારણ કે કંપની સમાન વસ્તુઓ માટે ઓછા યેન ચૂકવે છે. જોકે, કંપનીને થનારો ફાયદો તેના ગ્રાહકોને નહીં મળે.

મારુતિ સુઝુકીએ Q3FY24માં વેચાણમાં વાર્ષિક ધોરણે એક અંકમાં વૃદ્ધિ કરી હોવા છતાં અપેક્ષા કરતાં સારું પ્રદર્શન કર્યું છે. સારી ભાવપ્રાપ્તિને કારણે ચોખ્ખી આવકમાં 33 ટકા વધારો થયો છે, જે મુખ્યત્વે પ્રીમિયમ યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં 60 ટકા વૃદ્ધિ અને મજબૂત નિકાસ પ્રદર્શનને કારણે છે.

વિશ્લેષકોને લાગે છે કે, SUV સેગમેન્ટમાં નવા લોન્ચ (ખાસ કરીને નવી બ્રેઝા, ગ્રાન્ડ વિટારા અને ફ્રૉન્ક્સ) કંપનીને ઝડપથી વિકસતા SUV માર્કેટમાં બજારહિસ્સો મેળવવામાં મદદ કરી રહ્યાં છે.

મારુતિના શેર માટે એનાલિસ્ટ્સનો મત

મારુતિના શેર માટે મોટા ભાગના વિશ્લેષક હકારાત્મક અભિગમ ધરાવે છે. પ્રભુદાસ લીલાધરના ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ શિજુ કૂથુપલક્કલે જણાવ્યું હતું કે, “શેરે તેના મજબૂત અપટ્રેન્ડને ચાલુ રાખ્યું છે. આગામી અપેક્ષિત ટાર્ગેટ ભાવ 13,400-14,000 રૂપિયાની નજીક છે. નજીકના ગાળાનો સપોર્ટ 11,400 પર દેખાઈ રહ્યો છે.”

આનંદ રાઠી શેર્સ અને સ્ટોક બ્રોકર્સના સિનિયર મેનેજર – ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ જીગર એસ પટેલે જણાવ્યું હતું કે, “સપોર્ટ 12,500 રૂપિયાએ અને રઝિસ્ટન્સ 12,700 રૂપિયા પર રહેશે. 12,700ના સ્તરની ઉપર નિર્ણાયક બંધ રૂ. 12,900 સુધી વધુ ઉછાળો લાવી શકે છે. અપેક્ષિત ટ્રેડિંગ રેન્જ એક મહિના માટે રૂ. 12,000 અને રૂ. 13,000 વચ્ચે હશે.”

Marutiના શેરની સિદ્ધિ

Rs 1,000 : Sept 2007

Rs 2,000 : April 2014

Rs 3,000 : Sept 2014

Rs 4,000 : June 2015

Rs 5,000 : Aug 2016

Rs 6,000 : Feb 2017

Rs 7,000 : May 2017

Rs 8,000 : Sept 2017

Rs 9,000 : Dec 2017

Rs 10,000 : July 2023

Rs 11,000 : Feb 2024

Rs 12,000 : March 2024

Published: March 27, 2024, 17:47 IST