Money9: હવે તમે ગૂગલથી પેમેન્ટ પણ કરી શકશો. ભારતમાં ગૂગલે ડિજિટલ Google Wallet લોન્ચ કરી દીધું છે. આમાં યૂઝર્સને airline boarding passes, event passes, movie- travel tickets, digital keys, parking receipts /e IDsનો quick access મળી શકશે. ગૂગલ વોલેટને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. જો કે ભારતમાં વોલેટ એપથી ચુકવણી નહીં કરી શકાય. આના માટે તમારે google payનો જ ઉપયોગ કરવો પડશે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં વોલેટ આવવા છતાં ગૂગલ પે બંધ નહીં થાય અને અગાઉની જેમ કામ કરતું રહેશે.
દિલ્હી અને મુંબઈમાં ધનિકોની સંખ્યા બમણી થઈ ગઇ છે. ન્યૂ વર્લ્ડ વેલ્થ અને હેનલે એન્ડ પાર્ટનર્સનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે છેલ્લા 10 વર્ષમાં મુંબઈમાં ધનિકોની સંખ્યા 82 ટકા વધીને 58,800 થઈ ગઈ છે. જ્યારે દિલ્હીમાં તેમની સંખ્યા 95 ટકા વધીને 30,700 થઈ ગઈ છે. મહત્વનું છે કે સૌથી ઝડપથી વિકસતા 10 મિલિયોનેર શહેરોમાંથી 7 એશિયા- પેસિફિકના છે. તેમાંથી બે શહેરો ભારતના છે. બીજી તરફ વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોએ એક વર્ષમાં 111 અબજ ડોલર તેમના દેશમાં મોકલ્યા છે. 2022માં પ્રવાસી ભારતીયોએ અંદાજે 9 લાખ 28 હજાર કરોડ રૂપિયા દેશમાં મોકલ્યા છે. આ સાથે ભારત 100 અબજ ડોલરનું રેમિટેન્સ હાંસલ કરનાર પ્રથમ દેશ બન્યો છે. સંયુક્ત રાષ્ટ્ર ઈમિગ્રેશન એજન્સીના રિપોર્ટ અનુસાર, 2022માં ભારતે રેમિટન્સના મામલે ચીન અને ફ્રાંસને પાછળ છોડી દીધા છે.
આરબીઆઈએ નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ એટલે કે એનબીએફસીને કડક સૂચના આપી છે… આરબીઆઈએ એનબીએફસીને પત્ર લખીને કહ્યું છે કે નિયમો અનુસાર, એનબીએફસી હવે ગ્રાહકોને રૂ. 20 હજારથી વધુની રોકડ લોન નહીં આપી શકે… કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ હવે આ નિયમને વધુ કડક બનાવવા માંગે છે જેથી એનબીએફસી કંપનીઓને જોખમનો સામનો ન કરવો પડે અને નિયમોની અવગણના ન થાય… તમને જણાવી દઈએ કે, આરબીઆઈએ આ સૂચના એવા સમયે બહાર પાડી છે જ્યારે એક એનબીએફસી કંપની આઈઆઈએફએલ ફાઈનાન્સ પર ઘણા નિયમોને તોડવાનો આરોપ લાગ્યો છે.
RBIએ બેંક ઓફ બરોડાને મોટી રાહત આપી છે. બેંક ઓફ બરોડાની બોબ વર્લ્ડ એપ દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પરના પ્રતિબંધને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ સાત મહિના બાદ ‘બોબ વર્લ્ડ’ એપ્લિકેશન દ્વારા નવા ગ્રાહકોને ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે. શેરબજારને આ માહિતી આપતી વખતે, બેંક ઓફ બરોડાએ એમ પણ કહ્યું છે કે તે રેગ્યુલેટરી ગાઇડન્સનું પાલન અને કોમ્પ્લાયન્સ ઇન્શ્યોર કરવા માટે કમિટેડ છે. આરબીઆઈએ આ પ્રતિબંધ સુપરવિઝનની ચિંતાઓ બાદ 10 ઓક્ટોબર, 2023ના રોજ લગાવ્યો હતો.
કોટક મહિન્દ્રા બેંક આ વર્ષે લગભગ 400 એન્જિનિયરોની ભરતી કરશે. તાજેતરમાં, આરબીઆઈએ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે બેંકને નવા ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન ચેનલો દ્વારા એકાઉન્ટ ખોલવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બેન્ક હવે એન્જિનિયરોની ભરતી કરીને તેનું આઇટી ઇન્ફ્રા મજબૂત કરવા માંગે છે. બેંકના ચીફ ટેક્નોલોજી ઓફિસર મિલિંદ નાગનુરે કહ્યું છે કે બેંકે છેલ્લા બે વર્ષમાં 500 થી વધુ એન્જિનિયરોની ભરતી કરી છે. તેઓને Google અને Amazon જેવી કંપનીઓ તેમજ Paytm અને PhonePe જેવી કંપનીઓમાંથી લેવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે હવે અગાઉ કરતા વધારે ડોલરની જરૂર પડશે, અને વધુ બચત દેખાડવી પડશે. નવા નિયમ મુજબ હવે ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે તેમના બેન્ક ખાતામાં 29,710 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 16 લાખ 29 હજાર રૂપિયાનું બેલેન્સ દેખાડવું પડશે. નવા નિયમ આવતીકાલથી લાગુ થશે. અગાઉ બેંક બેલેન્સનો નિયમ ઓક્ટોબર 2023માં બદલાયો હતો. ત્યારે મિનિમમ બેંક બેલેન્સ 21,041 ડોલરથી વધારીને 24,505 ઓસ્ટ્રેલિયન ડોલર રાખવાનો નિયમ બનાવાયો હતો. મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયન સરકારના વિઝા સંબંધિત નિયમોને પગલે ઓસ્ટ્રેલિયામાં છેલ્લા એક વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 48 ટકાનો ઘટાડો થયો છે. વિદ્યાર્થીઓના કામના કલાકો દર પખવાડિયે 56 કલાકથી ઘટાડીને 48 કલાક કરાયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો