Money9: એર ઈન્ડિયા એક્સપ્રેસ સતત વિવાદોમાં રહે છે. લેટેસ્ટ જાણકારી એવી આવી છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસે ક્રૂની અછતને કારણે 80 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે. મળતી માહિતી મુજબ, એરલાઇનના ક્રૂ મેમ્બર મોટાભાગે બીમારીનું કારણ આપીને રજા પર ઉતરી ગયા છે. આવી સ્થિતિમાં, આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન અધિકારીઓ આ મુદ્દે ચાંપતી નજર રાખી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટાટા ગ્રુપની એર ઈન્ડિયા એક્સપ્રેસ AIX કનેક્ટને પોતાની સાથે મર્જ કરવાની પ્રક્રિયામાં છે. જેને લઈને આ એરલાઈનના ક્રૂ મેમ્બર્સમાં છેલ્લા કેટલાક સમયથી નારાજગી જોવા મળી રહી છે. તાજેતરમાં, એરલાઇનના કેબિન ક્રૂએ પણ mis management અને ખરાબ વર્તનને લઈને મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
એપ્રિલ 2024 માં 1,330 કરોડ UPI ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 19.64 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ટ્રાન્ઝેક્શન્સની સંખ્યામાં વાર્ષિક ધોરણે 50.11 ટકાનો વધારો થયો છે. તો ટ્રાન્સફર કરાયેલી રકમમાં 38.70 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા એટલે કે એપ્રિલ 2023માં 886 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા 14.16 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. UPI દ્વારા વધતા ટ્રાન્ઝેક્શન્સ દર્શાવે છે કે UPI ની એક્સેપ્ટન્સ સતત વધી રહ્યું છે.. માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ.. આ વર્ષે ફેબ્રુઆરીમાં, UPI સર્વિસ ફ્રાન્સ, શ્રીલંકા અને મોરેશિયસમાં પણ શરૂ કરવામાં આવી હતી.
દેશમાં ખાલી શોપિંગ મોલ્સની સંખ્યામાં વધારો થયો છે. દેશના આઠ મોટા શહેરોમાં ખાલી શોપિંગ મોલ્સની સંખ્યા ગયા વર્ષે 57 થી વધીને 64 થઈ ગઈ છે. આને ‘ઘોસ્ટ શોપિંગ સેન્ટર્સ’ તરીકે ક્લાસિફાઇ કરવામાં આવ્યા છે. ‘ઘોસ્ટ શોપિંગ સેન્ટર્સ’ એટલે એવા મોલ્સ જે 40 ટકાથી વધુ ખાલી છે. આવા મોલની સંખ્યામાં વધારો થવા પાછળનું કારણ રિટેલ સેલર્સ અને ગ્રાહકોની પ્રીમિયમ પ્રોપર્ટીને પ્રાથમિકતા આપવાનું જણાવાઇ રહ્યું છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ મંગળવારે ‘થિંક ઈન્ડિયા થિંક રિટેલ 2024’ નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આમાં, 29 શહેરોના શોપિંગ સેન્ટરો અને મોટા બજારોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે, રિપોર્ટ અનુસાર, લગભગ 1 કરોડ 33 લાખ ચોરસ ફૂટ ગ્રોસ લીઝેબલ એરિયા સાથે 64 શોપિંગ મોલ છે.
ટેક કંપની એપલે ‘લેટ લૂઝ’ ઈવેન્ટમાં બે ડિવાઇસિઝ- iPad Air અને iPad Pro લોન્ચ કર્યા છે. iPad Air અને iPad Pro 11 ઇંચ અને 13 ઇંચ ડિસ્પ્લે વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આઈપેડ પ્રો એપલનો સૌથી પાતળો ડિવાઇસ છે. iPad Proને ટેન્ડમ OLED સ્ક્રીન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્ક્રીન કંપનીની મિની LED સ્ક્રીનનું અપગ્રેડેડ વર્ઝન છે. આઈપેડ પ્રોના 11 ઈંચના બેઝ મોડલની કિંમત 99,900 રૂપિયા છે. આ કિંમતે Wi-Fi મોડલ મળશે. જ્યારે Wi-Fi + સેલ્યુલર મોડલની કિંમત 1,19,900 રૂપિયા રાખવામાં આવી છે. 13-ઇંચના Wi-Fi મૉડલની કિંમત 1,29,900 રૂપિયા અને Wi-Fi + સેલ્યુલરની કિંમત 1,49,900 રૂપિયા છે. iPad Proની શરૂઆતી કિંમત 59,999 રૂપિયા છે…
તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ..તમે સાંભળતા રહો રેડિયો મની9..અમે લઇએ વિદાય..પણ જતા પહેલા.. ક્યા શેરમાં કરવું રોકાણ, ક્યા સ્ટોક વેચી મારવા અને ક્યા સ્ટોક હોલ્ડ કરવા, મેળવો માર્ગદર્શન મની9 એપ પર. મળશે તમારા દરેક સવાલના જવાબ મની9 એપ પર. અત્યારે જ ડાઉનલોડ કરો મની9 એપ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો