વિદેશી રોકાણકારો દ્વારા ઝડપથી પૈસા ઉપાડવા છતાં શેરબજાર અડિખમ છે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ (MF) યોજનાઓમાં રોકાણમાં વધારો થવાને કારણે તેને ઘણો ટેકો મળ્યો છે. આનાથી શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓનો હિસ્સો વધારવામાં પણ મદદ મળી છે.
Money9: વિદેશી રોકાણકારો દ્વારા ઝડપથી પૈસા ઉપાડવા છતાં શેરબજાર અડિખમ છે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ (MF) યોજનાઓમાં રોકાણમાં વધારો થવાને કારણે તેને ઘણો ટેકો મળ્યો છે. આનાથી શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓનો હિસ્સો વધારવામાં પણ મદદ મળી છે. NSEના અહેવાલ મુજબ, ભારતીય લિસ્ટેડ કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો માર્ચ ક્વાર્ટરમાં 8.9%ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો, જ્યારે વિદેશી રોકાણકારોનો હિસ્સો ઘટીને 17.9%ના 12 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
રિપોર્ટ અનુસાર, માર્ચ 2024 સુધી MFના કુલ હિસ્સામાંથી, પેસિફ ફંડનો હિસ્સો 1.7% પર સ્થિર રહ્યો હતો, જ્યારે બાકીનો 7.2% હિસ્સો એક્ટિવ ફંડોની પાસે હતો, જે અગાઉના ક્વાર્ટર કરતાં 11 બેસિસ પોઈન્ટ્સ વધુ હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય કંપનીઓની વ્યક્તિગત માલિકી પણ વધી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ઇન્ડિવિઝ્યુઅલ ઇન્વેસ્ટરોની સીધી ભાગીદારીમાં જબરદસ્ત વધારો થયો છે. ડેટા અનુસાર, 50,000 થી વધુ ઇન્ડિવિઝ્યુઅલ શેરહોલ્ડર ધરાવતી કંપનીઓનો હિસ્સો બમણાથી વધુ એટલે કે લગભગ 45.1% થયો છે.
2 લાખ કરોડ રૂપિયા રહ્યો ગ્રોસ ઇન્ફ્લો
AMFIના ડેટાથી ખબર પડે છે કે FY24 દરમિયાન SIPનો ગ્રોસ ઇન્ફ્લો આશરે રૂ. 2 લાખ કરોડ હતો, તેમાં વધારો જોવા મળ્યો. MFsએ ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય ઈક્વિટીમાં રૂ. 2 લાખ કરોડની ચોખ્ખી રકમ રોકી છે. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ નેટ ઇનફ્લો 5.3 લાખ કરોડ રૂપિયા થયો. સામાન્ય રીતે SIP ઇનફ્લો ગ્રોસ ઇનફ્લોના 60-70% ની વચ્ચે હોય છે.
Published - May 23, 2024, 02:50 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો